પોતાના જમાનાના સુપરસ્ટાર અભિનેતા ધર્મેન્દ્રને આજે ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે અભિનેતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાની બગડતી તબિયતના સમાચાર સામે આવતા જ તેના ચાહકો ચિંતામાં પડી ગયા છે.
રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતાની સ્થિતિ ખૂબ ગંભીર છે. જો કે આ સમાચાર દરમિયાન ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલનું નિવેદન સામે આવ્યું છે. બોબીએ ચાહકોને તેના પિતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.
બોબી દેઓલે આપી અપડેટ: અભિનેતાએ અફવાઓનું ખંડન કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે તેના પિતા ઘર પર છે. તેમણે એમ પણ કહ્યું કે અભિનેતા સંપૂર્ણ રીતે ઠીક છે. તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો છે. તેના માટે હું તેના તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો પ્રેમ અને સ્નેહ આવો જ બની રહે.”
જણાવી દઈએ કે મે મહિનાની શરૂઆતમાં ધર્મેન્દ્રને રૂટીન ચેક-અપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ પાછળથી તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો દ્વારા ખુલાસો કર્યો હતો કે તેમની પીઠના સ્નાયુઓમાં ખેંચાણને કારણે તેમને થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે વીડિયો શેર કરતાં લખ્યું હતું, “મિત્રો, ચીજોને જબરદસ્તી ન કરો… તમારી મર્યાદા જાણો, મેં આ કર્યું અને મારો પાઠ શીખ્યો.”
86 વર્ષની ઉંમરમાં પણ એક્ટિવ ધર્મેન્દ્ર: 86 વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર વધુમાં વધુ એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરે છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની પોસ્ટ ચાહકોની વચ્ચે વાયરલ થાય છે. તે પોતાનો મોટાભાગનો સમય પોતાના ફાર્મ હાઉસમાં પસાર કરે છે. ફાર્મ હાઉસમાં ખેતી કરતા તેના અગણિત વીડિયો ચાહકો વચ્ચે છવાયેલા રહે છે. ધર્મેન્દ્રના આ વીડિયો ચાહકોને ખેતી માટે પ્રેરિત કરે છે.
View this post on Instagram
ફિલ્મોમાં પણ ધર્મેન્દ્ર કામ કરી રહ્યા છે. તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી લવસ્ટોરી છે. આ કરણ જોહરના બેનર હેઠળની ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે. આ ઉપરાંત ધર્મેન્દ્ર તેમના બંને પુત્રો સાથે ‘અપને 2’માં જોવા મળશે.
બોલિવૂડના ‘હીમન’ છે ધર્મેન્દ્ર: ધર્મેન્દ્રની ગણતરી હિન્દી સિનેમાના સૌથી ટેલેંટેડ અભિનેતાઓમાં થાય છે. તેણે પોતાની 5 દાયકાની કારકિર્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી કરી હતી, જે 1960 માં રિલીઝ થઈ હતી.
તેમની સુપરહિટ ફિલ્મોમાં શોલે, અનુપમા, ફૂલ ઔર પથ્થર, ગુલામી, ચુપકે ચુપરે, ધરમવીર, બંદિની, ગુડ્ડી જેવી ઘણી ફિલ્મો શામેલ છે. ધર્મેન્દ્રની તેમની પત્ની હેમા માલિની સાથેની ઓનસ્ક્રીન જોડી સુપરહિટ રહી હતી. રિયલ અને રીલ લાઈફ બંનેમાં આ જોડી હિટ છે. હેમા માલિની સાથે ધર્મેન્દ્રના બીજા લગ્ન છે.