મહેંદ્ર સિંહ ધોની ની પુત્રી જીવા ધોની ની કેટલીક નવી તસવીરો આવી સામે, તસવીરોમાં જુવો પિતા-પુત્રીનો પ્રેમ

રમત-જગત

મહેન્દ્ર સિંહ ધોની જેટલા પ્રખ્યાત ક્રિકેટર છે તેટલી જ પ્રખ્યાત તેમની નાની પુત્રી ઝીવા પણ છે. 7 વર્ષની ઉંમરમાં જ જીવા ધોનીની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. જોકે, જીવાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની માતા સાક્ષી સિંહ ધોની મેનેજ કરે છે. જીવાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી તસવીર અપલોડ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.

ચાહકો તેના પર પોતાનો પ્રેમ દિલ ખોલીને લુટાવે છે. જીવાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રીની જીવાની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

જીવા સિંહ ધોનીના એકાઉન્ટ પરથી એક વીડિયો અને બે તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો અને વીડિયોમાં જીવા પોતાના પેટ ડોગ સાથે જોવા મળી રહી છે. જીવાનો પેટ ડોગ પણ તેની સામે આગળના બંને પગ ઉંચા કરીને ઊભો જોવા મળી રહ્યો છે.

જીવા સિંહ ધોનીની આ તસવીરો જોયા પછી ચાહકોના મનમાં સૌથી પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી ઝલક જોવા મળી રહી છે. જીવા તેના પિતા માહીની જેમ જ પેટ ડોગને ટ્રેન્ડ કરે છે અને તેના પર ખૂબ પ્રેમ પણ લુટાવે છે. ઝિવા વ્હાઈટ ટોપ અને બ્લુ જીન્સ પહેરીને પોતાના પેટ ડોગ સાથે ઉભી રહીને ધોનીની યાદ ચાહકોને અપાવી રહી છે.

જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતા હતા, ત્યારે તે અવારનવાર પોતાના પેટ ડોગ સાથેની તસવીરો શેર કરતા રહેતા હતા. ધોની તેના પેટ ડોગને પ્રેમ કરતા અને તેને ટ્રેનિંગ આપતા હોવાની તસવીરો અને વીડિયો અવારનવાર શેર કરતા રહેતા હતા.

જોકે, હવે મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ જોવા મળે છે. પરંતુ જીવાની આ નવી તસવીરો જોયા પછી ચાહકોના મનમાં ધોનીની યાદો ફરી તાજી થઈ ગઈ છે. જણાવી દઈએ કે ધોનીની પત્ની સાક્ષી અવારનવાર ચાહકો માટે ધોની સાથે જોડાયેલી તસવીરો અને અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જીવા ધોનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર ઝિવાની માતા સાક્ષી રાંચી ફાર્મહાઉસની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં જીવા માત્ર પેટ ડોગ સાથે જ નહીં પરંતુ પક્ષીઓ સાથે પણ રમતા જોવા મળે છે. ધોનીની જેમ જ ઝિવાને પણ પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે ખૂબ લગાવ છે.

સાથે જ ઝિવા તેના પિતા ધોનીની જેમ ફૂટબોલર લિયોનેલ મેસીની ખૂબ મોટી ફેન છે. તાજેતરમાં, આર્જેન્ટિના નો ફિફા વર્લ્ડ કપ જીત્યા પછી, તેને મેસ્સી તરફથી સાઈન કરેલી જર્સી ગિફ્ટમાં મળી હતી. સાક્ષી ધોનીએ જીવાને મળેલી આ ગિફ્ટ સાથે ઈંસ્ટાગ્રામ પર તસવીર શેર કરતા લખ્યું હતું- જેવા પિતા, તેવી પુત્રી.