IPL 2022: ધોનીએ છોડી CSKની કેપ્ટનશિપ, સેહવાગ-રૈના એ આપ્યું આવું રિએક્શન, ઈમોશનલ થયા વિરાટ કોહલી

રમત-જગત

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022)ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો નિર્ણય લીધો છે અને તેમણે પોતાના નિર્ણયથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. જણાવી દઈએ કે IPLની 15મી સીઝન શરૂ થવાના બે દિવસ પહેલા જ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી દરેકને ચોંકાવી દીધા છે. 14 વર્ષ પછી ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી દીધી છે. તેના આ નિર્ણય પર ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોના રિએક્શન આવી રહ્યા છે. સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ધોનીના આ નિર્ણય પર પોતાની વાત કહી છે.

ધોની દ્વારા કેપ્ટનશીપ છોડવા પર વિરાટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તે આ દરમિયાન ઈમોશનલ જોવા મળ્યા. વિરાટે એક ટ્વિટ કર્યું છે અને તેની સાથે એક તસવીર પણ શેર કરી છે. આ તસવીર IPL દરમિયાનની છે, જેમાં ધોની ચેન્નઈ સુપર કિંગ્સની જર્સીમાં તો વિરાટ પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સીમાં જોવા મળી રહ્યા છે.

પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ આ તસવીર શેર કરવાની સાથે લખ્યું છે કે, “પીળી જર્સીમાં સુંદર કેપ્ટનશીપનો કાર્યકાળ. એક અધ્યાય ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં, હંમેશા સમ્માન.” ધોની અને વિરાટની આ તસવીર અને આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. બંને દિગ્ગજ કલાકારોના ચાહકો તેના પર ખૂબ રિએક્શન આપી રહ્યા છે.

વસીમ જાફરનું ટ્વીટ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ધોનીના કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર ટ્વીટ કરતા લખ્યું છે કે, “MS ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે અને એક ખેલાડી તરીકે બની રહ્યા: #IPL2022”. આ સાથે તેણે ફિલ્મ ‘બાહુબલી’ સાથે જોડાયેલી એક નાની ક્લિપ પણ શેર કરી છે.

સુરેશ રૈનાએ પણ કર્યું ટ્વીટ: સુરેશ રૈનાએ પણ ટ્વીટ કરતા લખ્યું છે કે, “મારા ભાઈ માટે એકદમ રોમાંચિત. હું કોઈ એવી ફ્રેન્ચાઈઝીની બાગડોર સંભાળવા માટે સારી રીતે કોઈ વિશે વિચારી શકતો નથી, જેમાં આપણે બંને મોટા થયા. શુભકામનાઓ. @imjadeja (રવીન્દ્ર જાડેજા). આ એક રોમાંચક તબક્કો છે અને મને વિશ્વાસ છે કે તમે બધી અપેક્ષાઓ અને પ્રેમ પર ખરા ઉતરશો.”

જાડેજાને મળી ચેન્નઈની કેપ્ટનશીપ: જણાવી દઈએ કે આઈપીએલની શરૂઆતથી જ મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યા હતા. તે સતત 14 વર્ષ સુધી CSKના કેપ્ટન રહ્યા અને હવે આ પદ પરથી હટી ગયા છે. હવે ચેન્નઈની કેપ્ટનશીપ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંભાળશે. CSK તરફથી ધોની દ્વારા કેપ્ટનશિપ છોડવાની સાથે જ જાડેજાને નવા કેપ્ટન બનાવવાની ધોષણા પણ કરવામાં આવી છે.

વીરેન્દ્ર સેહવાગે પણ કર્યું ટ્વીટ: ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગ બ્રાન્ડની મહાન સ્ટોરીમાંથી એક છે. ખૂબ ઓછા લોકોની જેમ, થાલા ધોની અને ચેન્નાઈનું કનેક્શન રહેશે. ચેન્નઈ ભાગ્યશાળી હતું કે તેમને તેમના જેવો લીડર મળ્યો અને તેમને માલિકો અને શહેર તરફથી જે સાથ અને પ્રેમ મળ્યો છે તે અવિશ્વસનીય છે.”

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોને ટ્વીટ કરતા લખ્યું છે કે, “રોકસ્ટારની સરખામણીમાં એમએસ ધોની માટે વધુ સારા રિપ્લેસમેન્ટ કેપ્ટન વિશે વિચારી શકું છું(રવીંદ્ર જાડેજા)”.

કમેંટેટર હર્ષ ભોગલેએ લખ્યું છે કે, “એક યુગનો અંત” અમે અભિવ્યક્તિનો ઉપયોગ ક્યારેક-ક્યારેક ખૂબ જ શિથિલ રીતે કરીએ છીએ. પરંતુ ધોનીની કેપ્ટનશીપનો ત્યાગ ખરેખર તે બધા વફાદાર ચાહકો માટે એક યુગનો અંત છે કે જેમની સાથે તેમણે આ પ્રકારનો સંબંધ બનાવ્યો છે, જેમની પાસે ખૂબ ઓછા લોકો છે.”

26 માર્ચથી શરૂ થઈ રહી છે IPL 2022, ચેન્નઈ-કોલકાતા પ્રથમ મેચમાં ટકરાશે: IPL 2022 ની શરૂઆત 26 માર્ચથી શરૂ થઈ રહી છે. પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામસામે ટકરાશે. જણાવી દઈએ કે આ વખતે IPLમાં 10 ટીમો છે. બે નવી ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જોડાઈ ગઈ છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા છે અને લખનૌના કેપ્ટન કેએલ રાહુલ છે.