વિરાટ-અનુષ્કાની પુત્રીની પહેલી તસવીર આવી સામે, એયરપોર્ટ પર ભૂલથી જોવા મળી પહેલી ઝલક, જુવો તમે પણ તેની ઝલક

રમત-જગત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી સૌથી ચર્ચિત જોડીઓમાંની એક છે. બંનેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. વિરાટ કોહલી અને અનુષ્કા ઘણી વાર ચર્ચામાં રહે છે. પુત્રીના જન્મ પછીથી બંને ઘણીવાર પોતાની પુત્રી સાથે જોવા મળે છે, જોકે આજ સુધી કપલે પોતાની પુત્રીનો ચેહરો બતાવ્યો નથી.

થોડા દિવસો પહેલા વિરાટ કોહલીએ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન હેઠળ વાત કરી હતી. આ દરમિયાન એક ચાહકે તેને પૂછ્યું કે શું વિરાટ તેની પુત્રીની ઝલક બતાવશે. તેના જવાબમાં વિરાટે કહ્યું હતું કે, તેણે અને અનુષ્કાએ નક્કી કર્યું છે કે તેઓ તેમની પુત્રીને સોશિયલ મીડિયા પર નહીં બતાવે. વિરાટે કહ્યું હતું કે તેઓ ત્યાં સુધી તેમની પુત્રીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરે જ્યાં સુધી તે પોતે ન સમજી લે કે સોશિયલ મીડિયા શું છે. જો કે હાલમાં જ વિરાટની પુત્રીની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ખરેખર, તાજેતરમાં વિરાટને પત્ની અને પુત્રી સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. વિરાટ જ્યારે સામાન ઉપાડતા જોવા મળ્યો તો અનુષ્કાએ પોતાની પુત્રીને ખોળામાં લીધી હતી. અનુષ્કાએ પુત્રીને સંપૂર્ણ રીતે ઢાંકીને રાખી હતી. પરંતુ છતા પણ કપલની પુત્રી ‘વામિકા’ પૈપરાજીના કેમેરમાં કેદ થઈ ગઈ.

જણાવી દઈએ કે 2 જૂને ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ છે. 18 જૂને લોર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે ન્યુઝીલેન્ડ સાથે બે હાથ કરવાના છે. આ મામલામાં વિરાટ કોહલી જ્યારે તેના પરિવાર સાથે રવાના થયો હતો ત્યારે તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અનુષ્કા બસમાંથી ઉતરી રહી હતી અને તેણે પુત્રીને છુપાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, જોકે પૈપરાજીએ તેમની પુત્રીની ઝલકને પોતાના કેમેરામાં કેદ કરી જ લીધી.

સોશિયલ મીડિયા પર ‘વામિકા’ ની આ તસવીરો વાયરલ થઈ ગઈ છે. વામિકા તેના પિતા વિરાટ કોહલીની કાર્બન કોપી લાગી રહી છે. ચાહકો આ તસવીરો પર ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે અને વામિકાની તુલના વિરાટ કોહલી સાથે કરી રહ્યા છે.

પુત્રીના પિતા બન્યા પછી વિરાટ કોહલીએ પોતાના એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, “ચીજો ખૂબ જ ઝડપથી બદલાય છે. તમારા દ્વારા ઉપયોગમાં આવતી દરેક ચીજ બદલાઈ જાય છે. તમારે અન્ય એક જીવનનું ધ્યાન રાખવા માટે ગઠબંધન કરવું પડે છે, જે મુખ્ય રૂપે માતા પર નિર્ભર હોય છે, પરંતુ આ જવાબદારી પિતા પર પણ હોય છે. માતા-પિતા બંને મળીને બાળકનું ધ્યાન રાખે છે. હવે વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે, જે અમને બંનેને પસંદ આવી રહ્યું છે.”

વિરાટ જણાવે છે કે, “આ એક એવો સંબંધ છે જે તે બધા અનુભવથી અલગ છે, જે અમે પહેલા લીધા છે. બસ પોતના બાળકને હસતા જોવા માટે, તેને શબ્દોમાં જણાવી શકાતું નથી. હું જણાવી શકતો નથી કે મને અંદરથી કેવું ફીલ થાય છે. આ ખૂબ જ અદ્ભુત સમય છે.”