બોલિવૂડમાંથી આવ્યા દુખદ સમાચાર, નથી રહ્યા આ પ્રખ્યાત ડિરેક્ટર, અમિતાભને બનાવ્યા હતા સુપરસ્ટાર

બોલિવુડ

બોલિવૂડના કોરિડોરમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર ટી રામારાવ નથી રહ્યા. તેમણે 84 વર્ષની ઉંમરમાં 20 એપ્રિલ બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધો. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ અનેક બીમારીથી ઘેરાયેલા હતા. તે ચેન્નઈની એક હોસ્પિટલમાં તેની સારવાર પણ કરાવી રહ્યા હતા.

અમિતાભની અંધા કાનૂનના ડાયરેક્ટરનું નિધન: તેમના નિધનની સૂચના પરિવારે એક સ્ટેટમેંટ જાહેર કરીને આપી. તેમણે કહ્યું કે ‘અમને એ જણાવતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે ટી રામા રાવ હવે આ દુનિયામાં નથી રહ્યા.’ તેમના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે જ ચેન્નાઈમાં કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર સાંભળીને બોલિવૂડમાં શોકનું વાતાવરણ છે. જણાવી દઈએ કે તેમણે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ અંધા કાનૂનને ડાયરેક્ટ કરી હતી.

સુંદર રહી ફિલ્મી કારકિર્દી: ટી રામા રાવે પોતાની કારકિર્દીની શરૂઆત 1950માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તે પોતાના કઝિન ભાઈ ટી પ્રકાશ રાવને આસિસ્ટ કરતા હતા. અહીં ફિલ્મ સાથે જોડાયેલી બારિકાઈઓ શીખ્યા પછી તેમણે પોતે ડાયરેક્શન કરવાનું શરૂ કર્યું. તે ડાયરેક્ટર તરીકે એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાં વર્ષ 1966 થી એક્ટિવ હતા. તેમણે 1977માં જયા પ્રદાની ફિલ્મ યમગોલાને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે તેલુગુ ફિલ્મો જેમ કે બ્રહ્મચારી, રાઝી વેદાલે, અરમા પ્રેમા, પચાની કપુરમ, જીવન તરંગલ, અનુરાગ દેવતા વગેરેનું ડાયરેક્શન પણ કર્યું હતું. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં 70 થી વધુ હિન્દી અને તેલુગુ ફિલ્મો ડાયરેક્ટ કરી. જીવન ધારા, ઈંકલાબ, યે દેશ, જોન જાની જનાર્દન, હકીકત, નસીબ અપના અપના, સદા સુહાગન, દોસ્તી દુશ્મની, ઈંસાફ કી પુકાર, ખતરો કે ખિલાડી, મજબૂર, સચ્ચાઈ કી જીત, મુકાબલા, રાવણ રાજ, જંગ, બુંલદી, દીબેટી નં. વન જેવી ફિલ્મો તેમણે આપી છે.

અનુપમ ખેરે વ્યક્ત કર્યો શોક: ટી રામારાવના નિધન પર અનુપમ ખેરે શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું, “ફિલ્મ નિર્માતા અને મારા ખાસ મિત્ર ટી રામારાવ જીના નિધનના સમાચાર મળ્યા. જાણીને ખૂબ જ દુઃખ થયું કે તે હવે આ દુનિયામાં નથી રહ્યા. મને તેમની સાથે આખરી રાસ્તા અને સંસાર જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. તે ખૂબ જ દયાળુ અને દિલના સાફ વ્યક્તિ હતા. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ઓમ શાંતિ.”