ધીરુભાઈની પુત્રીએ કર્યા છે લવ મેરેજ, લગ્ન પછી સાસરિયામાં થઈ મુશ્કેલી તો પિતા એ કહ્યું કે….

વિશેષ

ભારતના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના વારસાને તેમના બંને પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આગળ વધારી રહ્યા છે. લોકો આ વાત પણ નથી જાણતા કે, મુકેશ અંબાણીની બે સગી બહેનો પણ છે. તેમની આ બહેનોના નામ નીના અને દીપ્તિ છે. દીપ્તિ ધીરુભાઈનું સૌથી નાનું સંતાન છે. તેણે પોતાના ભાઈ મુકેશ અંબાણીના મિત્ર સાથે લવ મેરેજ કર્યા છે.

દીપ્તિ અંબાણીના પતિનું નામ રાજ સાલગાંવકર છે. રાજ સાલગાંવકર મૂળ રીતે ગોવાના રહેવાસી છે. અને ત્યાં જ સેટલ છે. દીપ્તિ અંબાણી પણ લગ્ન પછી પતિ સાથે ગોવામાં રહે છે. તમને જણાવી દઈએ કે દીપ્તિ અને રાઝના લગ્ન વર્ષ 1983માં થયા હતા. લગ્ન પછી તે મુંબઈથી ગોવા શિફ્ટ થઈ ગઈ હતી. દિલથી સંપૂર્ણ રીતે મરાઠી દીપ્તિ માટે ગોવામાં સેટલ થવું ખૂબ મુશ્કેલ રહ્યું હતું.

દીપ્તિ લગ્ન કર્યા પછી પહેલીવાર જ્યારે તેના સાસરે ગઈ ત્યારે તેને તેના સાસુ સહિત પરિવારના ઘણા સભ્યો સાથે વાત કરવામાં પણ ખૂબ મુશ્કેલી થતી હતી. કારણ કે તે લોકોને કોંકણી ઉપરાંત કોઈ અન્ય ભાષા આવડતી ન હતી. અને દીપ્તિને કોંકણી બિલકુલ આવડતી ન હતી. સાથે જ બીજી બાજુ મુંબઈ પછી ગોવાના સુમસામ અને શાંત સાસરિયામાં દીપ્તિનું મન બિલકુલ પણ લાગતું ન હતું.

આવી સ્થિતિમાં તે એક વખત ગુસ્સામાં આવીને પોતાના પિતાને ફરિયાદ કરવા લાગી કે આ હું ક્યાં આવી ગઈ. અહીં સંપૂર્ણરીતે સન્નાટો છે. કોઈપણ પ્રકારની કોઈ મસ્તી પણ નથી થતી. દીપ્તિનું આટલું કહેવા પર તેના પિતા ધીરુભાઈએ તેને સમજાવ્યું કે તમે જે ચીજની કમી અનુભવી રહ્યા છો તેને ત્યાં બનાવો. જોત જોતામાં દીપ્તિ ગોવાના રંગમાં રંગાઈ ગઈ. હવે તે કોંકણી પણ જાણે છે અને ગોવાની લાઈફસ્ટાઈલ પણ જીવે છે.

દીપ્તિના પતિ વીએમ સાલગાવકર ગ્રૂપ ઓફ કંપનીઝના માલિક છે, જે અયસ્કનું ખાણકામ, આયર્ન ઓરની નિકાસ, રિયલ એસ્ટેટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સાઅથે જોડાયેલી છે. કહેવાય છે કે લગભગ પાંચ વર્ષ સુધી દીપ્તિ અને રાજ વચ્ચે સંબંધ ચાલ્યો અને વર્ષ 1983માં બંને પરિવારોની સહમતિ સાથે દીપ્તિ અને રાજે એકબીજા સાથે લગ્ન કર્યા.

દીપ્તિના પતિ રાજ સાલગાવકર ખૂબ જ ભણેલો છે. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી પ્રોડક્શન એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી મેળવી છે. સાથે જ યુએસએની યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયામાંથી ફાયનાન્સમાં એમબીએ પણ કર્યું છે.

દીપ્તિ અને રાજ સાલગાવકર બે બાળકો ઈશિતા સાલગાવકર અને વિક્રમ સાલગાવકરના માતા-પિતા છે. ઈશિતા સાલગાવકરના લગ્ન નીરવ મોદીના નાના ભાઈ સાથે થયા છે. દીપ્તિ લાઈમ લાઈટથી પણ દૂર રહે છે. જણાવી દઈએ કે દીપ્તિ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીના અને રાજ સાલગાવકરના પિતા પણ સારા મિત્રો હતા.