દેવોલીના ભટ્ટાચાર્જીની કોલેજની તસવીરો થઈ વાયરલ, જુવો તેની કોલેજથી લઈને આજ સુધીની તસવીરો

Uncategorized

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજીથી આપણે બધા પરિચિત છીએ. તેણે નાના પડદા પર પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તે સ્ટાર પ્લસની સિરિયલ સાથ નિભાના સાથિયામાં તે ગોપી બહુ તરીકે પ્રખ્યાત થઈ હતી. તેણે પોતાની નિર્દોષ એક્ટિંગથી દર્શકોના મનમાં જગ્યા બનાવી હતી. તાજેતરમાં જ દેવોલિના ભટ્ટાચારજીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જે સતત ચર્ચાનો વિષય બની રહે છે. ચાલો જાણીએ તે તસવીર વિશે.

ખરેખર દેવોલિનાએ તેના બાળપણના દિવસોની તસવીર દર્શકો સાથે શેર કરી છે. તેણે ઘણી થ્રોબેક તસવીરો શેર કરતા લખ્યું છે કે ‘બાળપણની યાદો, ક્યારેય ન ભુલાય તેવી પળ’. આ તસવીરો શેર કરીને દેવોલિના ભટ્ટાચારજી જૂની યાદોમાં ખોવાઈ ગઈ અને કેપ્શન લખ્યું, ‘ક્યારેય ન ભૂલાય તેવી પળ. કલાક્ષેત્રના દિવસો. બાળપણની યાદો.’ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો તેના ટેલેંટની ખૂબ પ્રશંસા કરતા જોવા મળે છે.

જોકે આપણે દેવોલિનાને તેની એક્ટિંગ દ્વારા જાણીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે દેવોલિના ભટ્ટાચારજી એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે. તસવીરો તેની ચેન્નાઈની ડાન્સ સ્કૂલની છે. તે સમયે તે કોલેજના અભ્યાસની સાથે ડાન્સ પણ શીખતી હતી. આ તસવીરોમાં દેવોલીની ટીન એજની તસવીર છે. તે આખા ગ્રુપ સાથે જોવા મળી રહી છે. તેના અમેજિંગ ટ્રાંસફોર્મેશનથી તેમને ઓળખવી પણ મુશ્કેલ છે.

જણાવી દઈએ કે દેવોલિના ભટ્ટાચારજીનો જન્મ આસામમાં થયો હતો અને તે ત્યાંની જ છે. તેને ડાંસનો શોખ હતો, તેથી તે કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાંથી ભરતનાટ્યમ અને ડાન્સની અન્ય બારિકાઈ શીખવા ચાલી ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે દેવોલિના ભટ્ટાચારજીએ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2’ માટે દિલ્હીમાં ઓડિશન આપ્યું હતું અને તેમાં તે ટોપ -100 માં સિલેક્ટ થઈ હતી.

ભલે સ્ક્રીન પર તેની મુસાફરી સારી રહી છે, પરંતુ તે પહેલાં તે જ્વેલરી સ્ટોરમાં કામ કરતી હતી. એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા દેવવોલીના ભટ્ટાચારજીએ મુંબઈના જ્વેલરી સ્ટોરમાં જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. જ્યારે તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ માટે ઓડિશન આપ્યું ત્યારે લોકોએ તેને ઓળખવાનું શરૂ કર્યું.

જણાવી દઈએ કે દેવોલિનાએ 2011 માં ટીવી શો ‘સંવારે સબકે સપને પ્રિતો’થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ સફળતાનો સ્વાદ તેણે સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’ ની ‘ગોપી બહૂ’ બનીને ચાખ્યો હતો. દેવોલિનાએ ‘બિગ બોસ 13’ માં પોતાની પર્સનાલિટીનો પરિચય આપ્યો હતો. તેણે ટીવીની નિર્દોષ એક્ટિંગ છોડીને બોલ્ડ સ્ટાઈલમાં રમત રમી અને લોકોને તે પસંદ પણ આવી.