‘ભાભી જી ઘર પર હૈ’ના આ લોકપ્રિય અભિનેતાનું નિધન, ક્રિકેટ રમતા થઈ ઈજા, હોસ્પિટલમાં થયું નિધન

બોલિવુડ

નાના પડદાની પ્રખ્યાત સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ના દર્શકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ખરેખર શોમાં મલખાનનું ફની પાત્ર નિભાવનાર પ્રખ્યાત અભિનેતા દિપેશ ભાનનું નિધન થઈ ગયું છે. રિપોર્ટનું માનીએ તો દિપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમતા પડી ગયા હતા, ત્યાર પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. જેવા ચાહકોને દિપેશ ભાનના નિધનના સમાચાર મળ્યા તો દરેક તરફ સન્નાટો ફેલાઈ ગયો. સાથે જ ટીવી ઈંડસ્ટ્રીમાં શોકની લહેર છે અને કોઈ આ વાત પર વિશ્વાસ કરી શકતું નથી.

શોના આસિસ્ટન્ટ ડિરેક્ટરે કરી દિપેશ ભાનના નિધનની પુષ્ટિ: જણાવી દઈએ કે, દીપેશ ભાનના નિધનની પુષ્ટિ શોના આસિસ્ટેંટ ડિરેક્ટર અભિનીત એ કરી છે. સાથે જ શોના પ્રખ્યાત અભિનેતા વૈભવ માથુરે પણ દીપેશ ભાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે, શોમાં મલખાન સિંહના પાત્રમાં દિપેશ ભાનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, સાથે જ તેમને તેમની મજેદાર કોમેડી એ એક અલગ ઓળખ બનાવી હતી. પરંતુ તેમના અચાનક નિધનના સમાચાર સાંભળીને દરેકને ઝટકો લાગ્યો છે.

કહેવાય છે કે શુક્રવારે સવારે મલખાન એટલે કે દીપેશ ભાન ક્રિકેટ રમવા ગયા હતા અને અચાનક પડી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ થોડા સમય પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યા. સાથે જ શોમાં તિવારી જીનું પાત્ર નિભાવી રહેલા પ્રખ્યાત અભિનેતા રોહિતાશ ગૌરે પણ દિપેશ ભાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રોહિતાશે કહ્યું કે, “આજે અમારો શૂટિંગ પર જવાનો સમય થોડો મોડો હતો. તેથી મને લાગે છે કે તે પોતાના જિમ પછી સીધા ક્રિકેટ રમવા ચાલ્યા ગયા હતા.

આ તેમનો ફિટનેસ રૂટિન હતો. પરંતુ રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયા. તે અમારા બધા માટે એક મોટો ઝટકો હતો. દિપેશ તે લોકોમાંથી એક હતા જે તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખતા હતા. તે ફિટનેસ ફ્રીક હતા, મને ખબર નથી કે મારી લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરું. અમે બધા, અમારી આખી ટીમ અત્યારે તેના ઘરે છીએ.”

આ કોમેડી શોમાં કામ કરી ચૂક્યા હતા દીપેશ ભાન, આમિર ખાન સાથે પણ જોવા મળ્યા હતા: જણાવી દઈએ કે, દિપેશ ભાને ‘ભાભી જી ઘર પર હૈ’ પહેલા ઘણા કોમેડી શોમાં કામ કર્યું હતું. તે ‘એફઆઈઆર’, ‘ભૂત વાલા’ અને ‘કોમેડી ક્લબ’ જેવા શોના ભાગ હતા. આ ઉપરાંત તે વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ પતંગ ચટપટ્ટી કહાની’માં પણ જોવા મળ્યાયા હતા. આ ઉપરાંત તેણે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં પણ કામ કર્યું હતું.

જણાવી દઈએ કે દિપેશ ભાનના લગ્ન વર્ષ 2019માં થયા હતા. ત્યાર પછી વર્ષ 2021 માં તે એક પુત્રના પિતા બન્યા, પરંતુ હવે તે આ દુનિયામાં નથી. તેમના નિધનના સમાચારથી ચાહકો દુખી છે.