રજનીકાંત ને ઉતાવળમાં કરવા પડ્યા હતા પુત્રીના લગ્ન, ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી ધનુષ એશ્વર્યાની લવસ્ટોરી

બોલિવુડ

મનોરંજનની દુનિયામાં પ્રેમ, લગ્ન, બ્રેકઅપ અને છૂટાછેડા જેવા સમાચાર અવારનવાર સાંભળવા મળતા રહે છે. હાલના સમયમાં સાઉથના સુપરસ્ટાર ધનુષ અને તેમની પત્ની એશ્વર્યા રજનીકાંતના અલગ થવાના સમાચારે ચાહકોને દુઃખી કરી દીધા છે. ધનુષ પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તેમણે આ વાતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે.

ધનુષ તાજેતરમાં જ સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ સારો રિસ્પોંસ મળ્યો હતો. આ દરમિયાન તેમના છૂટાછેડાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ધનુષ અને એશ્વર્યાની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.

બે વર્ષ મોટી એશ્વર્યા સાથે કર્યા હતા લગ્ન: એશ્વર્યા રજનીકાંત સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે. તેમણે ધનુષ સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. એશ્વર્યા ઉંમરમાં ધનુષ કરતા બે વર્ષ મોટી છે. લગ્ન સમયે ધનુષ 21 અને એશ્વર્યા 23 વર્ષની હતી. ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે એક ખાસ કારણને કારણે રજનીકાંતને પોતાની પુત્રી એશ્વર્યા અને જમાઈ ધનુષના લગ્ન ઉતાવળમાં કરવા પડ્યા હતા.

આ રીતે થઈ હતી પહેલી મુલાકાત: ધનુષ અને એશ્વર્યાની પહેલી મુલાકાત ફિલ્મ કાઢાલ કોંડેના પ્રીમિયર દરમિયાન થઈ હતી. ધનુષ ફિલ્મ રીલિઝ થયાના પહેલા દિવસે પોતાના પરિવાર સાથે સિનેમા હોલ ગયા હતા. અહીં રજનીકાંતની બે પુત્રીઓ એશ્વર્યા અને સૌંદર્યા પહેલાથી જ હાજર હતી. જ્યારે ફિલ્મ સમાપ્ત થઈ ત્યારે થિયેટર માલિકે એશ્વર્યા અને સૌંદર્યાનો ધનુષ સાથે પરિચય કરાવ્યો. ત્યારે તેમની વચ્ચે માત્ર હાય-હેલો થયું.

મિત્રતા બદલાઈ પ્રેમમાં: સિનેમાહોલમાં મુલાકાત પછી બીજા દિવસે એશ્વર્યા એ ધનુષના ઘરે ગુલદસ્તો મોકલ્યો. તેણે સાથે એક નોટ પણ મોકલી જેમાં લખ્યું હતું કે સંપર્કમાં રહેજો. ત્યાર પછી બંનેની મુલાકાત વધતી ગઈ. મિત્રતા ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ એકબીજાને લગભગ બે વર્ષ સુધી ડેટ કરી.

ઉતાવળમાં કરવા પડ્યા લગ્ન: ધનુષ અને એશ્વર્યા ડેટિંગ દરમિયાન ઘણી વખત સાથે જોવા મળ્યા. આવી સ્થિતિમાં મીડિયામાં તેમના અફેરના સમાચાર પ્રકાશિત થવા લાગ્યા. રજનીકાંત ઇચ્છતા ન હતા કે તેમની પુત્રી વિશે મીડિયામાં કંઈપણ ઉલટું છાપવામાં આવે. આવી સ્થિતિમાં તેમણે બંનેના વહેલામાં વહેલી તકે લગ્ન કરવાનું નક્કી કર્યું.

ધનુષ સાથે લગ્ન કરીને પોતાને કહ્યું હતું નસીબદાર: ધનુષ અને એશ્વર્યાના લગ્ન ભલે ઉતાવળમાં થયા હોય, પરંતુ તે ખૂબ જ ભવ્ય લગ્ન હતા. આ લગ્નથી ધનુષ-એશ્વર્યાને બે બાળકો થયા. ધનુષ ભગવાન શિવના ભક્ત હોવાથી તેમણે પોતાના બંને બાળકોના નામ યાત્રા અને લિંગા રાખ્યું. એક ઈવેન્ટમાં એશ્વર્યાએ કહ્યું હતું કે, “હું ખૂબ જ નસીબદાર છું કે ધનુષ સાથે લગ્ન થયા. હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું.”

સુંદર રહી ફિલ્મ કારકિર્દી: ધનુષે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2002માં ફિલ્મ થુલ્લુવધો ઈલામાઈ થી કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી તે દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા હતા. ત્યાર પછી તેમની 2003માં આવેલી ફિલ્મ તિરુદા તિરુદી પણ હિટ રહી. આ દરમિયાન ધનુષ માત્ર 20 વર્ષના હતા. સતત બે હિટ ફિલ્મો પછી લોકો તેને ઓળખવા લાગ્યા. ધનુષ પોતાની કારકિર્દીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. બોલિવૂડમાં તેમણે ડેબ્યૂ 2013માં સોનમ કપૂર સાથે ફિલ્મ રાંઝણાથી કર્યું હતું.