પાંચ વર્ષથી ‘તારક મેહતા’થી દૂર છે દયાબેન, છતાં પણ કરે છે છપ્પડફાડ કમાણી, જાણો ક્યાંથી કરે છે આટલી કમાણી

મનોરંજન

ભારતીય ટીવી જગતના ઈતિહાસમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી પૌરાણિક સિરિયલોએ મોટો ઈતિહાસ રચ્યો છે. પહેલાના સમયમાં આ સિરિયલો ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી અને આજે પણ તેની ખૂબ ચર્ચા થાય છે. સાથે જ આજના સમયમાં ટીવીની સૌથી લોકપ્રિય અને ચર્ચિત સિરિયલોમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પણ પોતાનું સ્થાન ધરાવે છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો દરેકને પસંદ આવે છે. બાળકો હોય કે વૃદ્ધો કે પછી મહિલાઓ કે પુરૂષો, આ શો દરેકની પસંદ છે. તેનું એક કારણ એ પણ છે કે તેમાં દરેક ઉંમરના લોકોના કલાકાર પણ છે. આ શો લગભગ છેલ્લા 13 વર્ષથી સતત ચાલી રહ્યો છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો ટીવી ઈતિહાસના સૌથી લાંબા ચાલનારા શોમાં શામેલ છે. 28 જુલાઈ 2013ના રોજ તેની શરૂઆત થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી તે અટક્યા વગર ચાલી રહ્યો છે. સોની ટીવી પર આવી રહેલી આ સિરિયલ અને તેના પાત્ર એ દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે.

શો સાથે જોડાયેલા દરેક કલાકાર દર્શકોની વચ્ચે એક ખાસ ઓળખ ધરાવે છે. આ શોને અત્યાર સુધીમાં ઘણા કલાકારો છોડી ચુક્યા છે પરંતુ આજે પણ તેમની ઓળખ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં નિભાવેલા તેમના પાત્રને કારણે જ થાય છે. આવું જ એક નામ દિશા વાકાણીનું પણ છે. શોમાં દયાબેન અથવા દયા ભાભીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રીનું સાચું નામ દિશા વાકાણી છે.

દિશા વાકાણી એક સમયે શોનો જીવ હતી. તેની એક્ટિંગની સાથે જ દર્શકો તેની સ્ટાઈલ પણ ખૂબ પસંદ કરતા હતા. આજે પણ દર્શકો તેના કમબેકની માંગ કરતા રહે છે. દિશા વર્ષ 2017માં શો છોડી ચુકી છે. તે ચાર-પાંચ વર્ષથી શોનો ભાગ નથી. પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.

દિશા વાકાણીએ વર્ષ 2017માં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડ્યા પછીથી શોમાં કમબેક કર્યું નથી અને ન તો કોઈ અન્ય શોમાં કામ કર્યું, જોકે છતાં પણ દિશા એક સુંદર જીવન જીવે છે. જણાવી દઈએ કે દિશા એક એપિસોડના લાખો રૂપિયા કમાતી હતી. તે શોના સૌથી મોંઘા કલાકારોમાંથી એક હતી.

આટલા કરોડની માલિક છે દયાબેન: દયાબેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિશાએ પોતાની કારકિર્દીમાં ખૂબ નામ કમાવવાની સાથે સારા પૈસા પણ કમાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશા વાકાણી કુલ 37 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. દયાબેનની કમાણીનો સ્ત્રોત હાલમાં જાહેરાત છે.

પરણિત છે દિશા વાકાણી: જણાવી દઈએ કે દિશા વાકાણી પરિણીત છે. વર્ષ 2015 માં તેમણે મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

એક પુત્રીની માતા પણ છે દિશા: વર્ષ 2015માં લગ્ન કરનાર દિશા વર્ષ 2017માં માતા બની હતી. તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ સ્તુતિ છે. પુત્રીના જન્મ પછીથી જ દિશાએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો અને હવે તે પોતાનો બધો સમય પોતાના પરિવારને આપી રહી છે. સમયાંતરે દિશાના કમબેકના સમાચાર આવતા રહે છે, પરંતુ જ્યારથી તેણે શો છોડી દીધો છે ત્યારથી તે પરત ફરી શકી નથી.