સૂર્યગ્રહણના દિવસે જ છે શનિ જયંતિ અને વડ સાવિત્રી નું વ્રત, આવી સ્થિતિમાં જાણો કેવા હશે વ્રતના નિયમ

ધાર્મિક

10 જૂને સૂર્યગ્રહણ થવાનું છે. સૂર્યગ્રહણને કારણે શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. સાથે જ આ દિવસે શનિ જયંતિ અને વડ સાવિત્રી વ્રત પણ છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એ જ સવાલ ઉભો થાય છે કે તેઓ કેવી રીતે વ્રત અને પૂજા કરે. ખરેખર સૂર્યગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં ગ્રહણ દરમિયાન મંદિરો પણ બંધ રહે છે અને ધાર્મિક કાર્યો કરવામાં આવતા નથી.

શનિ જયંતિ: હિન્દુ કેલેન્ડર મુજબ ભગવાન શનિની જન્મજયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાસ તિથિ પર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ન્યાયના ભગવાન અને સૂર્યના પુત્ર ભગવાન શનિનો જન્મ અમાસ તિથિ પર થયો હતો અને આ દિવસે શનિદેવની પૂજા કરવાથી દુઃખોથી છુટકારો મળે છે. સાથે જ તેમના ક્રોધથી રક્ષા થાય છે. જે લોકોની કુંડળીમાં આ ગ્રહ ભારે હોય છે. તે લોકોએ શનિ જયંતિના દિવસે તેમની પૂજા જરૂર કરવી જોઇએ.

10 જૂને શનિ જયંતિ છે. જે લોકો પર શનિદેવની અશુભ છાયા છે. તેઓએ શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી મંદિરમાં જઇને શનિદેવની પૂજા કરો અને શનિદેવને તેલ અને અન્ય ચીજો અર્પણ કરો. ત્યાર પછી શનિ ચાલીસાના પાઠ પણ કરો. શક્ય હોય તો ગરીબ લોકોને કાળી ચીજોનું દાન પણ કરો.

વડ સાવિત્રી વ્રત: સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રી રાખે છે. આ વ્રત દર વર્ષે જેઠ મહિનાની અમાસ તિથિ પર આવે છે. આ દિવસે વડના વૃક્ષ નીચે બેસીને કથા વાંચવામાં આવે છે અને આ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં શિવનો વાસ માનવામાં આવે છે. તેની નીચે બેસીને પૂજા અને વ્રત કથા વગેરે સાંભળવાથી બધી ઈચ્છા પૂર્ણ થાય છે.

દંતકથા મુજબ સાવિત્રી નામની એક મહિલાએ પોતાના પતિનો જીવ બચાવવા માટે આ વ્રત રાખ્યું હતું. ત્યારથી આ વ્રત પ્રચલિત થઈ ગયું અને દરેક પરણીત મહિલા આ વ્રત રાખે છે. પરિણીત મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરે છે. ત્યાર પછી વ્રતપૂજા કરીને વ્રત રાખવાનો સંકલ્પ કરે છે. ત્યાર પછી વડના ઝાડની પૂજા કરો અને આ ઝાડ પર મોલીનો દોરો બાંધી દો. જો શક્ય હોય તો, ઝાડની નીચે બેસો અને વ્રત સાથે જોડાયેલી કથા વાંચો. દિવસભર કોઈ પણ ચીજનું સેવન ન કરો. બીજા દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા કરો અને ઉપવાસ તોડો. ફળ અને દૂધ ખાઈને આ વ્રત તોડો.

આ રીતે કરો પૂજા: વર્ષ 2021 નું પહેલું સૂર્યગ્રહણ 10 જૂને ભારતીય સમય મુજબ બપોરે 01:42 વાગ્યે શરૂ થશે અને તે સાંજે 06:41 સુધી ચાલશે. સૂર્યગ્રહણ અમેરિકાના ઉત્તરીય ભાગ, ઉત્તરી કેનેડા, યુરોપ, ગ્રીનલેન્ડ, રશિયા અને એશિયાના કેટલાક દેશોમાં જોવા મળશે. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં ભારતમાં ગ્રહણ નહીં થાય અને ન તો સુતકકાલ માન્ય રહેશે. તમે કોઈ પણ પ્રકારના ડર વગર શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રત કરી શકો છો કારણ કે સુતકકાળ માન્ય નથી.