મહેલ જેવું ખૂબ જ સુંદર છે ધોનીનું ફાર્મ હાઉસ, જુવો તેના ફાર્મ હાઉસની સુંદર તસવીરો

રમત-જગત

ભારતના પૂર્વ મહાન કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 40 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે વર્ષ 1981 માં ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. ધોની પોતાની રમતની સાથે પોતાની અમીરી માટે પણ જાણીતા છે. તે ભારતના બીજા સૌથી અમીર ક્રિકેટર છે. મોંઘી કાર અને લક્ઝુરિયસ ઘરની સાથે, તે લક્ઝરી ફાર્મ હાઉસના પણ માલિક છે. ચાલો આજે તમને ધોનીના ફાર્મ હાઉસની તસવીરો બતાવીએ.

મહેન્દ્રસિંહ ધાની એક સમયે સામાન્ય જીવન જીવતા હતા, પરંતુ ક્રિકેટે તેમની આખી જિંદગી બદલીને રાખી દીધી. તે એક લક્ઝરી જીવન જીવે છે અને તેમની પાસે કરોડો-અબજો રૂપિયાની સંપત્તિ છે. ધોનીની લાઈફસ્ટાઈલ ખૂબ જ સ્ટાઇલિશ છે. તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ જોતા જ બને છે.

ધોનીએ તેના ફાર્મ હાઉસ પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. મહેન્દ્રસિંહ ધોનીના ફોર્મ હાઉસનું નામ ‘કૈલાસપતિ’ છે. મળતી માહિતી મુજબ આ ફાર્મ હાઉસ 7 એકરમાં ફેલાયેલું છે.

ફાર્મ હાઉસની સુંદરતા જોતા જ બને છે. ‘કૈલાસપતિ’ ચારે બાજુથી હરિયાળીથી ઘેરાયેલું છે અને અહીં ધોનીને સમય પસાર કરવો ખૂબ પસંદ છે. વર્ષ 2017 માં પરિવાર સાથે અહીં શિફ્ટ થયા હતા. આ ફાર્મ હાઉસ જ ધોનીનું ઘર છે.

જણાવી દઈએ કે ધોનીનું આ ફાર્મ હાઉસ રાંચીમાં જ છે. તેમનું ફાર્મ હાઉસ ‘કૈલાસપતિ’ રીંગ રોડ પર આવેલું છે. જોવામાં તે કોઈ રાજ મહેલથી ઓછું નથી. આ તસવીર ફાર્મ હાઉસની બહારની છે અને તે કોઈનું પણ મન મોહી શકે છે. ધોનીના આ લક્ઝરી ફાર્મ હાઉસની મુલાકાત ઘણા ભારતીય ક્રિકેટર કરી ચુક્યા છે.

ધોનીનું ફાર્મ હાઉસ બહારથી સુંદર હોવાની સાથે જ અંદરથી પણ ખૂબ જ સુંદર છે. તે અંદરથી કોઈ ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે. ધોનીના ફાર્મ હાઉસનો દરેક એરિયા ખૂબ જ સુંદર છે. તેની પત્ની સાક્ષી સાથે પોઝ આપતા મહેન્દ્રસિંહ ધોની.

આ છે ધોનીના ઘરનો લક્ઝુરિયસ લિવિંગ રૂમ. એવું કહેવામાં આવે છે કે ધોનીએ આ ફાર્મ હાઉસને પોતાની જરૂરિયાત અને પસંદ મુજબ બનાવ્યું અને સજાવ્યું છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે એક તરફ ભૂરા રંગના સોફા છે અને બીજી બાજુ નારંગી રંગોના સોફા છે. બંને બાજુથી સોફા ખૂબ જ સુંદર અને લક્ઝરી છે.

આ છે ધોનીની પુત્રી જીવા. ધોની અને સાક્ષીની પુત્રીનો જન્મ 2015 માં થયો હતો અને તે હવે 6 વર્ષની થઈ ચુકી છે. જીવા એક પ્રખ્યાત સ્ટાર કિડ છે. આ તસ્વીરો જોઈને ધોનીના ઘરની લક્ઝુરિયસતા અને સુંદરતાનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે.

ધોનીનું ફાર્મહાઉસ હરિયાળીથી ઘેરાયેલું છે. સાથે જ તેના ઘરમાં ખૂબ સુંદર બગીચો પણ બનેલો છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે છે. ધોનીએ ફાર્મ હાઉસ પર ઘણાં ફળો અને ફૂલોનાં વૃક્ષો લગાવ્યા છે.

ધોનીના ફાર્મ હાઉસ પર કૂતરા અને ઘોડા પણ છે. ધોનીએ તેના ઘરમાં સ્વીમીંગ પુલ પણ બનાવ્યો છે. જ્યારે જીમ અને સ્પોર્ટ્સ માટે ઇન્ડોર સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યા છે.