37 વર્ષની ઉંમરમાં દુલ્હન બની હતી ‘દયા ભાભી’, જુવો તેના લગ્નની સુંદર તસવીરો

મનોરંજન

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જેણે ઘર ઘરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. છેલ્લા 13 વર્ષથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. કોમેડી પર આધારીત આ શો દરેકનો ફેવરિટ શો છે. દરેક ઉંમરના લોકો તેને જોવાનું પસંદ કરે છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દરેક પાત્ર પોતાનામાં ખૂબ જ ખાસ છે. દરેક પાત્ર દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે, પરંતુ જે પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તેમાં એક પાત્ર છે દયા નું. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં દયાનું પાત્ર નિભાવી ચુકેલી અભિનેત્રીનું સાચું નામ દિશા વાકાણી છે.

દિશા વાકાણી ઘણા સમયથી આ શોનો ભાગ નથી રહી. તેણે વર્ષ 2017 માં આ શો છોડી દીધો હતો અને આજ સુધી તેણે કમબેક કર્યું નથી. એવું કહેવામાં આવે છે કે દિશા પોતે કમબેક કરવાના મૂડમાં નથી, ન તો દયાની ભૂમિકા માટે આજ સુધી કોઈ અન્ય કલાકારની પસંદગી કરવામાં આવી છે. પરંતુ દિશાની લોકપ્રિયતા ઓછી થઈ નથી. ચાહકો આજે પણ દયાની ભૂમિકામાં દિશા વાકાણીને જોવા માટે આતુર છે. દિશાની ફેન ફોલોવિંગ ઘણી મોટી છે અને તે આ બાબતમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ ટક્કર આપે છે.

દિશા વાકાણીના ચાહકો ઘણીવાર તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે આતુર રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દિશા વાકાણીના પતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે દિશા વાકાણીએ વર્ષ 2015 માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. દિશાના પતિ મયુર પંડ્યા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. લગ્ન દરમિયાન દિશાની ઉંમર લગભગ 37 વર્ષ હતી.

દિશા વાકાણીના ઓન-સ્ક્રીન પતિ એટલે કે જેઠાલાલ ગાડા વિશે દરેક સારી રીતે જાણે છે, પરંતુ તેના રિયલ લાઈફ પતિ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. દિશા અને મયૂરના લગ્ન 24 નવેમ્બર 2015 ના રોજ મુંબઇમાં ખૂબ ધૂમધામ સાથે થયાં હતા. બંનેની રિસેપ્શન પાર્ટી માં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના કલાકારો પણ શામેલ થયા હતા.

એવું કહેવામાં આવે છે કે મયુર પંડ્યા અને દિશા વાકાણીની મુલાકાત કામ દરમિયાન થઈ હતી. દિશા ખૂબ પ્રખ્યાત હોવાને કારણે મયૂર દિશાને પહેલેથી જ ઓળખતો હતો. બંને વચ્ચે મુલાકાતનો સિલસિલો ચાલુ રહ્યો અને ફરી બંને વચ્ચે મજબૂત બોન્ડિંગ બની ગઈ. ત્યાર પછી બંને લગ્ન કરીને હંમેશા હંમેશા માટે એક બની ગયા.

દિશા વાકાણી અને મયુર પંડ્યાના લગ્ન ખૂબ ગુપ્ત રીતે થયા હતાં. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકો શામેલ થયા હતા. લગ્ન પછી દિશાએ મુંબઈની એક પ્રખ્યાત હોટલમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી. દિશા અને મયુરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

લગ્નના બે વર્ષ પછી મયુર અને દિશાએ એક પુત્રીનું સ્વાગત કર્યું હતું. વર્ષ 2017 માં દિશાએ એક પુત્રીને જન્મ આપ્યો, તેનું નામ સ્તુતિ રાખવામાં આવ્યું.