ક્રિકેટની દુનિયાથી દૂર પોતાના ફાર્મહાઉસ પર ઘોડાની સેવા કરતા જોવા મળ્યા એમએસ ધોની, જુવો વીડિયો

રમત-જગત

ચેન્નાઈ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(એમએસ ધોની) દરેકના ફેવરિટ છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. આ સમયે ધોની રાંચીમાં આવેલા તેના ફાર્મ હાઉસમાં ક્વાલિટી સમય પસાર કરી રહ્યો છે. તેનું એક કારણ આઈપીએલ 2021 નું મુલતવી હોવું પણ છે. અહીં ફાર્મ હાઉસ પર તે તેના પરિવાર અને પાલતુ પ્રાણી સાથે એન્જોય કરી રહ્યો છે.

ધોનીની સાથે સાથે તેની પત્ની સાક્ષી સિંહ પણ ચાહકોની વચ્ચે પ્રખ્યાત છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ધોની સાથે જોડાયેલા અપડેટ્સ પણ ચાહકો સાથે શેર કરે છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધોનીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની તેના પ્રિય ઘોડા ચેતકની સેવા કરતા જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ધોની ખુશીથી તેના પાલતુ ઘોડા ચેતકની માલિશ કરે છે. આ કરતી વખતે તેના ચહેરા પર સંતોષનો ભાવ જોવા મળે છે. ધોની ઘોડા સાથે રમે પણ છે. આ દરમિયાન તેનો ઘોડો જમીન પર પડેલો છે અને તે તેને મસાજ કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરતાં સાક્ષીએ કેપ્શનમાં લખ્યું છે- પેમ્પરિંગ ટાઈમ એટલે કે લાડ પ્રેમનો સમય.

ઘોડા સાથે રમતા ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 3 લાખ 54 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. જણાવી દઈએ કે ધોનીને પ્રાણીઓ સાથે કંઈક વધુ જ લગાવ છે. એક ઘોડા ઉપરાંત તેના ફાર્મહાઉસ પર 6 કૂતરાઓ છે, જેનું નામ લેહ, ઝોયા, જારા, સૈમ, ગબ્બર અને લીલી છે.

ધોનીનું સુંદર ફાર્મ હાઉસ રાંચીના રિંગરોડ પર આવેલું છે. તેનું નામ ‘કૈલાસપતિ ફાર્મ હાઉસ’ છે. તે 7 એકરમાં ફેલાયેલલું છે. ધોની 2017 થી અહીં રહે છે. જ્યારે પણ તે ક્રિકેટથી ફ્રી હોય ત્યારે તે અહીં પરિવાર સાથે સમય પસાર કરવા આવે છે. તેના ફાર્મ હાઉસમાં ઇન્ડોર સ્ટેડિયમ, સ્વીમીંગ પૂલ, નેટ પ્રેક્ટિસિંગ ગ્રાઉન્ડ અને અલ્ટ્રા મોર્ડન જિમ પણ છે.

થોડા સમય પહેલા સાક્ષીએ ધોનીની એક જૂની તસવીર પણ શેર કરી હતી. તેમાં તે બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તે પોતાની સ્ટાઇલમાં સ્ટમ્પની પાછળ ઉચો હતો. આ તસવીર શેર કરતા સાક્ષીએ કેપ્શનમાં લખ્યું હતું- બ્લાસ્ટ ફર્મ ધા પાસ્ટ.