ધનુષ-એશ્વર્યાના નથી થઈ રહ્યા છૂટાછેડા, અભિનેતાના પિતાએ કહ્યું કે- આ સમાચાર ખોટા છે, મારી બંને…

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમામાં વર્ષ 2021 માં અભિનેત્રી સામંથા અને મેગાસ્ટાર નાગાર્જુનના પુત્ર અને અભિનેતા નાગા ચૈતન્યના છૂટાછેડા થઈ હતા. બંને સ્ટાર્સના આ છૂટાછેડા ખૂબ હેડલાઈન્સમાં રહ્યા હતા, જ્યારે હવે નવા વર્ષની શરૂઆતમાં જ એક અન્ય દક્ષિણ ભારતીય સિનેમાની જોડીએ છૂટાછેડા લઈને પોતાના રસ્તા અલગ કરી લીધા છે.

તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે દક્ષિણ ભારતીય સિનેમા અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની મોટી પુત્રી એશ્વર્યા રજનીકાંત અને સુપરસ્ટાર ધનુષ છૂટાછેડા લઈને અલગ થઈ ગયા છે. બંનેના 18 વર્ષ જૂના લગ્ન 17 જાન્યુઆરી ના રોજ તૂટી ગયા. બંનેના છૂટાછેડાથી ચાહકો નિરાશ છે.

સોશિયલ મીડિયા પર ધનુષ અને એશ્વર્યાના છૂટાછેડાને લઈને વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે. છૂટાછેડા પર રજનીકાંતે તો હજુ સુધી કંઈ કહ્યું નથી, જોકે આ સમાચારો પર ધનુષના પિતા અને એશ્વર્યાના સસરા કસ્તુરી રાજાએ ખુલીને વાત કરી છે અને તેમણે પોતાના નિવેદનથી સનસનાટી મચાવી દીધી છે. ખરેખર તેમણે છુટાછેડાના સમાચારને અફવા જણાવી છે.

એક તરફ જ્યાં દરેક તરફ અવાજ છે કે ધનુષ અને એશ્વર્યા એ છુટાછેડા લીધા છે તો બીજી તરફ કસ્તુરી રાજા કહી રહ્યા છે કે છૂટાછેડા નથી થયા. જણાવી દઈએ કે ધનુષના પિતા કસ્તુરી રાજા ફિલ્મ ડિરેક્ટર અને મેકર છે. તેમણે પુત્ર અને પુત્રવધૂ વચ્ચેના વિવાદને પારિવારિક ઝઘડો ગણાવ્યો છે.

ધનુષ અને એશ્વર્યાના અલગ થવાના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે બંનેના છુટાછેડા ધનુષના લવ અફેયર્સને કારણે થયા છે તો કોઈનું માનવું છે કે બંને વચ્ચે ચાલી રહેલા ઝઘડાને કારણે બંનેએ છૂટાછેડા લેવાનું યોગ્ય સમજ્યું. જ્યારે કસ્તુરી રાજાએ પોતાના નિવેદનથી દરેકને ચોંકાવી દીધા છે.

મીડિયામાં જે ધનુષ અને એશ્વર્યાના છૂટાછેડાના સમાચાર ચાલી રહ્યા છે તેને કસ્તુરીએ નકાર્યા છે અને તેને ખોટા જણાવીને તેને અફવા જણાવ્યા છે. તેમનું કહેવું છે કે આ માત્ર પારિવારિક ઝઘડો છે અને તેનો અર્થ છૂટાછેડા કે સંબંધનો અંત નથી.

બંને સાથે થઈ મારી વાત: કસ્તુરી રાજાએ જણાવ્યું કે બંને વચ્ચે સહમતિ થઈ રહી નથી અને બંનેના અલગ થવાનું આ જ કારણ છે. જો કે તેનો અર્થ એ નથી કે બંને છૂટાછેડા લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ સમયે ધનુષ અને એશ્વર્યા બંને હૈદરાબાદમાં છે અને મેં બંને સાથે વાત કરી છે.

2004માં થયા હતા ધનુષ અને એશ્વર્યાના લગ્ન: જણાવી દઈએ ધનુષ અને એશ્વર્યાના રસ્તા લગ્નના 18 વર્ષ પછી અલગ થયા હતા. બંનેએ વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. બંને લગ્ન પછી બે બાળકોના માતા-પિતા બન્યા હતા. બંનેને બે પુત્રો છે. એકનું નામ યાત્રા અને બીજાનું નામ લિંગ છે. એકની ઉંમર 15 વર્ષ અને બીજાની ઉંમર 11 વર્ષ છે.

નોંધપાત્ર છે કે ધનુષ દક્ષિણ ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. તે એક લાંબા સમયથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ધનુષ ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે અક્ષય કુમાર અને સારા અલી ખાન સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં ધનુષના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ ધનુષની આગામી ફિલ્મનું નામ ‘મારન’ છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2022માં રિલીઝ થશે.