5 વર્ષ પહેલા ‘દયાબેન’ એ છોડી દીધો હતો ‘તારક મેહતા…’ શો, હવે દયાબેનની એવી તસવીરો સામે આવી છે કે જોઈને તમે ઓળખી પણ નહિં શકો

મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ભારતીય ટીવી ઈંડસ્ટ્રીની એક ખૂબ જ લોકપ્રિય સિરિયલ છે. કોમેડી પર આધારિત આ સિરિયલ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોના દરેક કલાકાર ચાહકો અને દર્શકોની વચ્ચે એક ખાસ ઓળખ ધરાવે છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં એવા ઘણા સ્ટાર્સ છે જે શરૂઆતથી જ શો સાથે જોડાયેલા છે અને હજુ પણ તેની સાથે છે. જોકે ઘણા કલાકારો શો છોડી ચુક્યા છે. તેમાંથી એક નામ દિશા વાકાણીનું પણ છે. જણાવી દઈએ કે આ શોમાં ‘દયા ભાભી’નું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નામ દિશા વાકાણી છે.

દિશાએ વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. તે પાંચ વર્ષ પહેલા આ શોથી દૂર થઈ ગઈ હતી. અભિનેત્રીએ વર્ષ 2017માં કોઈ કારણસર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’થી અંતર બનાવી લીધું હતું. પરંતુ અવારનવાર ચાહકો તેના કમબેકની માંગ કરતા રહે છે. જ્યારે હવે ફરી એક વખત તેમના કમબેકની માંગ થઈ જ્યારે તેની એક તસવીર તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.

હવે ચાહકો તેની એક જૂની તસવીર જોઈને તેને ફરીથી શોમાં જોવાની માંગ કરવા લાગ્યા છે. તેના એક ફેન પેજ દ્વારા તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર દિશાની એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. આ તસવીર શો સાથે જોડાયેલી છે. જેમાં દિશા ભગવાન ગણેશની મૂર્તિની સામે જોવા મળી રહી છે. સાથે જ તેની પાછળ ‘માધવી ભીડે’નો રોલ નિભાવી રહેલી સોનાલિકા જોશી પણ જોવા મળી રહી છે.

આ તસવીરમાં દિશાને પહેલી નજરમાં ઓળખવી તમારા માટે મુશ્કેલ બની શકે છે જોકે આ કામ અશક્ય નથી. હાલમાં તો સોશિયલ મીડિયા પર તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને ચાહકો તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. સાથે જ, ચાહકો કહી રહ્યા છે કે દિશા પરત શોમાં આવી જાઓ.

એક યુઝરે તસવીર જોયા પછી કમેન્ટ કરતા લખ્યું છે કે, “શું તમે શોમાં પરત આવી ગયા છો”. એક અન્ય યુઝરે લખ્યું છે કે, “શું તમે ‘તારક મેહતા…’ માં કમબેક કરવા ઈચ્છો છો”. સાથે જ એક અન્ય એ લખ્યું કે, “મૅમ, તમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ક્યારે કમબેક કરી રહ્યાં છો”. જ્યારે એકે લખ્યું કે, “શું ફાયદો આવી તસવીર નાખીને. મન વધુ ખરાબ થઈ જાય છે તમને જોઈને.”

2015 માં થયા હતા દિશના લગ્ન: 44 વર્ષની દિશાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. તેના પતિનું નામ મયુર પાડિયા છે. દિશાના પતિ મયુર મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

એક પુત્રીની માતા પણ છે દિશા: લગ્નના લગભગ બે વર્ષ પછી દિશા વાકાણી માતા બની હતી. વર્ષ 2017માં તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેમની પુત્રીનું નામ સ્તુતિ પાડિયા છે. પુત્રીના જન્મ પછીથી જ દિશાએ ‘તારક મેહતા..’ શો છોડી દીધો હતો.