સાઉથની આ અભિનેત્રીનું હતું એમ.એસ. ધોની સાથે રિલેશન, IPL દરમિયાન બંને વચ્ચે વધી ગઈ હતી નિકટતા

રમત-જગત

ક્રિકેટર એમએસ ધોની જ્યારે ભારતીય ટીમમાં આવ્યા હતા ત્યાર પછી તેણે જે ધમાકેદાર પ્રદર્શન આપ્યું હતું તેનાથી દરેક દિવાના થઈ ગયા હતા. આ સાથે જ શરૂ થઈ હતી તેની ઘણી લવ સ્ટોરી. તેમાંથી એક હતી રાય લક્ષ્મી. આ વર્ષે આ અભિનેત્રી 32 વર્ષની થઈ ગઈ છે. 5 મે 1989 ના રોજ કર્ણાટકમાં જન્મેલી રાય લક્ષ્મીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2005 માં તમિલ ફિલ્મ ‘કારકા કસાદરા’થી ડેબ્યૂ કર્યું હતું. આ સાથે તેણે બોલિવૂડની ફિલ્મ ‘જુલી 2’ માં પણ પોતાની એક્ટિંગ બતાવી છે.

અભિનેત્રી લક્ષ્મી તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. આ અભિનેત્રી તેની પર્સનલ લાઈફની કંટ્રોવર્સી માટે જાણીતી છે. એક સમય એવો હતો જ્યારે ધોની અને લક્ષ્મીના પ્રેમ સંબંધના સમાચાર આવતા હતા. આટલું જ નહીં વર્ષ 2018 માં ધોની અને લક્ષ્મીના સાથે ફરવાના સમાચાર પણ આવ્યા હતા. તેમના વિશે એવું પણ કહેવામાં આવતું હતું કે રાય લક્ષ્મી તે સમયે ધોની માટે સંપૂર્ણ રીતે પાગલ હતી. પરંતુ આગળ જઈને બંનેના રસ્તા અલગ થઈ ગયા.

આટલું જ નહીં, જ્યારે એમએસ ધોનીની બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ પર કામ શરૂ કરાયું હતું, તે સમયે પણ રાય લક્ષ્મી ખૂબ ડરી ગઈ હતી. તેને ડર હતો કે તેની સાથે રહેલો ધોનીનો સંબંધ ફિલ્મમાં બતાવવામાં ન આવે. પરંતુ રાય લક્ષ્મીના પાત્રને આ ફિલ્મમાં શામેલ કરવામાં આવ્યું ન હતું. આ સાથે દુનિયાના ઘણા લોકોને આ સંબંધ વિશે જાણકારી મળી નહીં. વર્ષ 2016 માં એકવાર આ અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ખબર નહિં કેમ લોકો મારા ભુતકાળ પાછળ છે. હું અને ધોની બંને આજે ઘણા આગળ જઈ ચુક્યા છીએ.

રાય લક્ષ્મીએ કહ્યું કે તે સમયે હું આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી. જો કે તે ટીમનો કેપ્ટન હતો, તેથી અમે ઘણા સમય સુધી સાથે રહ્યા. આ સમય દરમિયાન અમે ન તો એક બીજા સાથે કોઈ પણ પ્રકારની કમિટમેંટ કરી કે ન તો એક બીજા સાથે લગ્ન કરવાનું વિચાર્યું. તેથી મને નથી ખબર શા માટે લોકો આજે પણ અમારા વિશે વાત કરે છે.

આ અભિનેત્રીએ થોડા વર્ષો પહેલા એક ઈંગ્લિશ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, આજે આટલો સમય વીતી ગયો છે, પરંતુ જ્યારે પણ ધોની વિશે વાત કરવામાં આવે છે ત્યારે મારો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે. આજે પણ અમારા રોમાંસની અફવાઓ બિનજરૂરી રીતે ઉડતી રહે છે, મને તેનાથી સખત નફરત છે. તેણે કહ્યું, મને લાગે છે કે ધોની સાથે મારો સંબંધ એક ડાઘ જેવો છે. ધોની પછી પણ મારા ત્રણ-ચાર લોકો સાથે સંબંધ રહ્યા, પરંતુ તેના પર કોઈએ ધ્યાન આપ્યું નહીં.

નોંધપાત્ર વાત એ છે કે, આ અભિનેત્રી 2016 માં રિલીઝ થયેલી સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘અકીરા’ માં માયાની ભૂમિકામાં જોવા મળી હતી. આ પછી તે બોલિવૂડમાં ‘જુલી 2’ અને ‘ઓફિસર અર્જુન સિંઘ આઈપીએસ બેચ 2000’ માં પણ જોવા મળી હતી. રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રાય લક્ષ્મી છેલ્લા 15 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. રાય લક્ષ્મીએ અત્યાર સુધીમાં વાલ્મિકી, નીકુ નાકુ, ધર્મપુરી, ક્રિશ્ચિયન બ્રધર્સ, કંચના, વેલ્લી થિરઇ, ધામધૂમ, વામનન, મનકથા, વન યુદ્ધમ, બાલુપુ, જુલી 2, નીયા 2, બેંગ્લોર નાટકલ, કેદી નંબર 150, મીરુગા હુહ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.