ધોનીની સફળતા પાછળ છે તેમની બહેનનો મોટો હાથ, જે આજે પણ જીવે છે સિમ્પલ જીવન, જુવો ધોનીના પરિવારની તસવીરો

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીની આ સફળતા પાછળ તેમના પરિવારનો મોટો હાથ રહ્યો છે. ધોની પર બનેલી ફિલ્મમાં ધોનીનો અને તેમની પાછળ પૂરા પરિવારનો કેટલો સંઘર્ષ રહ્યો, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ધોનીએ પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આજે આપણે દેશવાસીઓના ફેવરિટ મહાન ખિલાડી મહેન્દ્ર સિંહ ધોનીના પૂરા પરિવાર વિશે જાણીશું.

ધોનીની બહેન: ધોનીની બહેનનું નામ જયંતિ છે. જયંતીએ પોતાના ભાઈને ક્રિકેટર બનવા માટે દરેક શક્ય મદદ કરી હતી. શરૂઆતના તબક્કામાં ધોનીના પિતા ઈચ્છતા ન હતા કે તેમનો પુત્ર ક્રિકેટર બને, ત્યારે જયંતી એ માહીનો ખૂબ સાથ આપ્યો હતો. આ વાત ફિલ્મમાં પણ જોવા મળી છે. હાલમાં જયંતિ એક સ્કૂલમાં ટીચર છે.

ધોનીના ભાઈ: ધોનીના મોટા ભાઈનું નામ નરેન્દ્ર સિંહ ધોની છે. તેઓ સમાજવાદી પાર્ટીના નેતા છે. કહેવાય છે કે જ્યારે ધોની 10 વર્ષના હતા. ત્યારે તેના ભાઈ નરેન્દ્ર ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

ધોનીના માતા-પિતાઃ ધોનીના પિતાનું નામ પાન સિંહ અને માતાનું નામ દેવકી દેવી છે. ધોનીના પિતા પાન સિંહ મૂળ રીતે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રહેવાસી છે. જોકે, 1964માં તેઓ રાંચીમાં સ્થાયી થયા. પાન સિંહ મેકોન કંપનીમાં કામ કરતા હતા. અહીં તે શરૂઆતમાં પંપ ઓપરેટર હતા અને રાંચીની ડોરાન્ડા કોલોનીમાં રહેતા હતા.

ધોનીની પત્ની અને પુત્રીઃ ધોનીએ 4 જુલાઈ 2010ના રોજ સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા. સાક્ષીનો જન્મ 19 નવેમ્બર 1988ના રોજ ગુવાહાટીમાં થયો હતો. સાક્ષીએ ઔરંગાબાદથી હોટેલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. જુલાઈ 2010માં ધોનીના લગ્નના લગભગ 5 વર્ષ પછી 6 ફેબ્રુઆરી 2015ના રોજ તે એક પુત્રીના પિતા બન્યા હતા. ધોનીની પુત્રી હવે 7 વર્ષની થઈ ચુકી છે અને તે અવારનવાર તેના પિતા સાથે જોવા મળે છે.