અરવિંદ ત્રિવેદી પહેલા થઈ ચુક્યું છે ‘રામાયણ’ ના આ 7 કલાકારોનું નિધન, જાણો લિસ્ટમાં કોણ કોણ છે શામેલ

મનોરંજન

રામાનંદ સાગરની પ્રખ્યાત સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. તેમણે મંગળવારે રાત્રે મુંબઈમાં છેલ્લો શ્વાસ લીધો. જણાવી દઈએ કે તે 82 વર્ષના હતા અને તેમના નિધનની ઘોષણા તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ કરી. કૌસ્તુભના જણાવ્યા મુજબ, “તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમની તબિયત સારી ન હતી, પરંતુ મંગળવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું.

જણાવી દઈએ કે મૂળરૂપે મધ્યપ્રદેશના રહેવાસી અરવિંદ ત્રિવેદીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘પરાયા ધન’ થી કરી હતી. ત્યાર પછી તેમણે કેટલીક હિન્દી ફિલ્મો ઉપરાંત ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી. અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું. તેમણે ‘રામાયણ’ ઉપરાંત ટીવી શો ‘વિક્રમ ઔર બેતાલ’માં પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ગુજરાતી સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા અને ગુજરાત સરકારે પણ તેમનું સન્માન કર્યું. સાથે જ તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સીરિયલ ‘રામાયણ’ માં કામ કરતા સાત કલાકારોનું નિધન થઈ ચુક્યું છે, તો ચાલો જાણીએ કે તેમાં કોણ કોણ સામેલ છે.

દારા સિંહ (હનુમાન): જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતા અને ટીવીના હનુમાન દારા સિંહને કોણ ભૂલી શકે છે. દારા સિંહે એવું પાત્ર નિભાવ્યું કે તેનું પાત્ર જીવનભર ભારતીયોના દિલમાં રાજ કરશે. દારા સિંહનું નિધન 12 જુલાઈ 2012 ના રોજ થયું હતું.

લલિતા પવાર (મંથરા): જાણીતી અભિનેત્રી લલિતા પવારે સીરિયલ ‘રામાયણ’માં મંથરાની ભૂમિકા નિભાવી હતી. શોમાં તેની ભૂમિકાની દરેકે પ્રશંસા કરી. 24 ફેબ્રુઆરી 1998 ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.

અરવિંદ ત્રિવેદી (રાવણ): પ્રખ્યાત શો રામાયણના જીવ એટલે કે રાવણની ભૂમિકા નિભાવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન 5 ઓક્ટોબર 2021 ના રોજ થયું. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું જીવન સમાપ્ત થઈ ગયું.

મુલરાજ રઝદા (જનક): શોમાં રાજા જનકની ભૂમિકા નિભાવનાર અભિનેતા મૂળરાજ રઝદાએ પણ પોતાની એક્ટિંગના આધારે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી હતી. તેમનું નિધન 23 સપ્ટેમ્બર 2012 ના રોજ થયું હતું.

મુકેશ રાવલ (વિભીષણ): મુકેશ રાવલે શોમાં વિભીષણનું પાત્ર નિભાવ્યું હતું. તેમનું નિધન 15 નવેમ્બર 2016 ના રોજ થયું હતું.

વિજય અરોરા (મેઘનાદ): વિજય અરોરાએ શોમાં મેઘનાદનું પાત્ર નિભાવ્યું હતું. તે ઘણી હિટ ફિલ્મોના પણ ભાગ રહ્યા છે. વિજયનું નિધન 2 ફેબ્રુઆરી 2007 ના રોજ મુંબઈમાં થયું હતું.

જયશ્રી ગડકર (કૌશલ્યા): અભિનેત્રી જયશ્રી ગડકરે રામાયણમાં ભગવાન રામની માતા કૌશલ્યાની ભૂમિકા નિભાવી હતી. તેમની ભૂમિકાએ પણ ઘણા લોકોને આકર્ષિત કર્યા હતા. તેમનું નિધન 29 ઓગસ્ટ 2008 ના રોજ થયું હતું. ખાસ વાત એ છે કે તે રિયલ લાઈફમાં પણ શોમાં દશરથની ભુમિકા નિભાવનાર અભિનેતા બાલ ધુરીની પત્ની હતી.