આજે પણ ધર્મેંદ્રને થાય છે આ સુપરસ્ટાર સાથે કામ ન કરવાનું દુઃખ, કહ્યું કે…

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાવ્યું છે. આજે દેઓલ પરિવારની ત્રીજી પેઢી પણ ફિલ્મોમાં જોવા મળે છે. દેઓલ પરિવાર બોલિવૂડમાં એક ખાસ જગ્યા ધરાવે છે. ધર્મેન્દ્રનો એક ખૂબ મોટો પરિવાર છે અને આખો પરિવાર એક સારું અને ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યો છે.

જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ કુલ બે લગ્ન કર્યા હતાં. ધર્મેન્દ્રના પહેલા લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતા. વર્ષ 1954 માં માત્ર 19 વર્ષની ઉંમરે તેમણે પ્રકાશ કૌર સાથે પહેલા લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને બે પુત્રો સન્ની દેઓલ અને બોબી દેઓલ અને બે પુત્રી અજિતા દેઓલ અને વિજેતા દેઓલ છે.

તો ધર્મેન્દ્રએ બીજા લગ્ન 26 વર્ષ પછી હિંદી સિનેમાની દિગ્ગજ અને સુંદર અભિનેત્રી હેમા માલિની સાથે કર્યા. ધરમજી અને હેમા માલિની વચ્ચે ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે, નિકટતા વધતી ગઈ અને બંને એક બીજાને પોતાનું દિલ આપી બેઠા. ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન વર્ષ 1980 માં થયા હતા. ધર્મેન્દ્ર અને હેમાને બે પુત્રી ઇશા દેઓલ અને અહના દેઓલ છે.

ખાસ વાત એ છે કે, ધર્મેન્દ્રએ તેમના જીવનની દરેક ચીજ મેળવી છે. તેને ઘર, કુટુંબ, બાળકો, સ્ટારડમ, સંપત્તિ વગેરે બધું મળ્યું છે પરંતુ આજે પણ એક ચીજની કમી ધરમજી અનુભવે છે. તેનું એક સપનું આજે પણ અધૂરું છે અને તેની પૂર્ણ થવાની શક્યતા ભાગ્યે જ જોવા મળે છે. ચાલો જાણીએ કે ધર્મેન્દ્રનું ક્યું સ્વપ્ન અધૂરું રહ્યું છે.

8 ડિસેમ્બર, 1935 ના રોજ પંજાબના નસરાલીમાં જન્મેલા ધર્મેન્દ્રના મનમાં અભિનેતા બનવાનો વિચાર દિગ્ગઝ અભિનેતા દિલીપકુમારને જોયા પછી આવ્યો. ધર્મેન્દ્ર ઘણી વખત કહી ચૂક્યા છે કે, દિલીપકુમારને જોઈને તેમને તેમની સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે પંજાબથી નિકળીને મુંબઈ અભિનેતા બનવા માટે આવ્યા.

ધર્મેન્દ્ર કહી ચુક્યા છે કે, દિલીપકુમાર તેના રોલ મોડલ રહ્યા છે. જ્યારે તેમણે દિલીપ કુમારને જોયા તો તેમના મનમાં પણ હીરો બનવાનો વિચાર આવ્યો. ધર્મેન્દ્રએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેણે જે મેળવ્યું છે તે ઘણું વધારે છે. જો કે તેમને એક ચીજની કમી છે. ધર્મેન્દ્ર અનુસાર, તેમનું દિલીપ કુમાર સાથે કામ કરવાનું સ્વપ્ન હતું, પરંતુ તે ઈચ્છા પૂર્ણ થઈ શકી નથી.

ધર્મેન્દ્રએ કહ્યું હતું કે જેના કારણે તે અભિનેતા બન્યા, તે તેની સાથે કામ ન કરી શક્યા. જોકે એક વાર ધર્મેન્દ્રના આ સપનાને પૂર્ણ કરવા માટે બીઆર ચોપરાએ પહેલ કરી હતી, પરંતુ વાત ન બની શકી. ખરેખર બીઆર ચોપડા ચાણક્ય ફિલ્મ બનાવવા જઇ રહ્યા હતા અને દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર પણ મુખ્ય અભિનેતા તરીકે સાઇન કરવામાં આવ્યા હતા. દિલીપને ચાણક્ય અને ધર્મેન્દ્રને ચંદ્રગુપ્તની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી.

ધર્મેન્દ્રએ કહ્યું કે ફિલ્મની સંપૂર્ણ તૈયારી થઈ ચુકી હતી. ફિલ્મના પાત્રો માટે મોંઘા પોશાકો, મેકઅપ અને પ્રચાર માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જો કે કોઈપણ કારણોસર ફિલ્મ શરૂ થઈ શકી નહિં. આ સાથે ધર્મેન્દ્રનું સ્વપ્ન પણ તૂટી ગયું. ધર્મેન્દ્રએ કહ્યું કે, તે તેમના માટે સૌથી નિરાશાજનક બાબત હતી.

ધર્મેન્દ્રએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે દિલીપકુમાર સાથે કામ ન કરી શકવાને કારણે તે ખૂબ ખાલીપણું અને નિરાશા અનુભવે છે. જણાવી દઈએ કે દિલીપકુમાર 98 વર્ષના અને ધર્મેન્દ્ર 85 વર્ષના છે. આવી સ્થિતિમાં હવે તે બંનેનું સાથે કામ કરવું અશક્ય લાગે છે. ખાસ કરીને દિલીપકુમારની તબિયત તેમને સાથ આપતી નથી. તે ઘરની બહાર નીકળી પણ શકતા નથી અને આવી સ્થિતિમાં ધરમજીનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયું છે.