બોલીવુડના ખૂંખાર વિલનની પત્ની છે રાજકુમારી જેવી, લુકમાં ઘણી દિગ્ગઝ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમા જગતમાં જેટલું મહત્વપૂર્ણ પાત્ર હીરોનું હોય છે તેટલું જ મહત્વપૂર્ણ વિલનનું પાત્ર પણ હોય છે. જો દર્શકો હીરોની એન્ટ્રીની રાહ જુએ છે તો તે વિલનના કારણે જ. હિન્દી સિનેમા જગતમાં એકથી એક ચઢિયાતા ઘણા વિલન રહી ચૂક્યા છે, આ લિસ્ટમાં ડેની ડેન્ઝોંગપાનું નામ પણ શામેલ છે. તેમણે હિન્દી સિનેમા જગતમાં ઘણી દમદાર ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ જ કારણ છે કે હિન્દી સિનેમા જગતથી દૂર હોવા છતા પણ ડેનીની લોકપ્રિયતામાં આજે પણ કોઈ ઘટાડો આવ્યો નથી.

માહિતી માટે જણાવી દઈએ કે ડેનીએ સૌથી પહેલા તેલુગુ અને તમિલ ફિલ્મોથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેમની કારકિર્દીને યોગ્ય ઓળખ હિન્દી સિનેમા જગતથી મળી છે. તેણે પોતાના વિલનના પાત્રથી લાખો દર્શકોના દિલ જીતી લીધા અને પોતાની ઓળખને સફળતાના શિખરો પર પહોંચાડી દીધી. પરંતુ જો ડેનીની રિયલ લાઈફની વાત કરીએ તો રિયલ લાઈફમાં તેનો સ્વભાવ ખૂબ જ શાંત છે અને તેમની પત્નીનો સ્વભાવ પણ તેમના જેવો જ છે અને આ જ કારણ છે કે આટલા મોટા કલાકારની પત્ની હોવા છતાં પણ તેમની પત્નીને લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે.

નોંધપાત્ર છે કે ડેનીએ સિક્કિમની રાજકુમારી સાથે 1990માં લગ્ન કર્યા હતા, તેમની પત્નીનું નામ ગાવા છે. ગાવા લુકમાં ખૂબ જ સુંદર અને ક્યૂટ છે, અભિનેતાની પત્નીને જોયા પછી તેની ઉંમરનો અંદાજ લગાવવો પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ડેનીની પત્ની સુંદરતાની બાબત હિન્દી સિનેમા જગતની અભિનેત્રીઓને ટક્કર આપે છે, પરંતુ છતાં પણ તે લાઇમલાઇટથી ખૂબ દૂર રહેવાનું પસંદ કરે છે. તે ભાગ્યે જ લાઈમલાઈટમાં જોવા મળે છે.

હિન્દી સિનેમાના દિગ્ગજ વિલન ડેનીની પત્ની ગાવાએ પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખ્યું છે અને ઉંમરના આ તબક્કે પણ તે કોઈ 30 વર્ષની મહિલાથી ઓછી નથી દેખાતી. ડેની અને તેમની પત્ની ગાવા બે બાળકોના માતા-પિતા બની ચુક્યા છે. જેમાં તેમની પુત્રીનું નામ પેમા ડેન્ઝોંગપા અને પુત્રનું નામ રિનઝિંગ ડેન્ઝોંગપા છે. નોંધપાત્ર છે કે ડેનીની પુત્રી બિલકુલ તેની માતા જેવી જ દેખાય છે અને સાથે જ તેનો પુત્ર તેમના પિતાની જેમ એક્ટિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા ઈચ્છે છે.

ડેનીએ પોતાની એક્ટિંગ કારકિર્દી દરમિયાન, એકથી એક ચઢિયાતી દમદાર ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી. તેમની આ ફિલ્મોમાં શેષનાગ, ઘાતક, ખુદા ગવાહ, સનમ બેવફા જેવી ફિલ્મોના નામ શામેલ છે. પોતાની 40 વર્ષની એક્ટિંગ કારકિર્દી દરમિયાન, હિન્દી સિનેમા જગતના આ દિગ્ગઝ અભિનેતાએ 200 થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.

આ અભિનેતા છેલ્લી વખત 2019માં આવેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’માં જોવા મળ્યા હતા. ફિલ્મોમાં પોતાની એક્ટિંગ માટે આ અભિનેતાને ફિલ્મફેર એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં તેના વિલનનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.