પત્ની એશ્વર્યા સાથે છુટાછેડા પછી પહેલી વખત ધનુષે કહી દિલની વાત, પત્ની પાસેથી મળ્યો આવો જવાબ

બોલિવુડ

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે તાજેતરમાં જ પોતાના છૂટાછેડાની ઘોષણા કરીને તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. ધનુષ અને એશ્વર્યાના લગ્ન 18 નવેમ્બર, 2004ના રોજ થયા હતા અને બંનેએ લગભગ 18 વર્ષ સુધી પોતાના લગ્નને ખૂબ જ સુંદર રીતે નિભાવ્યા. આટલું જ નહીં, ઘણા સેલેબ્સ આ જોડીનું ઉદાહરણ આપતા હતા, પરંતુ અચાનક જ્યારે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

સાથે જ મીડિયામાં પણ હલચલ મચી ગઈ હતી. છૂટાછેડા પછી ધનુષ અને એશ્વર્યા ચૂપ રહ્યા. તેમણે પોતાના છુટાછેડા વિશે કોઈ વાત કરી ન હતી. પરંતુ તાજેતરમાં જ ધનુષે એક ટ્વિટ કર્યું છે જેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ફરી એકવાર ધનુષ અને એશ્વર્યાની જોડી ચર્ચામાં આવી ગઈ છે.

શું છે ધનુષનું ટ્વિટ: ખરેખર વાત એ છે કે તાજેતરમાં જ એશ્વર્યા રજનીકાંતનું ગીત ‘પયાની’ રિલીઝ થયું છે. આ ગીત પર એશ્વર્યા ઘણા સમયથી કામ કરી રહી હતી અને તેની પાછળ તેની સખત મહેનત જણાવવામાં આવી રહી છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ ‘પયાની’ ગીતને સારો રિસ્પોંસ મળી રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેના પૂર્વ પતિ ધનુષે પણ આ વિશે રિએક્શન આપ્યું છે અને એશ્વર્યાને અભિનંદન આપ્યા છે.

ધનુષે ટ્વીટ કરતા એશ્વર્યાને અભિનંદન આપ્યા અને તેમણે લખ્યું કે, “ગીત પયાની માટે તમને અભિનંદન મારા મિત્ર. તમે જોઈ શકો છો કે, ધનુષે સોશિયલ મીડિયા પર એક્સ પત્ની એશ્વર્યા રજનીકાંતને મિત્ર તરીકે સંબોધિત કરી છે. એશ્વર્યાએ પણ ધનુષના અભિનંદનનો જવાબ આપ્યો છે. એશ્વર્યાએ ધનુષના ટ્વીટનો જવાબ આપતા કહ્યું… ‘ધન્યવાદ ધનુષ’.

જણાવી દઈએ કે આ પહેલા પણ એશ્વર્યાએ ફિલ્મ ‘તીન’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેના પતિ ધનુષે ‘કોલાવેરી ડી’ ગીત ગાયું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જો કે તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ આ ગીતે જબરદસ્ત રેકોર્ડ બનાવ્યા હતા.

17 જાન્યુઆરીએ કરી હતી છુટાછેડાની ઘોષણા: જણાવી દઈએ કે, એશ્વર્યા અને ધનુષે 17 જાન્યુઆરી, 2022ના રોજ એકબીજાથી અલગ થવાની ઘોષણા કરી હતી. બંનેએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, “મિત્રો, કપલ, માતાપિતા અને એકબીજાના શુભચિંતકો તરીકે 18 વર્ષથી સાથે છીએ. આ સફર ગ્રોથ, સમજ, એડજસ્ટિંગ અને એડેપ્ટિંગની રહી છે. આજે અમે એક એવી જગ્યા પર ઉભા છીએ જ્યા અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે.

એશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને અમે ચીજો સમજવા માટે સમય કાઢવાનો નિર્ણય લીધો છે. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને અમને તેનો સામનો કરવા માટે જરૂરી ગોપનીયતા આપો. ઓમ નમઃ શિવાય! પ્રેમ ફેલાવો! કોઈ કેપ્શનની જરૂર નથી. માત્ર તમારી સમજણ અને તમારા પ્રેમની જરૂર છે!”

શું છે બંનેના છૂટાછેડાનું કારણ: એક રિપોર્ટનું માનીએ તો વર્ષ 2019થી જ ધનુષ અને એશ્વર્યા વચ્ચે અણબનાવ હતો. એવું કહેવામાં આવે છે કે ધનુષ તેના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો અને તે એશ્વર્યાને સમય આપી શકતો ન હતો, જેના કારણે એશ્વર્યા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. આ સિવાય ધનુષ વિશે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ધનુષનું તેના કો-સ્ટાર સાથે અફેર રહ્યું, જેના કારણે તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.

સાથે જ એશ્વર્યા પણ પોતાની કારકિર્દીમાં કંઈક કરવા ઈચ્છતી હતી પરંતુ તેને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ ઓળખ મળી ન શકી, જેના કારણે તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા ઈચ્છતી હતી. પરંતુ આ બાબતમાં ધનુષે તેને સાથ ન આપ્યો જેના કારણે તેમની વચ્ચે અંતર આવવા લાગ્યું. જોકે, તેમના છૂટાછેડાનું સાચું સત્ય શું છે તે કોઈ જાણતું નથી.