દિલીપ જોશીની પુત્રી એ સફેદ વાળમાં કર્યા હતા લગ્ન, હવે પિતા એ સફેદ વાળ વિશે કર્યો આ મોટો ખુલાસો

બોલિવુડ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મુખ્ય કલાકાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેમણે થોડા દિવસ પહેલા જ પોતાની પુત્રી નિયતિના લગ્ન કર્યા છે. આ લગ્ન ઘણા કારણોસર ચર્ચાનો વિષય બન્યા હતા. એક તરફ દિલીપ જોષી જ્યાં પુત્રીને વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા તો બીજી તરફ લગ્નમાં તેમણે ખૂબ ઢોલ પણ વગાડ્યો હતો. પરંતુ આ લગ્ન કોઈ અન્ય કારણોસર હેડલાઈન્સમાં આવ્યા હતા. ખરેખર દિલીપની પુત્રી નિયતિએ લગ્નમાં પોતાના વાળને ડાય કરી ન હતી, તે પોતાના ગ્રે અથવા એમ કહીએ સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ પોતાની પુત્રીના આ સફેદ વાળ ન છુપાવવા વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, “તેમની લગ્નમાં પોતાના સફેદ વાળને રાખવા વાળી વાત અમારા માટે મુદ્દો ન હતી. અમે આવું ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો આવા સવાલ કરશે. નિયતિના સફેદ વાળ વિશે અમારા ઘરમાં પણ ક્યારેય કોઈ વાત થઈ ન હતી. કારણ કે જે જેવું છે તેવું જ ઠીક છે. દરેક લોકોએ તેને સકારાત્મક રીતે લીધું અને તેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે.”

અભિનેતા દિલીપ જોશીએ આ વિશે આગળ વાત કરતાં કહ્યું કે, “મને લાગે છે કે જે જેવા છે તેમણે તેવા જ રહેવું જોઈએ. આપણે ખરેખર જેવા છીએ, આપણે હંમેશા તેવા જ દુનિયાની સામે રહેવું જોઈએ. ન કે કોઈપણ પ્રકારનું માસ્ક લગાવીને. દિલીપે એ પણ કહ્યું કે શરૂઆતમાં લોકોએ તેના વિશે ઘણી વાતો બનાવી.

પરંતુ તેને લો પ્રોફાઈલ રહેવું જ પસંદ આવે છે. સોશિયલ મીડિયા એક એવી ચીજ છે, જેને આપણે આપણા કંટ્રોલમાં કરી શકતા નથી. આ બધામાં સારી વાત એ છે કે તેમના આ પગલાથી તમામ લોકોને પ્રેરણા મળી છે.

આ ઈન્ટરવ્યૂ દરમિયાન દિલીપ જોશીએ પોતાના લોકપ્રિય શો વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે તેણે કેવી રીતે તેના જીવનને બદલ્યું છે. તેણે શેર કર્યું કે ભલે તે વર્ષોથી એક જ ભૂમિકા નિભાવી રહ્યા છે, પરંતુ તે તેનાથી ખૂબ જ ખુશ છે. દિલીપે કહ્યું, ‘તેનો ભાગ બનવાની મજા છે.’ તેથી જ જ્યાં સુધી હું તેનો આનંદ લઈ શકું છું, ત્યાં સુધી હું તે કરતો રહીશ. જે દિવસે મને લાગશે કે હવે હું તેનો આનંદ લઈ શકતો નથી, ત્યારે હું તેનાથી આગળ વધીશ.

દિલીપ જોશીએ આ સાથે જ જણાવ્યું કે, મને ઘણા અન્ય શોની ઓફર પણ મળી રહી છે પરંતુ જ્યારે આ સારું ચાલી રહ્યું છે તો તેને કારણ વગર શા માટે છોડવામાં આવે. લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર શા માટે બરબાદ કરું. હું અત્યારે તેનો ભાગ બની રહીશ.