રિટાયરમેંટ પછી ફાર્મહાઉસમાં દૂધ અને શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે મહેંદ્ર સિંહ ધોની, જુવો તસવીરો

રમત-જગત

આપણી ઈંડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આજે ભલે ક્રિકેટની દુનિયામાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે, પરંતુ આજે પણ ધોની તેના ચાહકો માટે ક્રિકેટનો સુપરહીરો છે અને તે કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખાય છે અને આજે આપણી ઈંડિયન ક્રિકેટ ટીમ જે સ્થાન પર પહોંચી છે તેને ત્યાં પહોંચાડવામાં મહેંદ્રસિંહ ધોનીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને તેનો બધો ક્રેડિટ ધોનીને જાય છે. ધોનીએ પોતાના સુંદર પ્રદર્શન અને કુલ સ્ટાઈલથી ટીમને એક નવી દિશા આપી છે અને પોતાના દેશનું નામ આખી દુનિયામાં રોશન કર્યું છે. અને ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી મહેન્દ્રસિંહ ધોની જેવો કેપ્ટન કોઈ રહ્યો નથી અને કોઈ બનશે પણ નહિં અને આજે પણ દેશ અને દુનિયામાં ધોનીના ચાહકોની કમી નથી.

આ દિવસોમાં, ક્રિકેટની દુનિયામાંથી નિવૃત્તિ લીધા પછી, ધોની આ દિવસોમાં પોતાના ફાર્મ હાઉસમાં પ્રકૃતિ સાથે પોતાનો વધુને વધુ સમય પસાર કરી રહ્યો છે, અને આ દિવસોમાં ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેના ફાર્મ હાઉસમાં ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે. અને ફાર્મિંગમાં ખૂબ મન લગાવી રહ્યા છે, જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીનું આ ફાર્મ હાઉસ ધૂર્વાના સેમ્બોમાં 55 એકરમાં પથરાયેલું છે અને આ ફાર્મ હાઉસમાં ધોની ડેરી ફાર્મિંગની સાથે ઓર્ગેનિક ખેતી પણ કરે છે.

આ ફાર્મ હાઉસમાં, ધોની મોસમી શાકભાજી ઉગાડે છે અને તેને બજારમાં સારી કિંમતે વેચે છે અને તેનાથી જે ફાયદો મળે છે તે પોતાના ફાર્મ હાઉસમાં કામ કરતા કામદારોને વહેંચે છે અને ત્યાર પછી બાકી રહેલો નફો ધોનીના બેંક એકાઉંટમાં ટ્રાંસફર કરવામાં આવે છે.

જણાવી દઈએ કે આ ફાર્મ હાઉસમાં કરવામાં આવતી ખેતીથી ધોનીને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો નફો મળી ચુક્યો છે, અને ધોનીનું પણ આ ફાર્મ હાઉસમાં ખૂબ જ મન લાગે છે અને તે અહીં ઘણીવાર પોતાનો ક્વાલિટી ટાઈમ પસાર કરે છે.

આ દિવસોમાં ધોનીના ફાર્મ હાઉસમાં ટામેટાં, કોબી, ફ્લાવર, વગેરે મોસમી શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે અને ધોનીના આ ફાર્મહાઉસમાં દરરોજ 80 કિલો ટામેટાંનું ઉત્પાદન થાય છે અને તેની માર્કેટ ડિમાંડ પણ વધારે છે અને માર્કેટમાં જતાની સાથે તે વહેચાય જાય છે.

જણાવી દઈએ કે ધોનીના ખેતરોમાં ઉગાડવામાં આવતા ટામેટાં બજારમાં 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વહેંચાય છે અને તેમના ડેરી ફાર્મમાં પણ દરરોજ 300 લિટર દૂધનું ઉત્પાદન થાય છે, જે બજારમાં 55 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે અને આ દૂધ એકદમ શુદ્ધ છે. તેમાં કોઈપણ પ્રકારની મિલાવટ કરવામાં આવતી નથી.

જણાવી દઈએ કે ધોનીના ડેરી ફાર્મ ભારતીય જાતિની સહવાલ અને ફ્રાંસની જાતિની ફ્રિઝિયન ગાય પાળવામાં આવે છે અને આ બધી ગાય પંજાબથી લાવવામાં આવી છે અને હાલમાં ધોનીની ગૌશાળામાં આશરે 70 જેટલી ગાયો છે અને ધોનીના ફાર્મ હાઉસની દેખરેખ શિવાનંદન અને તેમની પત્ની સુમન યાદવ કરે છે અને ધોની બે-ત્રણ દિવસે આ ફાર્મ હાઉસની મુલાકાત લેતા રહે છે અને જ્યારે તે અહીં આવે છે ત્યારે તે ગાય સાથે ઘણો સમય પસાર કરે છે અને તેને આ ફાર્મ હાઉસમાં સમય પસાર કરવો ખૂબ પસંદ છે. અહીં તે ખૂબ જ ખુશ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.