રાંચીમાં એમએસ ધોનીએ બનાવ્યું છે લક્ઝરી ફાર્મહાઉસ, તેમાં જિમથી લઈને સ્વિમિંગ પૂલ-પાર્ક બધું જ છે, જુવો ધોનીના ફાર્મહાઉસની તસવીરો

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે, પરંતુ આજે પણ તેમના પ્રત્યે ચાહકોની દીવાનગી ઓછી થઈ નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ધોની પોતાનો મોટાભાગનો સમય રાંચીમાં પસાર કરે છે.

તેમને કાર અને બાઈકનો ખૂબ શોખ છે, સાથે જ ધોનીને હરિયાળી પણ ખૂબ પસંદ છે. તેમણે રાંચીમાં રિંગ રોડ પાસે 7 એકરમાં એક ફાર્મહાઉસ બનાવ્યું છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ હાજર છે. ચાલો જોઈએ કે કેવું છે ધોનીનું લક્ઝરી ફોર્મ હાઉસ અને અંદર કેવા-કેવા પ્રકારની સુવિધાઓ છે.

ફાર્મહાઉસમાં ઉપલબ્ધ છે ઘણી સુવિધાઓ: ઝારખંડની રાજધાની રાંચીમાં રિંગ રોડ પાસે 7 એકરમાં ધોનીનું ફાર્મહાઉસ બનેલું છે. તેમાં જીમ, સ્વિમિંગ પૂલ, પાર્ક અને બેડરૂમ જેવી સુવિધાઓ છે.

ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયું: રાંચીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનું લક્ઝરી ફાર્મહાઉસ અવારનવાર ચર્ચામાં રહે છે, જેને ધોનીએ સુંદર રીતે સજાવ્યું છે. અહીં ભારતીય ટીમમાં રમતા ખેલાડીઓ અવારનવાર જોવા મળે છે.

રાંચીના રિંગ રોડ પાસે છે ધોનીનું ફાર્મહાઉસ: રાંચીના રિંગ રોડ પાસે બનેલું ધોનીનું ફાર્મ હાઉસ લગભગ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયું હતું. તેને ધોનીએ જ ડિઝાઇન કરાવ્યું હતું. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

સ્વિમિંગ પૂલ અને જિમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે: આ ફાર્મહાઉસમાં ધોની માટે પ્રેક્ટિસ એરિયાની સાથે સ્વિમિંગ પૂલ અને જિમ જેવી લક્ઝરી સુવિધાઓ પણ છે. ધોનીની પત્ની સાક્ષી અને જીવાએ પણ આ તસવીર ઘણી વખત ઈન્સ્ટા પર શેર કરી છે.

વર્તમાન ટીમના ખેલાડીઓ પણ અહીં આવી ચુક્યા છે: મહેન્દ્ર સિંહ ધોની આ ફાર્મહાઉસમાં ભારતીય ક્રિકેટરોને પણ લઈ જઈ ચુક્યા છે. તાજેતરમાં ધોનીએ એક ડોમેસ્ટિક મેચ માટે રાંચી ગયેલા ખેલાડીઓને અહીં બોલાવ્યા હતા.

2019માં રમી હતી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ: ધોનીએ પોતાની છેલ્લી વનડે મેચ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જ્યાં ભારતીય ટીમ સેમીફાઈનલ મેચ હાર્યા પછી બહાર થઈ ગઈ હતી.

આ વર્ષે છેલ્લી વખત IPLમાં મળી શકે છે જોવા: ધોની હવે આ વર્ષે તેમની છેલ્લી આઈપીએલ મેચ રમી શકે છે. તેમણે ભારતને ક્રિકેટના દરેક ફોર્મેટમાં નંબર વન બનાવ્યું છે.

ભારતને અપાવી છે ICCની ત્રણેય ટ્રોફી: ધોનીએ વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. તે ભારતના સફળ કેપ્ટન પણ છે.