આર્મી ઓફિસરની પુત્રીઓ અને પુત્ર છે બોલીવુડના આ 5 પ્રખ્યાત સ્ટાર, જુવો લિસ્ટ

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મોમાં આપણા ફેવરિટ સ્ટાર્સ ઘણા પ્રકારના પાત્રો નિભાવે છે. અક્ષય કુમારથી લઈને વિકી કૌશલ સુધી ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ફિલ્મોમાં આર્મી ઓફિસરની ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. આપણા ઘણા સ્ટાર્સ એવા પણ છે જે ઈંડિયન આર્મી વાળા બેકગ્રાઉંડમાં મોટા થયા છે. આજે અમે તમને એક એવા સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પિતા આર્મી ઓફિસર રહી ચૂક્યા છે.

અનુષ્કા શર્મા: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની સુંદર એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે અનુષ્કા શર્મા આર્મી ઓફિસરની પુત્રી છે. અનુષ્કાના પિતા અજયકુમાર શર્મા આર્મીમાં કર્નલની પોસ્ટ પર હતા.

અક્ષય કુમાર: અક્ષય કુમારે ઘણી ફિલ્મોમાં આર્મીના જવાનનું પાત્ર નિભાવ્યું છે. દિલ્હીમાં જન્મેલા અક્ષય કુમારના પિતા હરિ ઓમ ભાટિયા પણ આર્મીમાં હતા. પરંતુ તેના પિતાએ થોડા સમય પછી તે નોકરી છોડી દીધી. તે અમૃતસરથી દિલ્હી આવ્યા અને યુનિસેફમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યા હતા.

એશ્વર્યા રાય: બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન તેની એક્ટિંગની સાથે સાથે બોલિવૂડમાં તેની સુંદરતા માટે પણ જાણીતી છે. એશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય પણ આર્મી ઓફિસર હતા. તેથી જ તે પણ શિસ્તમાં રહી છે.

પ્રિયંકા ચોપડા: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા કરોડો દિલો પર રાજ કરે છે. મિસ વર્લ્ડ રહી ચુકેલી પ્રિયંકાના પિતા પણ આર્મી ઓફિસર હતા. પ્રિયંકાના પિતા ડો.અશોક ચોપરા આર્મીમાં ફિઝિશિયન તરીકે કામ કરતા હતા. વર્ષ 2013 માં કેન્સરે તેમનો જીવ લીધો હતો.

લારા દત્તા: ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાના પિતા એલ કે દત્તા પણ એરફોર્સના અધિકારી હતા. પિતા એલ.કે.દત્તા ઈંડિયન એરફોર્સના વિંગ કમાન્ડર હતા. માત્ર તેના પિતા જ નહીં, લારાની બહેન પણ ઈંડિયન એરફોર્સનો ભાગ રહી ચૂકી છે. લારા દત્તાએ તેના મિસ યુનિવર્સ બનવાનો શ્રેય પણ તેના પિતાને આપ્યો હતો.

નેહા ધૂપિયા: બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પણ આર્મી પરિવાર સાથે જોડાયેલી છે. નેહાના પિતા પ્રદીપસિંહ ધૂપિયા ઈંડિયન નેવીમાં કમાન્ડર હતા. નેહાનો અભ્યાસ નેવલ અને આર્મી સ્કૂલમાંથી પૂર્ણ થયો છે.

સુષ્મિતા સેન: સુષ્મિતા સેન મિસ યુનિવર્સ રહી ચૂકી છે. સુષ્મિતા સેન તેની ફિટનેસ તેમજ એક્ટિંગ માટે પણ જાણીતી છે. સુષ્મિતાના પિતા શુબીર સેન એરફોર્સમાં વિંગ કમાન્ડના પદ પર હતા. સુષ્મિતાનું બાળપણ દેશના ઘણા ભાગોમાં પસાર થયું છે.

પ્રીતિ ઝિન્ટા: બોલીવુડની ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી પ્રીતિ ઝિન્ટાના પિતા દુર્ગાનંદ ઝિન્ટા પણ આર્મી મેજર હતા. પ્રીતિ જ્યારે 13 વર્ષની હતી, ત્યારે તેના પિતા તેને છોડીને ચાલ્યા ગયા હતા. તેના પિતાનું મૃત્યુ ખૂબ જ ભયાનક એક્સીડંટમાં તહ્યું હતું. પિતા પછી હવે પ્રીતિના ભાઈ પણ આર્મીમાં કમિશંડ ઓફિસર છે.