શુક્રવારે રાત્રે કરોડો ક્રિકેટ ચાહકોએ એક સુંદર ક્રિકેટ મેચ જોઈ. શુક્રવારે સાંજે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2021 ની ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં 27 રનથી ચેન્નઈએ કોલકાતાને હરાવીને ચોથી વખત આઈપીએલનો એવોર્ડ પોતાના નામે કર્યો. ચેન્નાઈએ જીત સાથે કરોડો ચાહકોને ખુશ કર્યા હતા, જોકે આજે સવારે ક્રિકેટની દુનિયાથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા. એક પ્રખ્યાત ક્રિકેટરે માત્ર 29 વર્ષની નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું.
જે ક્રિકેટર વિશે અમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે અવી બારોટ. દુર્ભાગ્યે હવે અવી આપણી વચ્ચે નથી. હાર્ટ એટેકને કારણે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. અવીની ઉંમર માત્ર 29 વર્ષ હતી અને આ ઉંમરે તેના અચાનક નિધનથી દરેકને આઘાત લાગ્યો છે. તે સૌરાષ્ટ્ર તરફથી રમતા હતા અને ભારતીય અંડર -19 ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યા હતા.
અવીના નિધનની ઘોષણા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને કરી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને માહિતી આપતા કહ્યું કે, માત્ર 29 વર્ષની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટથી અવી બારોટનું નિધન થઈ ગયું. જણાવી દઈએ કે અવી એક શ્રેષ્ઠ બેટ્સમેન હતા. આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શ્રેષ્ઠ સદી ફટકારવાની સાથે તે ચર્ચામાં આવ્યા હતા. ગોવા વિરુદ્ધ તેમણે ઘરેલૂ ક્રિકેટમાં 53 બોલમાં 122 રન બનાવ્યા હતા.
SCA પ્રેસીડેંટે વ્યક્ત કર્યું દુઃખ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે અવિ બરોટના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “આ ખૂબ જ આઘાતજનક અને દુઃખ ભરેલા સમાચાર છે. બરોટ એક શ્રેષ્ઠ ટીમમેટ હતો, જેની પાસે અદભૂત ક્રિકેટિંગ સ્કિલ્સ હતી. તાજેતરમાં જેટલી પણ ઘરેલૂ મેચ રમાઈ, તે બધામાં બરોટનું પ્રદર્શન અદભૂત રહ્યું હતું. તે એક સારો વ્યક્તિ અને મિત્ર હતો. તેમના અચાનક નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા દરેકને વ્યક્તિને ખૂબ દુઃખ થયું છે.”
બોલિંગ પણ કરતા હતા અને વિકેટકીપર પણ હતા અવી: અવી 2019-20માં રણજી ટ્રોફીનો એવોર્ડ જીતનાર સૌરાષ્ટ્રમી વિજેતા ટીમના સભ્ય પણ હતા. ક્રિકેટ જગત તેમના નિધનથી સ્તબ્ધ છે. તે એક શ્રેષ્ઠ બેટ્સમેન હોવાની સાથે જ બોલર પણ હતો. જણાવી દઈએ કે તે ઓફ બ્રેક બોલિંગ કરતા હતા. આ ઉપરાંત અવી વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળતા હતા.
અવીની ક્રિકેટ કારકિર્દી પર એક નજર કરીએ તો તેમણે 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ દરમિયાન તેમણે કુલ 1547 રન પોતાના નામે કર્યા હતા. સાથે જ 38 લિસ્ટ A મેચ પણ રમી હતી. અવીના બેટથી લિસ્ટ એ મેચમાં કોઈ સદી તો ન નીકળી જોકે તેમણે કુલ 1030 રન બનાવ્યા અને કુલ 8 અર્ધસદી ફટકારી હતી. જ્યારે 20 ઘરેલૂ મેચમાં અવીએ 416 ના સ્ટ્રાઇક રેટથી 717 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 5 અર્ધ સદી અને એક સદી ફટકારી હતી.
અવી એક ટેલેંટેડ ખેલાડી હતા આ વાતમાં કોઈ શંકા નથી. તે 2015-16 અને 2018-19માં રણજી ટ્રોફીની ફાઇનલ રમનાર સૌરાષ્ટ્ર ટીમના ભાગ હતા. વર્ષો પહેલા તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને જોઈને BCCI એ તેમને અંડર -19 ક્રિકેટર ઓફ ધ યર ના એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા.