પુત્રીનું કન્યાદાન કરીને ઈમોશનલ થયા જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી, તસવીરો શેર કરીને લખી આ ઈમોશનલ નોટ

બોલિવુડ

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક લોકપ્રિય ટીવી શો છે. તેનું મુખ્ય પાત્ર જેઠાલાલ ઉર્ફ દિલીપ જોષી ઘર-ઘર માં પ્રખ્યાત છે. જો કે દિલીપ પોતાની સીરિયલને કારણે અવરનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે પોતાની પુત્રીને કારણે હેડલાઈન્સનો ભાગ બનેલા છે. ખરેખર દિલીપ જોશીએ તાજેતરમાં જ કન્યા દાન કર્યું છે. તેમની પુત્રી નિયતિ જોશી 11 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. તેમણે યશવર્ધન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. હવે આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લગ્નમાં પુત્રીને નિહાળતા જોવા મળ્યા જેઠલાલ: પુત્રીના લગ્નમાં દિલીપ ખૂબ જ ખુશ જોવા મળ્યા. તે ખૂબ જ પ્રેમથી પુત્રીને નિહાળતા જોવા મળ્યા. તેમણે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીના લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો આખો પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.

દુલ્હન બનીને ખૂબ જ ખુશ જોવા મળી નિયતિ: પોતાના લગ્નમાં દિલીપ જોશીની પુત્રી નિયતિએ લાલ અને ક્રીમ કલરની સાડી પહેરી હતી. તેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. સાડી પર નિયતિએ સુંદર માથા પટ્ટી, ગળામાં સુંદર હાર પહેર્યો હતો. આ સોળ શણગાર નિયતિની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.

ગ્રે વાળ એ દરેકનું ધ્યાન કર્યું આકર્ષિત: આ તસવીરોમાં એક વાતે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું. નિયતિએ પોતાના ગ્રે કલર હેરમાં દુલ્હન બનીને એક નવો ટ્રેન્ડ સેટ કર્યો. સોશિયલ મીડિયા પર લોકો તેના આ આત્મવિશ્વાસની પ્રસંશા કરી રહ્યા છે. તેમને આ વાત પસંદ આવી કે નિયતિ એ અન્યની જેમ પોતાના વાળનો કલર ચેંજ કરીને પોતાને યંગ બતાવવાનો પ્રયત્ન નથી કર્યો. તે જેવી છે તેવી જ દેખાઈ.

તારક મહેતાની સમગ્ર ટીમે આપ્યા અભિનંદન: આ ગુજરાતી લગ્નમાં નિયતિ જોશીને અભિનંદન આપવા દિલીપ જોશીના તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ની આખી ટીમ પહોંચી હતી. દરેકે આ લગ્નમાં ખૂબ એન્જોય કર્યો.

જેઠાલાલે પુત્રી અને જમાઈને આપી શુભકામનાઓ: જેઠાલાલ ઉર્ફ દિલીપ જોષી પોતની પુત્રીના લગ્નમાં ઈમોશનલ પણ થઈ ગયા હતા. લગ્નની તસવીરો શેર કરતાં તેણે એક ઈમોશનલ નોટ લખી જે નીચે મુજબ છે – તમે ફિલ્મ અને ગીતોમાંથી ફિલિંગ અનુભવી શકો છો, પરંતુ જ્યારે તે તમારી સામે વાસ્તવિક રીતે થાય છે, ત્યારે તે અનુભવની તુલના કરી શકાતી નથી. મારી પુત્રી નિયતિ અને પરિવારના નવા સભ્ય મારા જમાઈ યશવર્ધનને લગ્ન માટે અભિનંદન. તમને તમારી મુસાફરીમાં બધું જ શ્રેષ્ઠ મળે. અમારી ખુશીઓમાં શામેલ થવા માટે અને કપલને અભિનંદન આપવા બદલ આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ.

દિલીપ જોશીની આ પોસ્ટ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તેને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ચાહકોથી લઈને સેલિબ્રિટીઓ તેની પુત્રીને તેના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. જણાવી દઈએ કે 53 વર્ષના દિલીપ જોશીને બે બાળકો છે. એક પુત્રી નિયતિ જોશી અને બીજો પુત્ર ઋત્વિક જોશી. સાથે જ દિલીપની પત્નીનું નામ જયમાલા જોશી છે.