સુપરહીરો બન્યા MS ધોની, શું ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ધોની, જાણો શું છે સત્ય

બોલિવુડ

‘ધોની’ આ માત્ર એક નામ જ નથી પરંતુ એક બ્રાન્ડ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દરેકના ફેવરિટ છે. તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ધોનીએ ક્રિકેટમાંથી ભલે નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેમની લોકપ્રિયતામાં બિલકુલ પણ ઘટાડો થયો નથી. ક્રિકેટમાં સફળતાના ઝંડા લહેરાવ્યા પછી ધોની હવે નવી ઇનિંગ રમવા માટે તૈયાર છે.

સુપરહીરો બન્યા ધોની: ખરેખર ધોની ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની આ એન્ટ્રી ખૂબ જ એકદમ ધમાકેદાર અને આકર્ષક છે. ખરેખર ધોનીનો આ દિવસોમાં એક સુપરહીરો વાળો લુક ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં ધોનીના માથા પર લાંબા વાળ અને ગળામાં ઘણી માળાઓ જોવા મળી રહી છે. તેમનો આ લૂક મહાદેવ જેવો છે. તે આ વાયરલ લુકમાં રુદ્ર અવતારમાં જોવા મળી રહ્યા છે.

ગ્રાફિક નોવેલ થી કરશે ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ: મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં પોતાની ગ્રાફિક નોવેલ ‘અથર્વઃ ધ ઓરિજિન’ ને લઈને ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો છે. તેમાં પૂર્વ કેપ્ટન ધોની સુપરહીરોના પાત્રમાં ખૂબ જ પરફેક્ક્ટ લાગી રહ્યા છે. ‘અથર્વઃ ધ ઓરિજિન’નું આ ટીઝર જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

રાક્ષસો સાથે લડશે ધોની: ગ્રાફિક નોવેલ ‘અથર્વઃ ધ ઓરિજિન’ એક પૌરાણિક સાયન્સ ફિક્શન વેબ સિરીઝ છે. તેમાં ચાહકો ધોનીને તેના એનિમેટેડ લૂકમાં જોઈ શકશે. આ સિરીઝમાં ધોની રાક્ષસો સામે લડતા જોવા મળશે. ધોનીના આ નવા લુક અને ગ્રાફિક નોવેલની લોકો આતુરતાથી રાહ જોઈ છે. તે ટૂંક સમયમાં જ ધોનીનું આ નવું રૂપ જોવા ઈચ્છે છે.

સીરીઝને લઈને રોમાંચિત છે ધોની: પોતાની આ ગ્રાફિક નોવેલ વિશે ધોનીએ કહ્યું કે તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ એક રોમાંચક સાહસ છે. ગ્રાફિક નોવેલ ‘અથર્વ – ધ ઓરિજિન’ની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. સાથે જ તે ઇમર્સિવ આર્ટવર્ક સાથે રજૂ કરવામાં આવી રહી છે.

ધોની એન્ટરટેઈનમેન્ટ લાવી રહ્યું છે સીરીઝ: ગ્રાફિક નોવેલ પર આધારિત આ સિરીઝ ધોની એન્ટરટેઈનમેન્ટ લાવી રહ્યું છે. જણાવી દઈએ કે ધોનીની પત્ની સાક્ષી તેની મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેણે આ સીરીઝને રોમાંચક જણાવી છે. આ નવલકથાના લેખક રમેશ થમિલમાની છે. ગ્રાફિક નોવેલનું નિર્માણ વિરઝુ સ્ટુડિયો અને MIDAS ડીલ્સ પ્રાઈવેટ લિમિટેડ એ સાથે મળીને કર્યું છે.

ડ્રીમ પ્રોજેક્ટ છે અથર્વ – ધ ઓરિજિન: ‘અથર્વ – ધ ઓરિજિન’ ગ્રાફિક નોવેલના લેખક રમેશ થમિલમની કહે છે કે આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે. તે મારા દિલની નજીક છે. તેને અમે ઘણા વર્ષોના વિઝન અને વિચારોથી જીવંત કર્યું છે. તેને સૌથી શ્રેષ્ઠ કૃતિમાં બદલીને રજૂ કરવામાં આવી રહ્યું છે. એમએસ ધોની તેમાં અથર્વની ભૂમિકામાં જોવા મળશે.