16 વર્ષની ઉંમરમાં ડિમ્પલે કર્યા હતા 31 વર્ષના રાજેશ ખન્ના સાથે લગ્ન, પછી આ કારણે 27 વર્ષ સુધી અલગ રહ્યા બંને

બોલિવુડ

હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર તરીકે પ્રખ્યાત રાજેશ ખન્ના 10 વર્ષ પહેલા આ દુનિયા છોડી ચુક્યા છે. રાજેશ ખન્નાનું વર્ષ 2012માં જુલાઈ મહિનામાં નિધન થયું હતું. તેમના નિધનથી કરોડો ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. રાજેશ ખન્ના ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમને હંમેશા તેમના શ્રેષ્ઠ કામ માટે યાદ કરવામાં આવશે.

પંજાબના અમૃતસરમાં જન્મેલા રાજેશ ખન્નાએ હિન્દી સિનેમામાં તે વિશેષ સ્થાન મેળવ્યું હતું જે તેમની પહેલા કોઈ અન્ય કલાકારે મેળવ્યું ન હતું. રાજેશ ખન્નાને તેમના ચાહકો ‘કાકા’ ના નામથી પણ બોલાવે છે. રાજેશ ખન્નાના સમયમાં તેમના વિશે એ પણ કહેવામાં આવતું હતું કે ‘ઉપર આકા અને નીચે કાકા’.

રાજેશ ખન્નાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1966માં કરી હતી. ત્યારે તેમની ઉંમર લગભગ 24 વર્ષ હતી. તેમની પહેલી ફિલ્મનું નામ ‘આખરી ખત’ હતું. આ ફિલ્મ પછી રાજેશ ખન્નાએ ક્યારેય પાછળ વળીને નથી જોયું. બોલિવૂડમાં પગ મૂક્યા પછી લગભગ 5 વર્ષમાં તે સુપરસ્ટાર બની ગયા હતા.

રાજેશ ખન્નાએ પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી. રાજેશ ખન્નાએ વર્ષ 1969 થી લઈને વર્ષ 1971 સુધી સતત હિટ ફિલ્મો આપી હતી અને આ સિદ્ધિએ તેમને બનાવ્યા હતા હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર. આ સિદ્ધિ ‘કાકા’ પહેલા કોઈ અન્ય કલાકાર મેળવી શક્યા ન હતા અને ન તો આજે 50 વર્ષ પૂર્ણ થયા પછી પણ રાજેશ ખન્નાનો આ રેકોર્ડ કોઈએ તોડ્યો છે.

રાજેશ ખન્ના પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી અંજુ મહેન્દ્રુ સાથે તેમનું લગભગ 6 વર્ષ સુધી અફેર ચાલ્યું હતું. પછી જ્યારે બંને અલગ થઈ ગયા ત્યારે રાજેશનું દિલ અભિનેત્રી ડિમ્પલ પર આવી ગયું હતું.

સાથે જડિમ્પલનું અફેર એક સમયે દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે પણ હતું. આગળ જઈને ડિમ્પલ અને ‘કાકા’ એક થઈ ગયા હતા. 31 વર્ષની ઉંમરમાં રાજેશ ખન્નાએ 16 વર્ષની ડિમ્પલ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 1973માં થયા હતા. જો કે બંનેના લગ્ન સફળ ન રહ્યા.

લગ્ન પછી કાકા અને ડિમ્પલ બે પુત્રીઓના માતા-પિતા બન્યા હતા. મોટી પુત્રી ટ્વિંકલ ખન્ના અને નાની પુત્રી રિંકી ખન્ના. જોકે રાજેશ અને ડિમ્પલ વર્ષ 1984માં અલગ થઈ ગયા હતા પરંતુ ક્યારેય બંનેએ છૂટાછેડા લીધા ન હતા. ડિમ્પલ કાકાના છેલ્લા સમયે તેમની પાસે આવી હતી જ્યારે અંજુ હંમેશા કાકાની નજીક રહી અને બંને ખૂબ સારા મિત્રો હતા.

જ્યારે રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયા અલગ થયા હતા ત્યાર પછી કાકાનું અફેર અભિનેત્રી ટીના મુનીમ સાથે ચાલ્યું હતું. સાથે જ ડિમ્પલનું નામ ત્યારે અભિનેતા સની દેઓલ સાથે જોડાયું હતું. એક તરફ રાજેશ અને ટીનાનો સંબંધ ચર્ચામાં રહ્યો તો બીજી તરફ સની અને ડિમ્પલ એ પોતાના સંબંધને લઈને હેડલાઈન્સ બનાવી.

‘કાકા’ અને ટીનાનો સંબંધ પણ લાંબા સમય સુધી ચાલ્યો નહીં અને સની અને ડિમ્પલ પણ જલ્દી અલગ થઈ ગયા હતા. જો કે તમને જણાવી દઈએ કે કાકા અને ડિમ્પલ લગભગ 27 વર્ષ સુધી એકબીજાથી દૂર રહ્યા હતા. ડિમ્પલ રાજેશ ખન્નાના છેલ્લા સમયે તેમની પાસે પરત આવી હતી અને મુશ્કેલ સમયમાં તેમનું ધ્યાન રાખ્યું હતું.

જણાવી દઈએ કે રાજેશ ખન્નાને કેન્સર થઈ ગયું હતું. આ કારણે તેમનું જુલાઈ 2012માં માત્ર 69 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું. જ્યારે કાકાની તબિયત બગડી ત્યારે ડિમ્પલ તેમનું ધ્યાન રાખવા માટે તેમના ઘર ‘આશીર્વાદ’ પર તેમની પાસે આવી ગઈ હતી.