દેવોલીના ભટ્ટાચાર્ઝીએ લગ્નને લઈને લર્યો મોટો ખુલાસો, શું ટૂંક સમયમાં કરવા જઈ રહી છે લગ્ન, જાણો અહીં

Uncategorized

ટીવી શો બિગ બોસ 14 માં દેવોલિના ભટ્ટાચાર્ઝીએ પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણાં ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન દેવોલિનાએ તેના લગ્ન વિશે ચર્ચા કરી. તેણે કહ્યું કે તે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે. આ સાથે તેણે કહ્યું હતું કે તેને ગુસ્સાની સમસ્યા પણ છે, પરંતુ તેમાં ધીરજ પણ છે.

પ્રખ્યાત ટીવી શો બિગ બોસ 14 માં દેવોલિના ભટ્ટાચાર્ઝી એજાઝ ખાનની પ્રોક્સી બનીને શો પર પહોંચી હતી. શો દરમિયાન ભટ્ટાચાર્ઝીએ ખુલાસો કર્યો હતો કે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દેવોલિના ભટ્ટાચાર્ઝીએ કહ્યું હતું કે, “મને નથી ખબર કે મેં 2021 માં એવું કહ્યું હતું કે આ શબ્દ કોણે ફેલાવ્યો છે. હા, લગ્ન કેટલાક સમયથી મારા મગજમાં છે. અમે 2022માં લગ્ન કરી શકીએ છીએ. મને લાગે છે કે લગ્ન નસીબની વાત છે. તે ત્યારે જ લગ્ન કરશે જ્યારે ભગવાન નિર્ણય કરશે.”

દેવોલિનાએ પોતાનું સ્પેશિયલ વન જણાવ્યું ખૂબ જ ખાસ: જોકે તેના સ્પેશિયલ વન વિશે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે દેવોલિનાએ કહ્યું હતું કે, “તે એંટરટેન્મેંટ ઈંડસ્ટ્રી થી નથી. તે એક ખૂબ જ સરળ વ્યક્તિ છે. જેના જીવનમાં પ્રાથમિકતાઓ ખૂબ જ સારી છે. હું એક ખૂબ જ સિમ્પલ છોકરી છું અને ખૂબ જ નોર્મલ લાઈફ જીવવી પસંદ કરું છું.”

માતાએ બિમરી સામે લડીને અમારો ઉછેર કર્યો: જણાવી દઇએ કે દેવોલિનાએ તેના બાળપણ વિશે પણ વાત કરી હતી, જેને તેને શો દરમિયાન ઈમોશનલ પણ કરી દીધી હતી. દેવોલિનાએ કહ્યું હતું કે, “સાચું કહું તો, હું મારા જીવનના તે તબક્કામાં વધુ રહેવા ઈચ્છતિ નથી. મેં મારા પિતાને ખૂબ પહેલા ગુમાવ્યા છે. મારી માતાએ બિમારી સામે લડીને અમારો ઉછેર કર્યો. તેમણે નક્કી કર્યું કે અમને બધાને એક સારી સ્કૂલ અને કોલેઝનું શિક્ષણ મળી શકે. અમે અમારા ભાઈ-બહેનોમાંથી પણ એકને ગુમાવી દીધો. આસામના એક નાના શહેરમાં વિધવા મહિલા માટે જીવન સહેલું નથી. જ્યારે રાખી સાવંતે તેના સંઘર્ષ વિશે વાત કરી હતી, ત્યારે હું તેને સારી રીતે સમજી શકતી હતી. મારી માતાએ બિમાર હોવા છતા પણ નિવૃત્ત થવા સુધી કામ કર્યું હતું.”

રાખી સાવંત છે ખૂબ મેચ્યોર્ડ વ્યક્તિ: આ દરમિયાન દેવોલિના આગળ કહે છે કે, “મેટ્રો શહેરોમાં વિધવા મહિલા માટે જીવન થોડું અલગ હોઈ શકે, પરંતુ તે ભારતના એક નાના શહેરમાં સંઘર્ષ હોય છે. સોસાયટી તે સમયે ખૂબ રિગ્રેસિવ પણ હતી જ્યારે હું ખૂબ નાની હતી. મારા જીવને મને પેશંસ અને ફ્લેક્સિબિલિટી શીખવી છે, હા મને એંગર ઈશ્યૂ રહે છે. રાખી સાવંતે મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તે એક મેચ્યોર્ડ વ્યક્તિ પણ છે. તેની પર્સનાલિટીમાં કોઈ ફેકનેસ નથી. સાથે જ અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તે પોતાની એક્ટિંગ અને સિંગિંગ પર ફોકસ કરી રહી છે અને ઘણા પ્રોજેક્ટ્સ પર ચર્ચા પણ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.