હરણી જેવી સ્લિમ-ટ્રિમ છે દીપક તિજોરીની પુત્રી, બોલીવુડમાં આવીને કરશે સારા-જાન્હવીની છુટ્ટી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સ છે. દર વર્ષે અહીં કોઈને કોઈ સ્ટાર કિડ લોન્ચ થાય છે. એક ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાને કારણે, તેમના માટે ફિલ્મોમાં એંટ્રી કરવી કોઈ મોટું કામ નથી. તેમને સરળતાથી બ્રેક મળે છે. જો કે તે સફળ થશે કે ફ્લોપ તે જનતા અને તેમના ટેલેંટ પર આધારીત છે.

આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર કિડ્સ બોલિવૂડમાં લોન્ચ થયા પહેલા જ ચર્ચામાં આવી જાય છે. 90 ના દાયકાના અભિનેતા દિપક તિજોરીની પુત્રી સમારા તિજોરીની પણ કંઈક આવી જ હલાત છે. સમારા દેખાવમાં ખૂબ જ સુંદર છે. તે 25 વર્ષની છે અને બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહી છે. સમાચાર અનુસાર તે હાલમાં એક્ટિંગ માટે ઓનલાઈન ક્લાસ કરી રહી છે.

સમારાના પિતા દિપક તિજોરીએ તેની કારકિર્દીમાં હીરો અને વિલન બંનેની ભૂમિકા નિભાવી છે. તેની એક્ટિંગ જબરદસ્ત હતી. આવી સ્થિતિમાં તેની પુત્રી સમારા પણ તેના પિતાની જેમ બોલીવુડમાં નામ કમાવવાનો પ્રયત્ન કરશે. હાલમાં તે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોની વચ્ચે પ્રખ્યાત છે. તેની બોલ્ડ અને સુંદર તસવીરો ઘણીવાર વાયરલ થાય છે.

દિપક તિજોરી ઘણા લાંબા સમયથી પડદાથી દૂર છે. આવી સ્થિતિમાં, તેમની કમી તેની પુત્રી દૂર કરી શકે છે. સમારાની તસવીરો જોઈને તમે સમજી ગયા હશો કે તેની અંદર સુંદરતાની કોઈ કમી નથી. તે એક પરફેક્ટ હિરોઈન મટેરિયલ છે. હવે જોવાનું એ રહેશે કે એક્ટિંગની બાબતમાં તે કેટલી મજબૂત છે.

સમારા એક બિંદાસ નેચરવાળી છોકરી છે. થોડા સમય પહેલા તે શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી. તે ‘ગ્રાન્ડ પ્લાન’ નામની ફિલ્મમાં તેના બોલ્ડ સીનને કારણે હેડલાઇન્સમાં રહી હતી. આ ફિલ્મમાં તેમનો લિપલોક સીન ખૂબ જ પ્રખ્યાત થયો હતો. તેણે 2016 માં આવેલી જોન અબ્રાહમ ફિલ્મ ‘ઢિશૂમ’ માં આસિસ્ટંટ તરીકે પણ કામ કરી ચુકી છે. એટલે કે કેમેરાની પાછળનો અનુભવ તેને પહેલાથી જ છે.

એક્ટિંગ ઉપરાંત સમારાને મુસાફરીનો પણ શોખ છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની ટ્રિપની તસવીરો શેર કરે છે. સમારાની માતા એટલે કે દિપક તિજોરીની પત્નીનું નામ શિવાની છે. તે ફેશન ડિઝાઇનર હતી પરંતુ હાલમાં તે હાઉસવાઈફ છે.