હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તે તમને લગભગ દરેક હિંદુ ઘરમાં જોવા મળશે. ધાર્મિક ગ્રંથોમાં તુલસીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણના પણ તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે. કહેવાય છે કે તુલસીની અંદર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. આ છોડ જે ઘરમાં હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
કહેવાય છે કે તુલસીના છોડની અંદર સકારાત્મક ઉર્જા રહે છે. તેને ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. તેનાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. સાથે જ ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેવાથી માતા લક્ષ્મી પણ આવે છે. ઘરમાં બરકત જળવાઈ રહે છે. તુલસીના છોડની સવાર-સાંજ પૂજા કરવાથી પણ દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.
રામ અથવા શ્યામા, ક્યા તુલસી હોય છે શુભ? હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના છોડના પણ પ્રકાર હોય છે. રામા તુલસી અને શ્યામા તુલસી. હવે લોકોના મનમાં ઘણીવાર આ મૂંઝવણ રહે છે કે તે પોતાના ઘરમાં રામ કે શ્યામા ક્યા તુલસી લગાવે. ક્યા વધુ શુભ અને ફાયદાકારક હોય છે? આજે અમે તમારી આ મૂંઝવણને દૂર કરશું.
વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ઘરમાં રામા અને શ્યામા બંને તુલસી લગાવી શકાય છે. બંનેનું પોતાનું અલગ મહત્વ હોય છે. તમે બંનેમાંથી કોઈ પણ એક છોડ લગાવો, તેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. બસ એ વાતનું ધ્યાન રાખો કે રામા કે શ્યામા તુલસી કારતક મહિનાના કોઈપણ ગુરુવારે લગાવવા જોઈએ. તેનાથી તમને વધુ લાભ મળે છે.
રામા તુલસી અને શ્યામા તુલસી વચ્ચેનો તફાવત. રામા તુલસીઃ તેને ઉજ્જવલ તુલસી પણ કહેવામાં આવે છે. તેના પાનનો મોટાભાગે પૂજા-પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. તેના પાંદડા લીલા રંગના હોય છે. સ્વાદમાં તે હળવા મીઠા હોય છે. તમે તેનો ઉપયોગ ભોજન અને પૂજા બંને માટે કરી શકો છો.
શ્યામા તુલસીઃ તેને કૃષ્ણ તુલસી તરીકે પણ કહેવામાં આવે છે. આ તુલસીના પાંદડા રામ તુલસીની તુલનામાં વધુ ઘેરા લીલા અથવા જાંબલી રંગના હોય છે. તેનો રંગ ઘેરો હોવાને કારણે તેનું નામ શ્યામા તુલસી રાખવામાં આવ્યું છે. કારણ કે ભગવાન કૃષ્ણનો રંગ પણ શ્યામ હતો તેથી આ તુલસીને શ્યામા તુલસી કહેવાય છે. શ્યામા તુલસીને આયુર્વેદમાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે આ તુલસી જરૂર ખાવા જોઈએ.
તુલસી વાવવાના નિયમો: તુલસી વાવવા માટે કારતક મહિનાનો ગુરૂવાર શુભ હોય છે. ઘરની છત પર તુલસી લગાવવાથી બચો. ખાસ કરીને જે વ્યક્તિની કુંડળીમાં ધનના ભાવમાં બુધ ગ્રહ હોય છે, તેણે ભૂલથી પણ છત પર તુલસી ન લગાવવા જોઈએ. તેનું કારણ એ છે કે તુલસીનો સંબંધ બુધ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે. તુલસીને હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ કે પશ્ચિમ દિશામાં લગાવવા શુભ હોય છે. તેને દક્ષિણ દિશામાં લગાવવા અશુભ હોય છે.