લગ્નના 11 વર્ષ પછી દેબિના બેનર્જી-ગુરમીત ચૌધરી બન્યા માતા-પિતા, ઘરે આવી નાની પરી, શેર કર્યો આ પ્રેમાળ વીડિયો

બોલિવુડ

મનોરંજન જગતથી એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી દેબીના બેનર્જી અને અભિનેતા ગુરમીત ચૌધરીને પહેલી વખત માતા-પિતા બનવાનું સુખ મળ્યું છે. તેમના ઘરે એક નાની પરી આવી છે. લગ્નના 11 વર્ષ પછી તેમના ઘરમાં ખુશીઓએ દસ્તક આપી છે. કપલે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની માહિતી આપી છે.

જણાવી દઈએ કે દેબીના બેનર્જીના પતિ ગુરમીત ચૌધરીએ ટ્વીટ કરીને ઘરે આવેલી નાની પરીની માહિતી ચાહકો સાથે શેર કરી છે. તેણે એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની લાડલી પુત્રીની તસવીર બતાવતા જોવા મળી રહ્યા છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ વર્ષ 2009માં પરિવારના સભ્યોને જાણ કર્યા વગર મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં માત્ર તેમના ખાસ મિત્રો જ શામેલ થયા હતા. કપલ એ લગભગ 2 વર્ષ સુધી પોતાના લગ્નની વાત પરિવારના સભ્યોથી છુપાવીને રાખી હતી. સાથે જ 2 વર્ષ પછી બંનેએ પોતપોતાના પરિવાર સાથે આ વિશે વાત કરી અને બધા બંનેના લગ્ન માટે સંમત થયા.

ત્યાર પછી દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ બીજી વખત વર્ષ 2011માં ફરી સાત ફેરા લીધા. જો કે આ કપલ રિયલ લાઈફમાં પેરેન્ટ્સ બની ચૂકી છે, પરંતુ તે પહેલા તેમણે બે પુત્રીઓને દત્તક લીધી હતી, જેના ઉછેરની તમામ જવાબદારી ઉઠાવી રહી છે.

દેબીના બેનર્જીએ આપ્યો એક સુંદર પુત્રીને જન્મ: તમને જણાવી દઈએ કે દેબીના બેનર્જીએ 3 એપ્રિલ 2022ના રોજ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો, તેની માહિતી દેબીના બેનર્જીના પતિ ગુરમીત ચૌધરીએ 4 એપ્રિલ 2022ના રોજ એક ટ્વિટ દ્વારા ચાહકો સાથે શેર કરી હતી. તેણે એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા ગુરમીત ચૌધરી પોતાનો હાથ ખોલે છે. ત્યાર પછી દેબીના બેનર્જી પોતાનો હાથ ખોલે છે. અને છેલ્લે તેમની પુત્રીની એક ઝલક જોવા મળી રહી છે.

ભલે આ વીડિયોમાં ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની પુત્રીના નાના હાથ જોવા મળી રહ્યા છે, પરંતુ તેની આ ઝલક ચાહકોને ખુશ કરવા માટે પૂરતી છે. ગુરમીત ચૌધરીએ વીડિયો શેર કરતા લખ્યું કે, “ખૂબ જ ખુશી સાથે અમે અમારી બેબી ગર્લનું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. 3.4.2022 તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર. ગુરમીત અને દેબીના.”

 

View this post on Instagram

 

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) 

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની આ રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી: ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની મુલાકાત એક ટેલેંટ હંટ દરમિયાન થઈ હતી. ખરેખર ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જીની મિત્રના બોયફ્રેન્ડનો મિત્ર હતો અને તે અવારનવાર ઘરે આવતો હતો. ત્યાર પછી વર્ષ 2008માં આવેલી સિરિયલ ‘રામાયણ’માં દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ સાથે કામ કર્યું. આ સીરિયલમાં બંને રામ-સીતાનું પાત્ર નિભાવતા જોવા મળ્યા હતા.

આ સીરિયલમાં કામ કરતા-કરતા બંને એકબીજાના સારા મિત્રો બની ગયા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પછી એક સિરિયલના સેટ પર ગુરમીત ચૌધરીએ દેબીના બેનર્જીને પ્રપોઝ કર્યો હતો અને સમય લગાવ્યા વગર દેબિના એ હા કહી હતી. ત્યાર પછી બંનેએ વર્ષ 2009માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી બીજી વખત વર્ષ 2011માં પોતાના પરિવારજનોની સહમતિ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા.