બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ વર્ષે સરોગસીની મદદથી એક પુત્રીના માતા-પિતા બન્યા છે. માતા બન્યા પછી પ્રિયંકા ચોપરા પોતાની પુત્રી સાથે મોટાભાગનો સમય પસાર કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
હવે આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાની માતા સાથે પુત્રી માલતીની એક તસવીર શેર કરી છે, જેને જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને પ્રેમભરી કમેન્ટ્સ કરી રહ્યા છે. ચાલો જોઈએ પ્રિયંકા ચોપરાની પુત્રીની ઝલક.
માતાના જન્મદિવસ પર પ્રિયંકાએ શેર કરી નાની પરીની તસવીર: ખરેખર પ્રિયંકા ચોપરાએ પોતાની માતા મધુ ચોપરાના જન્મદિવસના આ ખાસ પ્રસંગ પર તેની પુત્રીની એક તસવીર શેર કરી. વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે મધુ કેમેરા તરફ હસતા જોવા મળી રહી છે, તો પ્રિયંકા તેની પુત્રી માલતી તરફ જોઈ રહી છે, જોકે પુત્રીનો ચેહરો જોવા મળી રહ્યો નથી. પરંતુ ચાહકો આ તસવીર ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરીને આ નાની પરી પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. આ તસવીર શેર કરતાં પ્રિયંકા ચોપરાએ એક સુંદર નોટ પણ લખી છે.
તેણે પોતાની માતાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, “હેપ્પી બર્થડે મમ્મા. તમે હંમેશા હસતા રહો. જીવન પ્રત્યેના તમારા ઉત્સાહ અને દરરોજના અનુભવોથી તમે ઘણી પ્રેરણા આપો છો. તમારી સોલો યુરોપ ટૂર તમારું બેસ્ટ બર્થડે સેલિબ્રેશન હતું જે મેં અત્યાર સુધી જોયું. લવ યુ ટુ મૂન એન્ડ બેક નાની.” નોંધપાત્ર છે કે પ્રિયંકા ચોપરાની પુત્રીનો જન્મ પ્રી-મેચ્યોર થયો હતો, તેથી તેને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં રાખવી પડી હતી.
સાથે જ મધર્સ ડેના પ્રસંગ પર પ્રિયંકાએ પહેલીવાર પોતાની પુત્રીની તસવીર શેર કરી. નિક પિતા બન્યા પછી ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું હતું કે, પોતાની પુત્રી વિશે નિકનું કહેવું છે કે, “જીવન હવે બદલાઈ ગયું છે અને સુંદર છે. તે અમારા માટે ગિફ્ટ છે અને અમે ખુશ છીએ કે તે ઘરે પરત આવી ગઈ છે. હવે અમારો મોટો પરિવાર થઈ ગયો છે. મારા ભાઈને પણ બાળકો છે, જોનાસ પરિવાર સતત વધી રહ્યો છે.”
આ ફિલ્મોમાં જોવા મળશે પ્રિયંકા: પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આ દિવસોમાં પોતાની હોલીવુડ ફિલ્મોમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં હોલિવૂડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’માં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ‘સિટાડેલ’ અને ‘એન્ડિંગ થિંગ્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.
આ ઉપરાંત તેની પાસે હોલીવુડ પ્રોજેક્ટ ‘મેટ્રિક્સ’ પણ છે, જેના માટે તેણે તાજેતરમાં પહેલું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા બોલિવૂડ ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોવા મળશે જેમાં કેટરિના અને આલિયા મુખ્ય ભૂમિકામાં હશે. જોકે આ ફિલ્મને લઈને પ્રિયંકા તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.