ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે રાહુલ મહાજનની એક્સ પત્ની ડિમ્પી ગાંગુલી, જુવો તેના બેબી બમ્પની તસવીરો

બોલિવુડ

માતા બનવાનું સુખ દુનિયાનું સૌથી મોટું સુખ કહેવાય છે. રાહુલ મહાજનની એક્સ પત્ની ડિમ્પી ગાંગુલી ત્રીજી વખત આ ખુશી માણવા જઈ રહી છે. તે ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે. તે અત્યારે પ્રેગ્નેંટ છે અને આવનાર બાળકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે પોતાની આ ખુશીને ઈન્સ્ટાગ્રામ પર અનોખી રીતે વ્યક્ત કરી છે.

ડિમ્પી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે એક સુંદર તસવીર શેર કરી છે. તસવીરમાં પ્રેગ્નેંટ ડિમ્પી એ પોતાના પુત્રને પોતાના ખોળામાં ઉઠાવ્યો છે. સાથે જ તેમની પુત્રી ડિમ્પીના બેબી બમ્પને કિસ કરતા જોવા મળી રહી છે. આ તસવીર સાથે કેપ્શનમાં તેણે દિલ કી બાત લખતા કહ્યું- “મારા માટે સૌથી વધુ સંતોષકારક અને ભરપુર પ્રેમ મારા બાળકોનો રહ્યો છે. તે પોતાના દુઃખ, સુખ, ગુસ્સા, ઊંઘ અને ભૂખ જેવી ક્ષણોમાં માત્ર તમને યાદ કરે છે. તેઓ તમને તે ભગવાનનો દરજ્જો આપે છે જે દુનિયાની કોઈપણ સમસ્યાનું સમાધાન કરી શકે છે. આ ચીજ તમને દરરોજ એક સારા વ્યક્તિ બનવાની પ્રેરણા આપે છે. મુશ્કેલ સમયમાં પણ તમે દુનિયાને આશાવાદી નજરથી જુવો છો. તમારું દુઃખ અને લોકો શું કહેશે એ ભૂલીને માત્ર તમારી ખુશી વિશે જ વિચારો છો. વિશ્વાસ નથી આવતો કે જલ્દી આ પ્રેમ 3 ગણો વધી જશે. તમામ માતાઓને મધર્સ ડેની શુભેચ્છા.”

આવું રહ્યું છે લગ્નજીવન: ડિમ્પીએ રાહુલ મહાજન સાથે 2010માં લગ્ન કર્યા હતા. આ લગ્ન એક રિયાલિટી શો ‘સ્વયંવર’માં થયા હતા. ત્યાર પછી 2015માં બંનેએ છૂટાછેડા લીધા હતા. ડિમ્પીએ રાહુલ પર ઘરેલુ હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો.

રાહુલથી અલગ થયા બાદ ડિમ્પીએ પોતાના નજીકના મિત્ર અને દુબઈના પ્રખ્યાત બિઝનેસમેન રોહિત રોય સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન 2015માં થયા હતા.

રોહિત સાથે લગ્નના એક વર્ષ પછી ડિમ્પીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી બે વર્ષ પછી તે અને રોહિત એક પુત્રના માતા-પિતા બન્યા હતા. હવે આ કપલ ત્રીજા બાળકના સ્વાગતની તૈયારી કરી રહી છે. બંને તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સાથે જ ચાહકો પણ ડિમ્પીને અભિનંદન આપી રહ્યા છે.