કરોડોની સંપત્તિ હોવા છતા એમએસ ધોની જીવે ખૂબ જ સરળ જીવન, જુઓ તેમની સાદગી ભરેલી તસવીરો

રમત-જગત

ભારત અને દુનિયાના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘણા લોકોની પ્રેરણા છે અને તેમને બધા લોકો ખૂબ જ નજીકથી ફોલો કરે છે. તેમને સૌથી સ્માર્ટ કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે. જ્યાં તે મેચ દરમિયાન ખૂબ જ શાર્પ મગજથી કેપ્ટનશિપ કરે છે, તે જ કારણથી લાખો લોકો તેના દિવાના છે.

તેમણે 28 વર્ષ પછી ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડ્યો હતો, તેમણે ભારતને T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી હતી. આ સાથે તેમણે ચેન્નઈને 4 વખત એવોર્ડ અપાવ્યો હતો. તેમણે ભારત અને ચેન્નઈ માટે રમીને ઘણી મેચો જીતી છે અને તેમણે ઘણી મેચ વિનિંગ મેચો રમી છે, તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

જોકે તે પર્સનલ લાઈફમાં ખૂબ અલગ રહે છે. તેઓ ખૂબ જ સિમ્પલ જીવન જીવે છે. અને તેમનું જીવન પ્રત્યેનું ખૂબ જ અલગ વલણ છે. તે પોતાની સાથે ઘણો સમય પસાર કરે છે.

મેચો વગેરે ઉપરાંત, જ્યારે તે બહાર હોય છે, ત્યારે તે ખૂબ જ સાદગી ભરેલું જીવન જીવે છે અને તે ખૂબ જ સાદા કપડાં પહેરે છે. તે ફેશન પર વધુ ધ્યાન આપતા નથી. સાથે જ તેઓ ઘણી વખત ઘરે જ વાળ કપાવતા જોવા મળ્યા છે અને આ કારણે લોકો તેમને ખૂબ પસંદ કરે છે.

જો કે, આ બધા ઉપરાંત તેમને બાઇક્સમાં ખૂબ રસ છે. તેમની પાસે ઘણા બધા બાઈક્સ અને કાર છે. તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે. તેમણે વર્ષ 2020માં જ નિવૃત્તિ લીધી હતી અને ત્યાર પછીથી તે માત્ર આઈપીએલ જ રમે છે.

તેઓ આ વર્ષે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. આ તેમની છેલ્લી સીઝન હશે. ચેન્નઈ સુપર કિંગ્સે પણ આ વાતની ઘોષણા કરી છે. સાથે જ 14 મે ના રોજ ચેન્નઈના ચેપુકમાં તેમની છેલ્લી મેચ હશે, જ્યાં આ મેચ કોલકતા સામે હશે.

એમએસ ધોનીએ સાક્ષી  રાવત સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્રી પણ છે. જેનું નામ જીવા ધોની છે. જીવા તેના પિતાની ખૂબ જ નજીક છે. ધોની તેમની પુત્રી જીવાને ખૂબ પ્રેમ કરે છે. ધોની તેમના પરિવાર સાથે રાંચીમાં આવેલા તેમના ફાર્મહાઉસમાં રહે છે. ધોની પત્ની સાક્ષી અવારનવાર તેના રાંચી વાળા ફાર્મહાઉસની તસવીરો શેર કરતી રહે છે.