હૂબહૂ ડિમ્પલ જેવી જ દેખાય છે તેની બહેન સિમ્પલ, જિજા રાજેશ ખન્ના સાથે કર્યું હતું ફિલ્મોમાં ડેબ્યૂ, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

ડિમ્પલ કાપડિયા ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. ડિમ્પલ કાપડિયાએ હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું છે. ડિમ્પલને આજે પણ તેની શ્રેષ્ઠ એક્ટિંગ માટે યાદ કરવામાં આવે છે. વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘બોબી’થી ડિમ્પલે હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.

ડિમ્પલની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મમાં ડિમ્પલે દિગ્ગજ અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. જણાવી દઈએ કે આ ફિલ્મના સમયે ડિમ્પલની ઉંમર માત્ર 16 વર્ષ હતી. ખાસ વાત એ છે કે 16 વર્ષની ઉંમરમાં તેણે માત્ર ફિલ્મોમાં જ પગ મૂક્યો ન હતો, પરંતુ તે જ ઉંમરમાં તેણે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન પણ કર્યા હતા.

કહેવાય છે કે ડિમ્પલ કાપડિયા એક સમયે રાજેશ ખન્નાની ફેન હતી અને 16 વર્ષની ઉંમરમાં તેમણે 31 વર્ષના રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. જોકે તમને જણાવી દઈએ કે ડિમ્પલનું નામ દેશભરમાં છે. પરંતુ શું તમે ડિમ્પલની બહેન સિમ્પલ કપાડિયા વિશે જાણો છો. સિમ્પલ પણ એક અભિનેત્રી રહી ચુકી છે.

ડિમ્પલ અને સિમ્પલની માતાનું નામ બેટ્ટી કપાડિયા અને પિતાનું નામ ચુનીભાઈ કપાડિયા હતું. ડિમ્પલ અને સિમ્પલને બે ભાઈઓ રીમ કપાડિયા અને મુન્ના કપાડિયા હતા. સિમ્પલનો જન્મ 15 ઓગસ્ટ 1958ના રોજ મુંબઈમાં થયો હતો. સિમ્પલ બહેન ડિમ્પલ કરતાં લગભગ એક વર્ષ નાની હતી.

ડિમ્પલ કપાડિયાએ હિન્દી સિનેમામાં સારું નામ કમાવ્યું, જોકે સિમ્પલને તે ખ્યાતિ અને લોકપ્રિયતા ન મળી. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળતા તેમનાથી ખૂબ દૂર રહી. જણાવી દઈએ કે સિમ્પલે બહેન ડિમ્પલના હિન્દી સિનેમામાં પગ મૂક્યાના ચાર વર્ષ પછી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

વર્ષ 1977માં આવેલી ફિલ્મ ‘અનુરોધ’ સિમ્પલની પહેલી ફિલ્મ હતી. ફિલ્મોમાં પગ મુકતી વખતે સિમ્પલ લગભગ 21 વર્ષની હતી. ખાસ વાત એ છે કે સિમ્પલે પોતાની પહેલી જ ફિલ્મમાં તે સમયના સુપરસ્ટાર અને પોતાના જિજા રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું. સિમ્પલે અનુરોધ ઉપરાંત ‘ઝમાને કો દિખના હૈ’, ‘લૂટમાર’, ‘દુલ્હા બિકતા હૈ’ અને ‘જીવન ધારા’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

જણાવી દઈએ કે મોટા પડદા પર સિમ્પલ મોટાભાગની ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં જોવા મળી અને તેને પોતાના જિજા રાજેશ ખન્ના અને બહેન ડિમ્પલ કપાડિયાની જેમ ખાસ ઓળખ ન મળી શકી. ફિલ્મોમાં ખરાબ રીતે ફ્લોપ થયા પછી સિમ્પલ કપાડિયાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી અને કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ કર્યું અને આ કામમાં તે વધુ સફળ રહી.

51 વર્ષની ઉંમરમાં થયું નિધન: દુર્ભાગ્યે સિમ્પલ કપાડિયા આજે આપણી વચ્ચે નથી. વર્ષ 2009માં સિમ્પલે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. કેન્સરને કારણે સિમ્પલનું 51 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું.