ખૂબ જ સુંદર છે ગુલશન કુમારની પુત્રવધૂ દિવ્યા, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેસેટ કિંગ તરીકે જાણીતા દિવંગત ગુલશન કુમાર આજે 5 મેના રોજ તેમની 65 મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. 1956 માં નવી દિલ્હીમાં જન્મેલા ગુલશન કુમારની 1997 માં અન્ડરવર્લ્ડ દ્વારા હત્યા કરવવામાં આવી હતી. તેમના મૃત્યુ પછી ટી-સિરીઝ પુત્ર ભૂષણ કુમાર અને પુત્રવધૂ દિવ્યા ખોસલા કુમાર સંભાળે છે. ગુલશન કુમારની પુત્રવધૂ દિવ્યા ખોસલાની સુંદરતાની પ્રશંસા જેટલી કરવામાં આવે તેટલી ઓછી છે.

20 નવેમ્બર 1987 માં દિલ્હીમાં જન્મેલી દિવ્યા ખોસલાએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2004 માં ‘લવ ટુડે’ નામની તેલુગુ ફિલ્મથી કરી હતી. 2004 માં તે અક્ષય કુમાર સાથે ‘અબ તુમ્હારે હવાલે વતન સાથી’ માં પણ જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર સાથે પહેલી મુલાકાત થઈ હતી. પહેલા બંને વચ્ચે ચેટ અને કોલ પર વાત શરૂ થઈ. ટૂંક સમયમાં જ તે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા.

આ દરમિયાન ભૂષણ કુમારે દિવ્યા અને તેના પરિવારને દિલ્હીમાં તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. અહીં દિવ્યાના પરિવારને ભૂષણ પહેલી નજરમાં જ પસંદ આવી ગયા. દિવ્યાની માતા તેને ભૂષણ સાથે લગ્ન કરવા માટે ફોર્સ કર્યો. દિવ્યાને પણ ભૂષણને પસંદ કરતી હતી તેથી તે લગ્ન માટે માની ગઈ. બંનેએ 13 ફેબ્રુઆરી 2005 ના રોજ લગ્ન કર્યા. આ લગ્ન પહેલા 2011 માં તેમને એક પુત્ર થયો જે હવે 10 વર્ષનો થઈ ચુક્યો છે.

લગ્ન પછી દિવ્યાએ પોતાની જાતને થોડા વર્ષોથી ફિલ્મોથી દૂર કરી દીધી. પુત્રો ભૂષણ અને પુત્રવધૂ દિવ્યા ઉપરાંત ગુલશન કુમારના પરિવારમાં બે પુત્રી તુલસી અને ખુશાલી કુમાર પણ છે. ફિલ્મોમાં આવતા પહેલા દિવ્યા મ્યુઝિક વીડિયોનો ભાગ રહેતી હતી. તેનો પહેલો મ્યુઝિક વીડિયો ફાલ્ગુની પાઠકનો ‘આયો રામા હાથ સે યે દિલ ખો ગયા’ હતો.

ત્યાર પછી તે 2003 માં કુણાલ ગાંજાવાળાના આલ્બમ ‘જીદ ના કરો યે દિલ દા મામલ હૈ’માં જોવા મળી હતી. આમાં સલમાન ખાન પણ તેની સાથે હતો. દિવ્યા પલક મુછલ અને અરિજિત સિંહનો મ્યુઝિક વીડિયો ‘કભી યાદોં મેં આઉં’માં જોવા મળી ચુકી છે.

દિવ્યા પોતાની ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘સનમ રે’ માં ‘હમ પી રક્ખી હૈ’ અને ‘અક્કડ-બક્કડ બોમ્બે બો’ જેવા આઈટમ નંબર પર ડાન્સ પણ કરી ચુકી છે. તે હાલમાં ફિલ્મ ફાયરેક્શન અને પ્રોડક્શનમાં હાથ અજમાવી રહી છે. તેણે 20 મ્યુઝિક વીડિયો ડાયરેક્ટ કર્યા પછી 2014 માં ફિલ્મ ‘યારિયાં’ ડિરેક્ટ કરી હતી. ત્યાર પછી 2016 માં ‘સનમ રે’નું નિર્દેશન પણ કર્યું હતું. તે 2015 માં આવેલી રણબીર કપૂર ફિલ્મ ‘રોય’ ની પ્રોડ્યૂસર પણ રહી ચુકી છે.