ગુરૂ નું અસ્ત થવું આ 6 રાશિના લોકો માટે બનશે સમસ્યા, આગળના એક મહિના સુધી છવાયેલા રહેશે દુઃખના વાદળ

ધાર્મિક

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ 9 ગ્રહોની 12 રાશિઓ પર સીધી અસર પડે છે. ગુરુ ગ્રહની વાત કરીએ તો તેને તમામ ગ્રહોમાં સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પરંતુ તેનું અસ્ત થવું અશુભ છે. આ વર્ષે 19 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુરુ અસ્ત થઈ રહ્યો છે. તેની દરેક રાશિ પર શુભ અને અશુભ બંને અસર પડશે. તેમાંથી 6 રાશિઓને સૌથી અશુભ પરિણામ મળશે. તેમને 27 માર્ચ એ ગુરૂ ઉદિત થવા સુધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ: ગુરુના અસ્ત થવાને કારણે વૃષભ રાશિના લોકોને કામકાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને કાર્યસ્થળ પર સંપૂર્ણ સંતોષ નહીં મળે. પોતાના સહકાર્યકરો સાથે તેમની બનશે નહીં. નોકરીમાં ઘણી મુશ્કેલીઓ આવશે. બોસ સાથે પણ અનબન થઈ શકે છે. સાથે જ ધંધો પણ નુક્સાનમાં જઈ શકે છે. આ સ્થિતિમાં, તમારે ધીરજથી કામ લેવું જોઈએ અને આ 32 દિવસો પસાર થવાની રાહ જોવી જોઈએ.

કર્ક રાશિ: કર્ક રાશિ માટે પણ ગુરુનું અસ્ત થવું કારકિર્દીમાં ઘણા અવરોધ લાવશે. તમે કેટલી પણ મહેનત કરી લો, પરંતુ તમને યોગ્ય પરિણામ મળશે નહીં. નાનામાં નાના કામ કરવામાં પણ ઘણી સમસ્યાઓ આવશે. નસીબ તમારો સાથ નહીં આપે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભગવાનનું નામ લેવું યોગ્ય રહેશે. તેમને ખુશ કરીને તમે આ મુશ્કેલ દિવસો પસાર કરી શકો છો.

કન્યા રાશિ: ગુરુ અસ્ત થવાને કારણે કન્યા રાશિના લોકોની નોકરી જોખમમાં આવી શકે છે. તેમને નોકરી બદલવી પણ પડી શકે છે. પ્રમોશન અટકશે. સાથે જ બેરોજગારોને હજુ થોડા દિવસો સુધી નોકરી નહીં મળે. બિઝનેસમેનની વાત કરીએ તો તેમને પણ નુક્સાન થઈ શકે છે. આ 32 દિવસ સુધી ક્યાંય પણ પૈસાનું રોકાણ ન કરો. કોઈને ઉધાર પણ ન આપો. તમારી પાસે કીમતી ચીજો સંભાળીને રાખો.

ધન રાશિ: ગુરુનું અસ્ત થવું ધન રાશિના લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તેની કારકિર્દી દાવ પર લાગી શકે છે. નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ગુસ્સામાં કોઈ એવું કાર્ય ન કરો જેનાથી તમને પાછળથી પછતાવો થાય. કોઈપણ કામ કરતા પહેલા શાંતિથી બેસીને વિચાર કરો. તમારી એક ભૂલ તમારી કારકિર્દીને બરબાદ કરી શકે છે.

મકર રાશિ: ગુરુ અસ્ત થવાને કારણે મકર રાશિના લોકોએ પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડશે. ઘરમાં ઝઘડા થઈ શકે છે. પ્રિયજનો સાથેના સંબંધો બગડી શકે છે. આ સ્થિતિમાં જીભ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું યોગ્ય રહેશે. વડીલોને કઠોર શબ્દો ન કહો. પરિવારમાં સમસ્યા આવી શકે છે. સાથે જ કારકિર્દીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય થોડો મુશ્કેલ બની શકે છે.

કુંભ રાશિ: ગુરુ અસ્ત થવાને કારણે કુંભ રાશિના લોકોને જીવનમાં ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડશે. તમે જે પણ કામ તમારા હાથમાં લેશો તે સમયસર પૂર્ણ નહીં થાય. તેમાં કોઈને કોઈ સમસ્યા જરૂર આવી શકે છે. નોકરીમાં પણ મુશ્કેલી આવશે. ટ્રાન્સફર થવાની સંભાવના પણ બની રહી છે. પ્રિયજનો સાથે લડાઈ પણ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો.