પાયલોટ દીકરીએ પહેલા સ્પર્શ કર્યા પિતાના પગ પછી ઉડાવી ફ્લાઈટ, આ વીડિયો જોઈને ઈમોશનલ થયા લોકો- કહ્યું પ્રાઉડ મોમેંટ, તમે પણ અહીં જુવો આ વીડિયો

વિશેષ

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે, જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને લોકો ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે. ઘણી વખત ઈમોશનમાં લોકો સારો મેસેજ પણ આપી જાય છે. તમે બધા લોકોએ ઘણા પ્રકારના વીડિયો વાયરલ થતા જોયા હશે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ફ્લાઇટ સાથે સંબંધિત ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.

જેમાંથી કેટલાક વીડિયોમાં પાઇલોટ તેમના કાવ્યાત્મક અંદાજ માટે જાણીતા છે તો સાથે જ કેટલાક મુસાફરો ગેરવર્તણૂક કરતા અને એકબીજા સાથે લડતા જોવા મળ્યા. આ દરમિયાન તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા પછી દરેક લોકો ખૂબ જ ઈમોશનલ થઈ ગયા છે. હા, આ વીડિયોમાં એક છોકરી પોતાના પિતાના પગ તે સમયે સ્પર્શી રહી છે, જ્યારે તે પ્લેન ઉડવા જઈ રહી છે.

પિતાના પગ સ્પર્શી રહી છે પુત્રી: જેમ કે આપણે બધા જાણીએ છીએ, માતાપિતા તેમના બાળકો માટે ઘણું-બધું કરે છે. દરેક માતા-પિતા એ જ ઈચ્છે છે કે તેમનું બાળક સફળતાના શિખરોને સ્પર્શે અને જ્યારે બાળક સક્ષમ બને અને સફળતાના શિખરે પહોંચે ત્યારે માતા-પિતા માટે તેનાથી મોટી ખુશી કોઈ ન હોઈ શકે. પરંતુ આ ખુશી ત્યારે વધુ વધી જાય છે જ્યારે સફળતાની સીડીને ચુંબન કરતા બાળકો પોતાના માતા-પિતાને માન આપવાનું ભૂલતા નથી. જીવનના કર્તવ્ય માર્ગ પર આગળ વધતા પહેલા તેમના માટે માતાપિતાના આશીર્વાદ સૌથી મહત્વપૂર્ણ હોય છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક છોકરી પાઈલોટના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ છોકરી પોતાની ઉડાન પહેલા પોતાના પિતાને મળવા જાય છે. આ વીડિયોમાં પાઈલોટ પુત્રી પોતાની ફ્લાઈટ ઉડાવતા પહેલા તેની ફ્લાઈટમાં હાજર પોતાના પિતા પાસે જઈને તેના પગ સ્પર્શીને આશીર્વાદ લેતા અને ગળે મળતા જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના જીતી લીધા દિલ: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ છોકરી તે જ પ્લેનની પાયલોટ છે જેમાં તેના પિતા બેઠા છે. વીડિયોમાં જોવા મળે છે કે છોકરી પોતાના પિતા પાસે જાય છે અને તેમના પગને સ્પર્શ કરે છે અને પછી તેને ગળે લગાવે છે. તેના પિતાની આંખોમાં આંસુ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઈમોશનલ થઈ ગયા. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કૃતદાન્યા હેલે એ તેના એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

તેના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ, તે એરબસ 320 પાયલોટ છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પાયલોટ_ક્રુતાદન્યા નામના પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી યુઝર્સ કમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયોને 8.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. સાથે જ આ વીડિયોને 6 લાખ 65 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઘણા યુઝર્સે કમેન્ટ કરીને આ વીડિયોને શાનદાર જણાવ્યો છે. તે સાથે જ ઘણા યૂઝર્સે તેને પ્રાઉડ મોમેંટ જણાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.