જ્યારે ધર્મેંદ્ર એ હેમા ને પૂછ્યું, તમે મને પ્રેમ કરો છો? ત્યારે શરમાઈને ડ્રીમ ગર્લ એ આપ્યો હતો આવો જવાબ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર અને સદાબહાર અને સુંદર અભિનેત્રી હેમા માલિની હિન્દી સિનેમાની સૌથી ચર્ચિત અને સફળ જોડીમાંથી એક છે. બંનેના લગ્નને લગભગ 41 વર્ષ થઈ ગયા છે. હેમા માલિની અને ધર્મેન્દ્ર બંનેએ તેમના સમયમાં બોલિવૂડમાં સુંદર કામ કર્યું છે અને ભારત સહિત દુનિયાભરમાં નામ કમાવ્યું છે.

હેમા માલિની અને ધર્મેન્દ્રની જોડી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળી છે. બંનેની જોડી ચાહકોને ઓનસ્ક્રીનની સાથે જ ઓફસ્ક્રીન પણ ખૂબ પસંદ આવે છે અને ચાહકો તેમને ખૂબ પ્રેમ પણ આપે છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ પરણિત હોવા છતા પણ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. સાથે જ હેમા માલિનીનું પણ પોતાનાથી 13 વર્ષ મોટા અને પરણિત ધર્મેન્દ્ર પર દિલ આવી ગયું હતું.

વર્ષ 1980 માં બંને કલાકારોએ લગ્ન કર્યા હતા. નોંધપાત્ર છે કે ધર્મેન્દ્રના પહેલા લગ્ન વર્ષ 1954 માં માત્ર 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થયા હતા. ધર્મેન્દ્ર અને પ્રકાશ બે પુત્રીઓ અજિતા અને વિજેતા અને બે પુત્રો સની અને બોબી દેઓલના માતાપિતા બન્યા. જ્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે પુત્રીઓ ઈશા અને આહાના દેઓલ છે.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીનો પ્રેમ સેટ પર ખીલ્યો હતો. જ્યાં ધર્મેન્દ્ર હેમાને જોતા જ તેના પર પોતાનું દિલ હારી બેઠા હતા તો હેમા એ પણ ધર્મેંદ્ર સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. કહેવાય છે કે એક વખત સેટ પર જ ધર્મેન્દ્રએ હેમા માલિનીને પૂછ્યું હતું કે શું તે તેને પ્રેમ કરે છે? ધર્મેન્દ્રના સવાલનો હેમાએ ખૂબ જ રમુજી જવાબ આપ્યો. હેમાએ સીધો તો પ્રેમ વ્યક્ત કર્યો ન હતો પરંતુ તેમણે ધર્મેંદ્ર સાથે ઈશારા-ઈશારામાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

જણાવી દઈએ કે આ કિસ્સાનો ઉલ્લેખ હેમા માલિનીએ પોતાની બાયોગ્રાફી ‘બિયોન્ડ ધ ડ્રીમગર્લ’માં કર્યો છે. તેના કહેવા મુજબ, ધર્મેન્દ્ર પરિણીત હોવાને કારણે તે તેનાથી દૂર રહેવા ઈચ્છતી હતી. જોકે આવું બની શક્યું નહિં. આવી સ્થિતિમાં ધર્મેંદ્રએ તેમને સવાલ પુછીને આ બાબતને વધુ વજન આપ્યું.

પોતાની બાયોગ્રાફી ‘બિયોન્ડ ધ ડ્રીમગર્લ’ માં ‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતી હેમા માલિની એ જણાવ્યું છે કે, “હું તેને પસંદ કરતી હતી અને આ વાતથી પણ હું પાછળ હટી શકતી નથી કે તે એક આકર્ષક વ્યક્તિ હતા. મેં પોતાને તેનાથી દૂર કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ હું આ કરવામાં નિષ્ફળ રહી. તેમનામાં સ્વાભાવિક રીતે કંઈક તો સારું હતું.”

હેમા માલિનીએ આગળ કહ્યું, “એક દિવસ અમે શૂટિંગ કરી રહ્યા હતા અને ત્યારે તેમણે અચાનક મને પુછી લીધું કે શું હું તેમને પ્રેમ કરું છું. મને શરમ આવી ગઈ હતી, આવી સ્થિતિમાં મેં અપ્રત્યક્ષ રીતે જવાબ આપ્યો, “હું માત્ર તેની સાથે લગ્ન કરીશ, જેને હું પ્રેમ કરું છું.”

નોંધપાત્ર છે કે ધર્મેન્દ્ર અને હેમા માલિની પહેલી વખત ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મ ‘આસમાન મહેલ’ના પ્રીમિયર દરમિયાન મળ્યા હતા. આ વર્ષ 1965 ની વાત છે. આ સમય સુધીમાં ધર્મેન્દ્ર પોતાને બોલીવુડમાં સ્થાપિત કરી ચુક્યા હતા, જ્યારે હેમાની કારકિર્દી શરૂ થઈ ન હતી. બંને વચ્ચે નિકટતા હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ (1975) ના શૂટિંગ દરમિયાન વધી હતી. તેમાં બંનેએ એકબીજાની વિરુદ્ધ કામ કર્યું.