હવે પહેલા કરતા પણ વધારે સુંદર લાગે છે ‘મહાભારત’ ની દેવકી, મિથુન ચક્રવર્તી સાથે છે ખાસ સંબંધ, જુવો તેની હાલની તસવીરો

બોલિવુડ

ઘણા સ્ટાર્સ તેમના પાત્રોને કારણે હંમેશા માટે દર્શકોના દિલમાં સમાઈ જાય છે. 80 ના દાયકામાં નાના પડદા પર રામાનંદ સાગરની ‘રામાયણ’ એ બધાનાં દિલ જીતી લીધાં. આજે પણ આ સિરિયલ વિશે ખૂબ ચર્ચાઓ થાય છે. આ સીરીયલની અપાર સફળતા પછી બી.આર.ચોપરાની ‘મહાભારત’એ પણ દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. ‘રામાયણ’ ની જેમ ‘મહાભારત’ ના પાત્રોએ પણ ઘણી લોકપ્રિયતા મેળવી. આજે અમે તમારી સાથે ‘મહાભારત’ માં શ્રી કૃષ્ણને જન્મ આપનારી માતા એટલે જે દેવકીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ અભિનેત્રીનું સાચું નામ શીલા શર્મા છે. જેનો જન્મ ગુજરાતના વલસાડ જિલ્લામાં થયો હતો. શીલા શર્માએ હિન્દી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની ફિલ્મી કારકીર્દિની શરૂઆત ‘સન સઝના’ થી થઈ હતી જે વર્ષ 1982 માં રિલીઝ થઈ હતી. પરંતુ શીલાને તેની સાચી ઓળખ આ વર્ષે હિન્દી સિનેમાની એક સૌથી સફળ ફિલ્મ નદી કે પારથી મળી. આ ફિલ્મમાં તેનો સાઈડ રોલ હતો, પરંતુ તે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી. શીલાએ નદિયા કે પારની સાથે જ હમ સાથ સાથ હૈ અને ચોરી ચોરી ચૂપકે ચૂપકે જેવી સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શીલાએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત નાના પડદા પર પણ કામ કર્યું છે. બીઆર ચોપરાની ‘મહાભારત’માં શીલા શર્માએ માતા દેવકીની ભૂમિકા નિભાવી હતી. તેને આ ભૂમિકાથી મોટી ઓળખ પણ મળી. એક વખત પોતાના એક ઇન્ટરવ્યુમાં શીલા શર્માએ ‘મહાભારત’ સાથે જોડાયેલો કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે, “દિલ્હીમાં એક વ્યક્તિએ તેના પગને સ્પર્શ કર્યો હતો, કારણ કે તેણે દેવકીનું પાત્ર નિભાવ્યું હતું.”

એવું કહેવામાં આવે છે કે શીલા શર્મા માતા દેવકીના પાત્રમાં એટલી ખોવાઈ ગઈ હતી કે તે શૂટિંગ દરમિયાન રડવા લાગી હતી. તેણીએ પોતે જ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તે દેવકીની સ્થિતિને અનુભવવા લાગી હતી અને આ કારણે તે સાચે રડવા લાગી હતી.”

શીલા શર્માને ‘મહાભારત’માં દેવકીનો રોલ મળવાનો કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે. ખરેખર તે એક શોમાં એક્ટિંગ કરતી હતી અને તેની એક્ટિંગને ‘મહાભારત’ ના કાસ્ટિંગ ડિરેક્ટર ગૂફી પેન્ટલે પણ જોઈ હતી. પેન્ટલને શીલાની એક્ટિંગ પસંદ આવી અને તેણે દેવકીનો રોલ શિલાને ઓફર કર્યો હતો. જેના પર શીલા શર્માએ પણ હા પાડી હતી.

ખૂબ ઓછા લોકો જાણે છે કે રિલેશનશિપમાં શીલા શર્મા હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની સંબંધી છે. ખરેખર, શીલા શર્માની પુત્રી મદલસા શર્માના લગ્ન મિથુન દાના મોટા પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે થયા છે. બંનેએ વર્ષ 2018 માં સાત ફેરા લીધા હતા.

જણાવી દઈએ કે શીલા શર્માની પુત્રી મદાલસા શર્મા ટીવી અભિનેત્રી છે. તે નાના પડદાના પ્રખ્યાત શો ‘અનુપમા’ માં કાવ્યાની ભૂમિકા નિભાવી રહી છે. મદાલસા દેખાવમાં તેની માતા જેવી જ છે.