જે જસ્ટિન બીબર પણ ન કરી શક્યા તે ધ્વનિ ભાનુશાલીએ કરી બતાવ્યું, બની આટલા અધધધ કરોડ વ્યૂઝ વાળી સિંગર

બોલિવુડ

ધ્વનિ ભાનુશાલી આ નામને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયા ઓળખે છે. ધ્વનિ ભાનુશાલીએ ખૂબ જ નાની ઉંમરે તે સ્થાન મેળવ્યું છે, જે દરેક મોટા કલાકાર પ્રાપ્ત કરવા ઈચ્છે છે. ધ્વનિ ભાનુશાલીના ગીતોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ધ્વનિ ભાનુશાલી તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી બોલિવૂડ ફિલ્મો માટે હિટ અને સુંદર ગીતો આપી ચૂકી છે.

ધ્વનિ ભાનુશાલીનો જન્મ 22 માર્ચ 1998 ના રોજ માયાનગરી મુંબઈમાં થયો હતો. ધ્વનિ ભાનુશાલીના પિતા ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપની ટી-સિરીઝના ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગ પ્રેસિડેન્ટ છે. ધ્વનિ ભાનુશાલીને સંગીત વારસામાં મળ્યું છે. તેમના દાદા પ્રધાન ભાનુશાલીએ પણ સંગીતની દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે ટી-સીરીઝ સાથે ઘણાં હિટ ગીતો આપી ચુકેલી ધ્વનિ ભાનુશાલીનો એક સિંગલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યો છે. આજે ધ્વનિનું ‘રાધા’ ગીત બહાર આવ્યું છે. તેમના આ ગીતને કુનાલ વર્મા દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીતને અભિજિત વાઘાણી દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. રાધા એક ભાવપૂર્ણ અને મનોહર ગીત છે. આ ગીત પ્રેમની નિર્દોષતાને દર્શાવે છે.

ધ્વનિ ભાનુશાલીએ મુંબઈથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. ધ્વનિ ભાનુશાલીએ એક સિંગર તરીકે વર્ષ 2017 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પહેલા ટી-સિરીઝ કંપની માટે ગીત ગાયું હતું. ફિલ્મ ‘બદ્રીનાથ’ ની દુલ્હનિયાનું ગીત ‘હમસફર’ ના ફીમેલ વર્જનને ધ્વનિ ભાનુશાલીએ પોતાનો અવાજ આપ્યો છે. તેના આ પહેલા જ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

આ પછી ધ્વનિએ ધૂમ મચાવી હતી. ટી સીરીઝે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી વર્ષ 2019 માં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં એક પોસ્ટરમાં ધ્વનિ ભાનુશાલીની તસવીરની સાથે તેમના બે ગીત ‘લે જા રે’ અને ‘વાસ્તે’ ને ખાસ મેંશન કરવામાં આવ્યું હતું. તેમાં તેમના ગીતના યૂ ટ્યૂબ વ્યૂઝ એક બિલિયન એટલે કે એક અબજ ક્રોસ કરવાની માહિતી આપવામાં આવી હતી.

ધ્વનિ તેમના દાદા પ્રધાન ભાનુશાલીની ખૂબ નજીક છે. જે વાતોને તે તેના માતા-પિતા સાથે શેર નથી કરતી તે તેના દાદા સાથે શેર કરે છે. બાળપણમાં ધ્વનિએ પહેલી વખત તેમના દાદા માટે એક ઘરેલુ કાર્યક્રમમાં ગીત ગાયું હતું જે એક આરતી હતી. ધ્વનિ ભાનુશાલી પોતાની આ સફળતા પર કહે છે કે હું બાળપણથી જ એક પૉપ સિંગર બનવા ઈચ્છતી હતી.

તેણે કહ્યું કે, મેં મારું આ આસપનું સાકાર કરવા માટે રાત-દિવસ મહેનત કરી છે. મારા દર્શકો તરફથી મળી રહેલા આટલા પ્રેમને જોઈને લાગે છે કે મારું સપનું સાકાર થઈ ગયું છે. હું મારી સફળતા માટે ભૂષણ સર, તનિષ્ક સર, વિનય સર અને રાધિકા મેમનો ખાસ આભાર માનું છું. તેમની સાથે જ સૌથી ઉપર મારા માતા-પિતા છે જેમણે મારો દરેક સમયે સાથ આપ્યો છે.

ધ્વનિના સોંગને યૂ ટ્યૂબ પર જબરદસ્ત વ્યૂ મળે છે. તેમના ગીત ‘વાસ્તે’ ને યુટ્યુબ પર 1.3 બિલિયન વ્યૂઝ મળ્યા હતા. આ ઉપરાંત તેમનું બીજું ગીત ‘લેજા રે’ ને ઓનલાઇન 762 મિલિયન વખત જોવામાં આવ્યું હતું. ધ્વનિનાં અન્ય ગીતો ‘ઇશારે તેરે’- 569 મિલિયન અને’ બેબી ગર્લ’- 295 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published.