‘તારક મેહતા…….’ શો ના જેઠાલાલ જીવે ખૂબ જ લક્ઝરી લાઈફ, જાણો તેમના કાર કલેક્શનમાં કઈ-કઈ લક્ઝરી કાર શામેલ છે

મનોરંજન

મિત્રો, સબ ટીવી પર પ્રસારિત થતી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે, તેમાં નિભાવવામાં આવતા દરેક પાત્ર એ લોકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. આ શોને દરેક ઉંમરના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે, જો શો વિશે વાત કરીએ તો આ શોમાં જેઠાલાલની ભૂમિકા નિભાવતા અભિનેતા દિલીપ જોશીની એક્ટિંગને દર્શકો ખૂબ પસંદ કરે છે.

આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા દિલીપ જોશી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. માહિતી માટે તમને બધાને જણાવી દઈએ કે દિલીપ જોશીને મોંઘી-મોંઘી કારનો ખૂબ જ શોખ છે, આટલું જ નહીં, અભિનેતા આ શોનું 25 દિવસનું શૂટિંગ કરવા માટે 36 લાખ રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે.

દિલીપ જોશી ટીવી સિરિયલ ઉપરાંત ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગના જલવા બતાવી ચુક્યા છે. પરંતુ છતાં પણ તેમના જીવનમાં એક એવો મુશ્કેલ સમય આવ્યો જ્યારે તેમની પાસે કોઈ કામ ન હતું. હા, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલમાં જેઠાલાલનું પાત્ર સાઈન કરતા પહેલા દિલીપ જોશી પાસે કોઈ કામ ન હતું.

તારક મેહતા શો સાઇન કર્યા પછી, દિલીપ જોશી સફળતાની ઊંચાઈઓ પર ચઢતા ગયા અને તેમણે પછી ક્યારેય પણ તેમના જીવનમાં પાછળ વળીને જોયું નથી અને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. નોંધપાત્ર છે કે, તારક મેહતામાં અભિનેતા દ્વારા નિભાવવામાં આવતું જેઠાલાલનું પાત્ર ખૂબ જ હસમુખ છે, આ જ કારણ છે કે જેઠાલાલ દર્શકોની પહેલી પસંદ છે. અભિનેતા દ્વારા કરવામાં આવતી જબરદસ્ત એક્ટિંગએ દર્શકોના દિલમાં તેમની એક ખાસ જગ્યા બનાવી છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલમાં જેઠાલાલની પત્નીનું પાત્ર દયાબેન નિભાવી રહી છે પરંતુ રિયલ લાઈફમાં દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા છે. સાથે જ અભિનેતાને બે બાળકો છે, જેમાંથી તેમને એક પુત્રી છે અને તેમની પુત્રીનું નામ નિયતી જોશી છે. સાથે જ તેમને એક પુત્ર પણ છે, તેમના પુત્રનું નામ ઋત્વિક જોશી છે.

ટીવી સિરિયલ તારક મેહતા શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવવા માટે દિલીપ જોશી એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ફી તરીકે ચારર્જ કરે છે. અને તેમની એક ખાસ વાત એ છે કે તે મહિનામાં માત્ર 25 દિવસ જ કામ કરે છે, બાકીનો દિવસ તે પોતાના પરિવાર સાથે પસાર કરે છે, આ હિસાબે તેનો માસિક પગાર લગભગ 36 લાખ રૂપિયા છે.

જો જેઠાલાલની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો 2021 સુધીમાં તેઓ લગભગ 45 કરોડની સંપત્તિના માલિક હોવાનું જણાવી રહ્યા હતા. જણાવી દઈએ કે અભિનેતાને મોંઘી કારનો ખૂબ જ શોખ છે અને આ જ કારણ છે કે તેની પાસે ઘણી મોંઘી કાર છે. તેમની કારની કિંમત લગભગ 80 લાખ રૂપિયાની આસપાસ હોવાનું જણાવવામાં આવે છે.