શુક્રવારન દિવસે માતા લક્ષ્મીને અર્પણ કરો આ 3 ચીજો, પૈસાની આવક ક્યારેય પણ નહિં અટકે

ધાર્મિક

માતા લક્ષ્મી અને સંપત્તિનો ખૂબ ગાઢ સંબંધ હોય છે. હિન્દુ માન્યતાઓ મુજબ જો તમારા જીવનમાં પૈસા સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા છે, તો તેના સમાધાન માટે માતા લક્ષ્મી પાસે જઇ શકો છો. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને જે પણ વ્યક્તિ પ્રસન્ન કરે છે તેને જીવનભર પૈસાની અછત થતી નથી. માતા રાની તેમના જીવનમાં એવું નસીબ લાવે છે કે તેમના પૈસાની આવક અટકવાનું નામ નથી લેતી. આ જ કારણ છે કે દરેક માતા લક્ષ્મીની પૂજામાં વ્યસ્ત રહે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે માતા તેના ભક્તોને ઝડપથી સાંભળે છે. આવી સ્થિતિમાં શુક્રવારે જો તમે કેટલાક ખાસ ઉપાયથી માતાની પૂજા કરો છો તો તમને ઘણા સારા લાભ મળે છે.

શુક્રવારના દિવસે કેટલીક ખાસ ચીજો માતા રાનીને અર્પણ કરવાથી જીવનમાં પૈસાની આવક ક્યારેય અટકતી નથી. તમારું નસીબ પૈસાની બાબતમાં મજબૂત બને છે. પૈસા કમાવાની નવી તકો પણ મળે છે. તો ચાલો જાણીએ કે તમે શુક્રવારે માતા લક્ષ્મીના ચરણોમાં શું શું ચળાવી શકો છો.

ચાંદી અથવા સોનાનો સિક્કો: શુક્રવારના દિવસે સોનું અથવા ચાંદીની ખરીદી શુભ હોય છે. તેનાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. સાથે જ જો તમે આ દિવસે સોના અથવા ચાંદીનો સિક્કો ખરીદીને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો છો તો તે ઘરમાં બરકત જાળવી રાખવાનું કામ કરે છે. માતાની સામે તેને રાખીને પૂજા કરીને પછી તિજોરીમાં રાખવાથી પૈસાની આવક વધવા લાગે છે. સિક્કાની જગ્યાએ તમે સોના ચાંદીની અન્ય ચીજો પણ માતાના ચરણોમાં રાખી શકો છો. તેનાથી તમને ખૂબ લાભ મળશે.

મોર પીંછ: મોરપીંછમાં ગજબની સકારાત્મક ઉર્જા હોય છે. તેને લક્ષ્મીજી પાસે રાખવાથી પૂજા સ્થળ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. જણાવી દઈએ કે માતા લક્ષ્મી માત્ર તે જ જગ્યા અથવા ઘરમાં પ્રવેશ કરવાનું પસંદ કરે છે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે. આ ઉપરાંત મોરપીંછ ખૂબ જ આકર્ષક પણ હોય છે, જે માતા લક્ષ્મીનું ધ્યાન આકર્ષિત કરે છે અને તમારી ઇચ્છાઓને ઝડપથી સાંભળે છે.

કળશ: કળશ એક પવિત્ર ચીજ છે. તેને દેવતાઓની પાસે રાખવાના ઘણા ફાયદા છે. તે માત્ર ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્તર વધારતુ જ નથી પરંતુ નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિનો નાશ પણ કરે છે. એક વાતનું ધ્યાન રાખો કે આ કળશમાં તમે તાંબાનો કળશ, પાંચ આંબાના પાન અને એક નારિયેળનો ઉપ્યોગ જરૂર કરો. જો તમે ઇચ્છો તો તેમાં એક પૂજાનો દોરો પણ વીંટી શકો છો. સાથે જ નારિયેળ ઉપર સ્વસ્તિકનું નિશાન બનાવવાનું ન ભૂલો. જો તમે દર શુક્રવારે આ રીતે કળશ સાથે માતા લક્ષ્મીની પૂજા કરો છો તો તમને ઘણા લાભ મળી શકે છે. તમે ગરીબીનું મોં ક્યારેય નહિં જુવો.