પુરાણો મુજબ માગસર મહિનામાં કરો આ 5 કામ, પ્રસન્ન થાય છે ભગવાન અને મળે છે ઈચ્છિત ફળ

ધાર્મિક

માગસર મહિનો 20 નવેમ્બરથી શરૂ થઈ ચુક્યો છે. આ મહિનો ભગવાન કૃષ્ણને સમર્પિત માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પોતાને માર્ગશીર્ષ માસ જણાવ્યા છે. માનવામાં આવે છે કે જો આ મહિનામાં શ્રી કૃષ્ણની ભક્તિ પૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો વ્યક્તિનું સૂતેલું નસીબ પણ જાગી જાય છે. માગસર મહિનાને અગહન મહિનાના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ મહિનામાં નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. સાથે જ કહેવામાં આવે છે કે માગસર મહિનામાં નિયમિત રીતે નદીમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુ ને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે, આ સાથે જ મહિલાઓનું લગ્ન જીવન સુખી રહે છે. જો તમે પણ આ મહિનામાં શ્રી કૃષ્ણની પૂજા કરીને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

ગીતાના પાઠ કરો: તમને જણાવી દઈએ કે ગીતાના પાઠ કરવાથી શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન રહે છે. આ કારણે આ આખા મહિનામાં દરરોજ દિવસમાં એકવાર ગીતાના પાઠ જરૂર કરવા જોઈએ. જો તમે ઇચ્છો, તો તમે દરરોજ એક અધ્યાય વાંચી શકો છો. તેનાથી શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે.

મંત્રોના જાપ પણ કરો: દરરોજ સવારે અને સાંજે પૂજા કરતા પહેલા ૐ કૃં કૃષ્ણાય નમઃ અને ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રોના જાપ જરૂર કરો. આ જાપ તુલસીની માળા સાથે કરો તો વધુ સારું ફળ મળે છે.

ગાયની સેવા કરો: આ મહિનામાં ગાયની પણ વિશેષ રીતે સેવા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ ગોવાળ હતા અને ગાયોની સેવા કરતા હતા. તેમને પણ એ લોકો ખૂબ જ પ્રિય હોય છે જે ગાયને પ્રેમ કરે છે અને તેની સેવા કરે છે.

માખણ મિશ્રીનો ભોગ લગાવો: ભગવાન કૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ જ પ્રિય છે. તેથી તેમને દરરોજ માખણ મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ. જો શક્ય હોય તો દરરોજ તુલસીની નીચે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી કૃષ્ણ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે.

નદીમાં સ્નાનનું છે મહત્વ: આ મહિનામાં નદી સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. પરંતુ આજના જમાનામાં તે દરેક માટે શક્ય નથી. આવી સ્થિતિમાં તમે પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. આ સાથે સ્નાન પહેલા નિયમિત રીતે શરીરની માલિશ કરો.

બસ આ વાતોનું રાખો ધ્યાન: આ મહિનામાં આળસ, ક્રોધ વગેરેથી દૂર રહો. કોઈની નિંદા પણ ન કરો અને ન તો કોઈનું અપમાન કરો. દારૂ, માંસ વગેરેથી સંપૂર્ણ રીતે દૂર રહો. આ વાતો ઉપરાંત આ મહિનામાં દહિં અને જીરાના સેવનની પણ મનાઈ કરવામાં આવી છે. જેટલું બની શકે જરૂરતમંદોને દાન કરો. દાન કરવાથી તમારા બધા પાપો દૂર થઈ જાય છે.