વજન ઘટાડવું છે તો દરરોજ આ રીતે કરો ધાણાના પાણીનું સેવન, સંધિવાની બીમારીથી પણ મળશે છુટકારો, જાણો તેના ગજબના ફાયદા

હેલ્થ

ધાણા માત્ર સ્વાદમાં જ વધારો કરતું નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જબરદસ્ત ફાયદા આપે છે. આ જ કારણ છે કે આજે અમે તમારા માટે ધાણાના પાણીના ફાયદા લઈને આવ્યા છીએ. ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ બધા તત્વો બીમારીઓને ખૂબ દૂર રાખે છે.

આયુર્વેદિક ડૉક્ટર અબરાર મુલ્તાની કહે છે કે ધાણા શરીર માટે જરૂરી વિટામિન A, C સહિત ઘણા પોષક તત્વો પૂરા પાડે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો તેનો હર્બલ ટી, ઉકાળો વગેરેના રૂપમાં ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે.

ધાણાનું પાણી તૈયાર કરવાની રીત: એક વાસણમાં 1 ગ્લાસ પાણી લો. હવે તેને ગેસ પર સારી રીતે ઉકાળો. પછી તેમાં એક ચમચી ધાણા ઉમેરો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. આ પાણીને ગાળી લો અને તેને ચાની જેમ પીવો.

ધાણાના પાણીના ફાયદા: ધાણાનું આ પાણી થાઈરોઈડ હોર્મોન્સને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. સાથે જ બ્લડ શુગર લેવલ પણ ઘટાડે છે. ધાણાનું પાણી પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. આટલું જ નહીં, તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરમાં પાણીની કમી થવા દેતું નથી.

ધાણાનું પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તે પાચનની સમસ્યાને પણ દૂર કરે છે. ધાણાનું પાણી પેટમાં ગેસ, બળતરા વગેરેની સમસ્યાને શાંત કરે છે. સાથે જ તે શરીરમાં મેટાબોલિઝમની પ્રક્રિયાને તેજ કરે છે. જે લોકો વજન ઓછું કરવા ઈચ્છે છે તે લોકો ધાણાના પાણીનું સેવન કરો. તે બોડી અને કિડની ને ડિટોક્સ કરવામાં મદદગાર છે.

આંખો માટે પણ ફાયદાકારક: ધાણાના બીજ આંખો પણ માટે ફાયદાકારક છે. થોડા ધાણાને ક્રશ કરીને પાણીમાં ઉકાળો. આ પાણીને ઠંડુ કરો અને જાડા કપડાથી ગાળી લો. તેના બે ટીપા આંખોમાં નાખવાથી બળતરા, દુખાવો અને પાણી પડવા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

નોંધ- સમાચારમાં આપવામાં આવેલી માહિતીની સચોટતા, સમયસરતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવા માટે દરેક પ્રયત્ન કરવામાં આવ્યા છે. જો કે નમ્ર વિનંતી છે કે કોઈપણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. અમારો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે.