દીપિકા પાદુકોણે લગાવ્યો અમિતાભ પર ગંભીર ચોરીનો આરોપ, બિગ બીનો જવાબ સાંભળીને ઉડી જશે તમારા હોંશ

બોલિવુડ

દીપિકા પાદુકોણ આ સમયે બોલીવુડની સૌથી ફેવરિટ અને મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા પાદુકોણ જે ફિલ્મમાં હોય છે તે ફિલ્મ સફળ થવાની સંભાવના ઘણી વધી જાય છે. દીપિકા માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની સેંસ ઓફ હ્યૂમર માટે પણ જાણીતી છે. આ બાબત ઘણા પ્રસંગોએ નોંધવામાં આવી છે. તે તેના કો-સ્ટાર્સ ઉપરાંત સીનિયર એક્ટર્સ સાથે પણ મજાક કરવામાં પાછળ હટતી નથી.

આ વખતે પણ કંઈક આવું જ થયું છે. દીપિકા પાદુકોણે આ વખતે કોઈ અન્ય સાથે નહિં પરંતુ બોલીવુડના સુપરસ્ટાર સાથે મોટી મજાક કરી છે. અમિતાભ બચ્ચન સાથેની આ મજાકનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે અમિતાભ બચ્ચન પર ચોરીનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડિઓ હાલનો નથી પરંતુ ખૂબ જૂનો છે.

અભિનેત્રી દીપિકા અને અમિતાભની ફિલ્મ ‘પીકુ’ બધાને યાદ હશે. આ ફિલ્મમાં તેની એક્ટિંગની દરેક વ્યક્તિએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. પિતા-પુત્રી પર આધારીત આ ફિલ્મની સ્ટોરી બંનેની આજુબાજુ ચાલી રહી હતી. આ ફિલ્મના પ્રમોશન માટે રાખવામાં આવેલા એક પ્રોગ્રામમાં દીપિકા અને અમિતાભ ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા.

આ ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ અમિતાભ સાથે એવી મજાક કરી હતી કે તેમને લાંબા સમય સુધી વિચારવું પડ્યું. મીડિયા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દીપિકાએ સુપરસ્ટાર અમિતાભ સામે જોઈને મજાક કરતાં કહ્યું કે તમે મારું ભોજન ચોરી કરો છો. દીપિકાની આ મજાકનો અમિતાભે પણ એક સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ખરેખર અમે સામાન્ય લોકો છીએ, એક દિવસમાં ત્રણ વખત ખોરાક લઈએ છીએ. પરંતુ આ થોડી અલગ જગ્યાએથી છે, જે દર ત્રણ મિનિટમાં ખાય છે. ત્યાર પછી બિગ બી દીપિકાની મજા લેતા કહે છે કે, ઉભી થઈ જા જેટલું ખાય છે તે ક્યાં જાય છે.

તું આટલું ખાધા પછી પણ ખૂબ પાતળી છો. આ બંનેની આ રમૂજી લડાઈ જોઈને ત્યાં હાજર દરેક લોકો હસી પડ્યા. જણાવી દઈએ કે આ બંને સ્ટાર્સની ફિલ્મ પિકુ 8 મે 2015 ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ અને દીપિકા ઉપરાંત અભિનેતા ઇરફાન ખાને પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

આ ફિલ્મની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી. ફિલ્મ રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ અને 141 કરોડનો બિઝનેસ કર્યો. હવે તમને આ બંને કલાકારોની જોડીને ફરી એકવાર જોવા મળશે. હોલીવુડની ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ ની રિમેક માટે દીપિકા પાદુકોણ સાથે ફરી એકવાર અમિતાભ બચ્ચન પડદા પર જોવા મળશે.

જણાવી દઈએ કે તાજેતરમાં આ ફિલ્મ વિશે કોઈ પણ ઓફિશિયલ ઘોષણા કરવામાં આવી નથી. સાથે જ ફિલ્મના કો-પ્રોડ્યૂસર સુનીર ખેત્રપાલના નજીકના એક સ્ત્રોતે ખુલાસો કર્યો છે કે અમિતાભે આ ફિલ્મ માટે તેમની સંમતિ આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published.