ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી દીપક ચાહર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે 31 મેના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે દીપક અને જયાએ પસંદગીના મહેમાનો અને પરિવારના સભ્યો વચ્ચે સાત ફેરા લીધા હતા. ત્યાર પછી તેમણે રિસેપ્શન આપ્યું હતું જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો જમાવડો જોવા મળ્યો. સાથે જ સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પણ છવાયેલી છે. ચાલો જોઈએ દીપક અને જયાના રિસેપ્શનની કેટલીક સુંદર તસવીરો.
વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક ખેલાડીઓ સૂટ બૂટ પહેરેલા જોવા મળી રહ્યા છે તો કેટલાક કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે દીપક ચાહરના રિસેપ્શનમાં રિષભ પંત, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ સહિત ઘણા સ્ટાર્સ શામેલ થયા હતા.
સાથે જ સુરેશ રૈના પોતાની પત્ની પ્રિયંકા સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન સુરેશ રૈનાએ ગ્રે કલરનો કુર્તો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. આ સાથે જ રોબિન ઉથપ્પા પણ રિસેપ્શનમાં શામેલ થયા હતા. તે પણ પોતાની પત્ની સાથે જોવા મળ્યા.
આ ઉપરાંત ટીમ ઈંડિયાના પૂર્વ સ્પિનર પીયૂષ ચાવલા પણ જોવા મળ્યા હતા. સાથે જ ભુનેશ્વર કુમાર પણ પોતાની પત્ની સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત આરસીબીના ખેલાડી કરણ શર્મા પણ જોવા મળ્યા હતા. સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીના મિત્ર અરુણ પાંડે પણ તેમાં શામેલ થયા હતા.
જણાવી દઈએ કે દીપક અને જયાએ 31 મેના રોજ આગરાના ફતેહાબાદ રોડ પર આવેલા જેપી પેલેસમાં લગ્ન કર્યા હતા. આ પહેલા દીપકે IPL 2021 દરમિયાન પોતાની પત્ની જયાને સ્ટેડિયમમાં જ જાહેરમાં પ્રપોઝ કર્યો હતો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યાર પછી જ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
દીપકે પોતાના લગ્નની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જ્યારે અમે પહેલીવાર મળ્યા હતા ત્યારે મને સમજાઈ ગયું હતું કે તમે મારા માટે જ બન્યા છો. અમે દરેક પળ જીવી છે અને હવે અમે હંમેશા સાથે રહીશું. હું વચન આપું છું કે હું તમને ખુશ રાખીશ. આ મારા જીવનની સૌથી સુંદર પળ છે.”
સાથે જ વાત કરીએ દીપકની પત્ની જયા ભારદ્વાજ વિશે તો, તે બિગ બોસમાં જોવા મળેલા પ્રખ્યાત સ્પર્ધક સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. જયા દિલ્હીના બારહખંભાની રહેવાસી છે. તેણે MBA કર્યું છે અને દિલ્હીમાં એક ટેલિકોમ કંપનીમાં ડિજિટલ કન્ટેન્ટ હેડ તરીકે કામ કરે છે.
સાથે જ દીપક ચહર ટીમ ઈન્ડિયાના ઉભરતા ખેલાડી છે, જેમણે બાંગ્લાદેશ સામે 7 રનમાં છ વિકેટ લઈને જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો હતો. જણાવી દઈએ કે, ICC દ્વારા દીપક ચાહરને T20 મેચ ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે દીપકને CSKએ IPL 2022ની મેગા ઓક્શન દરમિયાન 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો જેના કારણે તેને આખી સિઝનમાંથી બહાર રહેવું પડ્યું હતું.